છગન અને માસ્તર મગન | Gujarati Jokes

છગન  અને માસ્તર મગન | Gujarati Jokes

વાત છગનલાલ સ્કુલ મા હતા એ વખત ની છે…..
છગનલાલ ના શીક્ષક નુ નામ મગન લાલ માસ્તર….

રોજ ક્લાસ ની બહાર જ ઉભા રાખે છગનભાઈ ને…. એટલે એક વાર એક મીત્ર એ કારણ પુછ્યુ… તો છગનભાઇ એ એક કીસ્સો કહ્યો….

( આ સમ્પુર્ણ સત્ય ઘટના છે.. વીગતો જાણવા ધમભાઈ ને મળવુ….)

મગન લાલ માસ્તર – જો છગન બેટા… હુ તને બે બીલાડી આપુ… પછી બે બીલાડી આપુ…. અને પછી પાછી બે બીલાડી આપુ ઘરે લઇ જવા તો તારી પાસે કુલ કેટલી બીલાડી થાય…..??

છગનભાઇ બોલ્યા – સાત

મગન લાલ માસ્તર બોલ્યા – બેટા .. ધ્યાન થી સાભળ….હુ તને બે બીલાડી આપુ… પછી બે બીલાડી આપુ…. અને પછી પાછી બે બીલાડી આપુ ઘરે લઇ જવા તો તારી પાસે કુલ કેટલી બીલાડી થાય…..??

છગનભાઇ બોલ્યા – સાત

મગન લાલ માસ્તર બોલ્યા – એમ નહી બેટા.. જો હુ તને ખીજાઉ ને એ પહેલા ધ્યાન થી સાભળ…

જો હુ તને બે સફરજન આપુ… પછી બે સફરજન આપુ… અને પછી પાછા બે સફરજન આપુ તો તારી પાસે કેટલા કુલ સફરજન થાય….

છગનભાઇ બોલ્યા – ” સાહેબ… કુલ ૬ થાય…”

મગન લાલ માસ્તર તો ખુશ થઇ ગયા… અને બોલ્યા -” બેટા વાહ, બહુ જ સરસ… હવે જવાબ આપ કે……હુ તને બે બીલાડી આપુ… પછી બે બીલાડી આપુ…. અને પછી પાછી બે બીલાડી આપુ ઘરે લઇ જવા તો તારી પાસે કુલ કેટલી બીલાડી થાય…..??”

છગનભાઇ બોલ્યા – ” સાહેબ… સાત…કેટલી વાર કહુ..”

માસ્તર ગુસ્સે ઘઇ ગયા.. રાતાપીળા થતા છગનભાઇ પર ગીન્નાતા ગીન્નાતા બોલ્યા….”ગધના સફરજન મા ગણતરી બરાબર કરશ અને બીલાડી મા ગોટે ચડી જાશ… આ સાત બીલાડી કેમ ની થાય બુધ્ધી બાગડુ…!!!”

તો છગનભાઇ પણ બગડયા….

અને જોર થી આખો ક્લાસ સાભળે એમ બોલ્યા….

” એની મા ને…માસ્તર…  તમારી ગાયુ ને બગાઇ કરડે….. ક્યાર નો કહુ છુ … સાત જ થાય…. ૬ તમે આપો ને એક ઘરે ઓલરેડી છે… એને ક્યા ચડાવવી….???”
………………………..ઢીશ્ક્યાઉ…

આભાર: રુચિરભાઈ

Leave a Reply

error: Content is protected !!