મચ્છર નું પણ મહિમાગાન | mosquito Prayer

હે મચ્છર ભજીયે તને, મોટું છે તુજ નામ ને કામ
ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ
હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ ના સાફ
ભૂલ કદી કરીએ અમે, તો તું કરજે અમારું કામ
ઓ મચ્છર તમને નમી, માંગું જોડી હાથ

આપો સારા સમાચાર ને, સુખ માં રાખો પરજા
મન, વાણી ને ડંખ થી, કરજો સારા કામ
એવી બુદ્ધિ મળે, તમને અને તમારા બાળ ને
ઓ મચ્છર તું એક છે, સર્જ્યો જેને તાવ નો સંસાર
મેલેરિયા, વાયરલ, ડેન્ગ્યું – તે કીધા તૈયાર
તારા સારા શોભિતા ડેન્ગ્યું ને મલેરિયા, જબરું તારું જોર
અમને અદકા તારા દાન-ગુણ, તેનો તું દાતાર
ભૂલે પાપિયા પ્રાણી આ, એ તારો ઉપકાર
પાપ, કરુણા કરી, પ્રભુ આપ કષ્ટ તું આપ…
 
આભાર: નરેન્દ્ભભાઈ મિસ્ત્રી 
 
તા .ક. જેવી રીતે કસાબ ને કરડ્યું એવી રીતે બધા આતંકવાદીઓ ને કરડજે

Leave a Reply

error: Content is protected !!