વિજયાદશમી – અસત્ય ઉપર સત્ય નો વિજયદિવસ
દશેરા એટલે વિજયનું પર્વ. ન્યાય અને નૈતિકતાના આ તહેવારનું સાચું મૂલ્ય આપણે રાવણના અભિમાનનું દહન કરીને અને રામના સત્ય અને શાંતિ જેવાં પાદચિહનો પર ચાલીને કરવું રહ્યું. વિજયાદશમી એટલે અહંકાર પર આદર્શનો વિજય. અસત્ય પર સત્યનો વિજય.
વિજયાદશમી રાષ્ટ્રીય તહેવાર છે. ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો અને વિજય મેળવ્યો. તેને આપણે ત્યાં દશેરા તરીકે ઓળખાય છે. રાવણ તથા રામના યુદ્ધનો આખરી દિવસ અને રામના વિજયનો પ્રથમ દિવસ આપણે ત્યાં ધામધૂમથી ઉજવાય છે. શ્રીરામે રાવણ તથા તેના અસુર કુળનો સંહાર કરી લંકા ઉપર વિજય પ્રાપ્ત કર્યો.
લંકાધિપતિ રાવણની વૃત્તિ આસુરી હતી. રામે રાવણનો વધ કરી તેના અભિમનના સુખ સાહબીના ચુરેચુરા કરી નાખ્યા. રાવણ ભલે વિદ્વાન તથા બાહોશ હતો. પરંતુ તે તેની રાક્ષસી વૃત્તિ છોડી શકતો ન હતો. અંતે તેનું કરુણ મોત રામના હાથે થયું. વિજયાદશમીનો દિવસ એ રાવણની દમનનીતિની સમાપ્તિને દિવસ છે.
મધ્યપ્રદેશની વિદિશા નગરીનાં એક ગામમાં દશેરાના દિવસે રાવણતથા કુંભકર્ણનાં પૂતળાં બાળવામાં આવે છે. આ ગામનું નામ યોગાનુયોગ રાવણ જ છે. આ ગામમાં રાવણની મૂર્તિ પણ છે. તે આડી પડેલી છે. ભારતનું પુરાતત્ત્વખાતું આ મૂર્તિનું ધ્યાન રાખે છે.
રાવણને ૧૦ માથાવાળો કહેવાય છે. તે બાબત કાલ્પનિક છે. પણ તેના માથામાં ૧૦ માથા જેટલી બુદ્ધિ હતી.તેની બુદ્ધિ આ મુજબ હતી.કામ, ક્રોધ, લોભ. મોહ, મત્સર, અહંકાર, ઈર્ષા, રાગદ્વેષ, આળસ તથા દુરાચાર ઓછા પ્રમાણમાં હોય છે જ. આ દસ વિકારોનું સામૂહિક નામ જ રાવણ છે. એટલે જ આપણે આ રાવણરૂપી દૈત્યનો દશેરાના દિવસે નાશ કરીએ છીએ.
લંકેશ, રાવણ તપસ્વી, શકિતશાળી, બુદ્ધિમાન, તથા પરાક્રમી પુરુષ હતો. તે ખૂબ લોભી તથા અભિમાની હતો. તેને મળેલી શકિતઓનો તેણે પાપના માર્ગે વાળી હતી. તે બ્રાહ્મણ કુળમાં જન્મેલો તથા તપસ્વી ઋષિનો પુત્ર હોવા છતાં તે દાન રાજ બન્યો. કારણ તેનામાં તેની બુદ્ધિ દસ વિકારમાં છવાયેલી હતી.
તેથી તો તેને ચારેય વેદ મોઢે હોવા છતાં ૧૦ માથાંવાળો દુરાચારી કહેવાયો. આ જગતમાં બ્રહ્મા, સરસ્વતી તથા રાવણને જ ચારેય વેદ મુખપાઠ છે.
વિજયાદશમીએ નવ દિવસના શકિતપર્વની ઉજવણીનું અંતિમ ચરણ છે.શકિતની ઉપાસના કર્યા પછી કશું પણ પરાક્રમ દાખવવું આવશ્યક છે વળી વિજયાદશમીએ વિજયને વરેલો તહેવાર હોવાથી તે દિવસે અસ્ત્ર, શસ્ત્ર, શમી પૂજન, મશીન પૂજન, યંત્રપૂજન કરવામાં આવે છે. આ દિવસે શકિતથી ચાલનારાં તમામ સાધનની પૂજા કરવી જોઈએ.
સૌજન્ય: મિત્ર નો ઈમેઈલ