Gujarati Jokes | છગન ચાલ્યો માછલી પકડવા
છગન ચાલ્યો માછલી પકડવા – ગુજરાતી જોક Gujarati Joke
છગન: ડાર્લિંગ, હેડ ઓફિસથી ઓર્ડર આવ્યો છે કે મારે મારા બોસની સાથે ચાઇના જવાનું છે..
ત્યાં એક અગત્યનાં ક્લાયંટ જોડે મિટીંગ છે..
અને એમને ખુશ કરવા મારે એમની જોડે માછલીઓ પકડવા પણ જવુ પડશે…
એક અઠવાડિયાનો પ્રોગ્રામ છે…
તો તું મારી બેગ પેક કરી દેજેને…
અઠવાડિયા પૂરતા સરસ-સરસ કપડાં પેક કરી દેજે…
પેલુ ફીશીંગનું બોક્ષ પણ અલગથી તૈયાર કરી રાખજે.. એની ખાસ જરૂર પડશે…
અમે આવતી કાલે જ સીધા ઓફિસ પરથી જ નીકળી જવાનાં છીએ…
વચ્ચે ઘરે સ્ટોપ કરીશ, સામાન પીક-અપ કરવા માટે….
અને હા.. મારો પેલો બ્લ્યુ સિલ્કનો પયજામો અચૂક નાખજે…
.
.
ચંપા ને એવુ લાગ્યુ કે દાળમાં કંઇક કાળુ તો નહિં હોય ને….
પણ એક સુશીલ અને સમજદાર પત્ની હોવાના કારણે એણે તેના પતિનાં કહેવા પ્રમાણે કર્યુ….
.
.
એના પછીના અઠવાડિયે છગન પાછો આવ્યો.. થોડો થાકેલો હતો, પણ ખુશ દેખાતો હતો..
ચંપાએ ઉમળકાથી પતિનું સ્વાગત કર્યુ…
અને પૂછ્યુ કે તેમણે કેટલી માછલીઓ પકડી ચાઇનામાં..???
છગન બોલ્યો, “હા… ઘણી બધી માછલીઓ પકડી..
કેટલી બધી ગપ્પી, બ્લુ ગીલ, અને થોડીક ચાઇનીઝ માછલીઓ…
બહુ મજા પડી ગઇ માછલીઓ સાથે…
પણ એક વાત કહે…
તેં મારો પેલો બ્લ્યુ સિલ્કનો પયજામો કેમ પેક નતો કર્યો???
.
.
ચંપા: “મેં પેક કર્યો હતો……
ઇ તમારા ફીશીંગ બોક્ષમાં હતો!!!”
via- Rajnibhai