છગને ૨૦ ને હડફેટે લીધા – Gujarati Jokes

છગને  ૨૦ ને હડફેટે લીધા – ગુજરાતી જોક્સ – Gujarati Jokes

છગન ને પોલીસે પકડી લીધો

પોલીસ: અલ્યા, તે આ ૨૦ ને કેવી રીતે મારી નાખ્યા ?
છગન: અરે સાહેબ, આ ધમભા ના જ્ઞાન સાથે ગમ્મત ના જોક્સ ના ચક્કર માં હું મારમ માર ગાડી હલાવી ને જતો હતો , જયારે બ્રેક લગાવી ત્યારે ખબર પડી કે બ્રેક જ ફેઈલ થઇ ગઈ છે
પછી મેં સામે જોયું તો ૨ જણા ચાલ્યા જતા હતા… અને બીજી બાજુ એક જાણ જઈ રહી હતી

હવે તમે જ કયો કે હું કઈ બાજુ ગાડી ને વાળુ?

પોલીસ: સવાલ જ નથી ને ટોપા… જ્યાં ૨ જણા જાતા હોય ત્યાં જ ગાડી વળાય ને?

છગન : એટલી તો મને ય ખબર પડે છે સાહેબ
મેં એ જ કર્યું પણ પેલા બે ટપોરી ઓ પણ ખરા હતા, મારી ગાડી ને એમની તરફ આવતી જોઈ ને બંને જાન બાજુ દોડ્યા ને ત્યાં ઘુસી ગયા !!!

Leave a Reply

error: Content is protected !!