Gujarati Recipe – વ્હાઈટ પુલાવ

Gujarati Recipe, Rasoi, Food – વ્હાઈટ પુલાવ

Gujarati Recipe, Rasoi, Food, Taste

સામગ્રી

બોઈલ કરેલા રાઈસ – વટાણા 100 gm
તેલ 3 ટે સ્પૂન
જીરું 1 ટી સ્પૂન
તજ 2 નંગ
લવિંગ 4-5 નંગ
હિંગ 1/4 ટી સ્પૂન
સમારેલી ડુંગળી 1 નંગ
મીઠું સ્વાદ અનુસાર
બાફીને સમારેલા બટાકા 2 નંગ
ઝીણા સમારેલા લીલા મરચાં 2 ટે સ્પૂન
ક્રશ કરેલું આદું 1/2 ટી સ્પૂન

રીત – એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં જીરું નાખો જીરું તતડે એટલે તેમાં તજ અને લવિંગ નાંખો..તતડે એટલે તેમાં હિંગ અને ડુંગળી નાંખી સાંતળો. તે સંતળાઈ જાય એટલે તેમાં બટાકા, લીલા મરચા અને આદું નાંખી બરાબર મિક્સ કરી લો. તે થઇ જાય એટલે તેમાં મીઠું અને બાફેલા રાઈસ નાખીને બરાબર મિક્સ કરી લો. તે થઇ જાય એટલે એક પ્લેટમાં લઇ કાજુ, કીસમીસ, ચીઝ અને કોથમીરથી ગાર્નીશ કરી દહીં સાથે સર્વ કરો.

Leave a Reply

error: Content is protected !!