સરદાર પટેલ વિશે | જન્મદિવસ

થોડુ સરદાર  પટેલ વિશે

આ હતી સરદારની ખુમારી…

આઝાદીના ચાર દિવસ અગાઇ ૧૧ઓગષ્ટ ૧૯૪૭નાં રોજ બધી રિયાસતોને ચેતવણી આપતાં સરદારે બયાન આપ્યું કે,’ચાર દીવસની અંદર વિદેશી સરકાર ચાલી જશે,માટે ૧૫ ઓગષ્ટ બધી રિયાસતોએ હિંદમાં જોડાય જવાંનું છે.અન્યથા જે રિયાસતો નહિં જોડાય એમની સાથે કઠોર વ્યવાહર કરવામાં આવશે.’ પરિણામે ૫૬૫ રજવાડામાંથી ૫૬૧ રજવાડા આઝાદ હિંદ સાથે જોડાય ગયાં

૭,સપ્ટેમ્બરના રોજ માઉન્ટબેટને જુનાગઢના મામલાને સયુંકત રાષ્ટ્રમાં લઇ જવાનો પ્રસ્તાવ પણ રાખ્યો હતો,ત્યારે સરદારે નહેરૂં સહિત અન્ય નેતાઓને વિરોધ વચ્ચે જુનાગઢનો મામલો પોતે સંભાળી લઇને જુનાગઢ લશ્કર મોકલવાનો તાત્કાલિક નિર્ણય લીધો હતો.

એ પછી ૧૩ નવેમ્બરનાં રોજ કાઠિયાવાડમાં જુનાગઢની પ્રજાને સંબોધતા સરદારે જુનાગઢની પ્રજાને કહ્યું હતું કે,’જે લોકો હજું પણ બે રાષ્ટ્રનાં સિધ્ધાંતમાં માને છે અને જેઓની હમદર્દી પાકિસ્તાન સાથે છે,તેવા લોકોનું કાઠિયાવાડમાં કોઇ સ્થાન નથી.જેઓનાં મનમાં હિંદ પ્રત્યે વફાદારી નથી,તેઓ પાકિસ્તાન ચાલ્યા જાય.’

૨૦ ફેબ્રુઆરી ૧૯૪૮નાં રોજ જુનાગઢમાં જનમત લેવાયો.કેવળ ૯૧ મતો જ પાકિસ્તાન તરફી પડ્યાં.૨૦ ફેબ્રુઆરી ૧૯૪૯નાં રોજ સૌરાષ્ટ્રસંધમાં જુનાગઢને ભેળવી દેવામાં આવ્યું…આ હતી સરદારની ખુમારી..

શબ્દો: નરેશભાઈ ડોડીયા

Leave a Reply

error: Content is protected !!