ગુજરાતી ખીચડી ધમાલ – Gujarati Jokes

ગુજરાતી ખીચડી ધમાલ – Gujarati Jokes Khichdi જોક્સ 

અ અ અ અ અ પ્રફુલ…..
હહ્હ્હ્હ્હ હંસા…

કંઇક યાદ આવ્યું???
ખીચડી???

હા હા બસ એનાં જ જોક્સ રજૂ કરું છું ગમે તો Like જરૂરથી કરજો…

હંસા : ‘ડિસાઈડ’ (Decide) એટલે???
પ્રફુલ : ‘ડિસાઈડ’ હંસા…કેસેટ પ્લેયરમાં આપણે કેસેટ નથી નાંખતા? એમાં હોય છે ને…’એ’ સાઈડ…’બી’ સાઈડ…એવી રીતે જ ‘સી’ સાઈડ અને ‘ડિ’ સાઈડ… ડિસાઈડ !!!

હંસા : ‘મેચ્યોર’ (Mature) એટલે???
પ્રફુલ : જ્યારે આપણો મહેશ ચોરી કરતા કરતા પકડાઈ ગયેલો ત્યારે તેણે હિન્દીમાં પેલા મરાઠી પોલિસને શું કહેલું? યાદ કર…યાદ કર…
હંસા : તેણે કહેલું ‘મુજે છોડ દો, મે ચોર નહિં હૂં…’ મે ચોર …મેચોર…મેચ્યોર અચ્છા અચ્છા!

હંસા : પ્રફુલ ‘અલ્ફાબેટ’ (Alphabet) એટલે?
પ્રફુલ : અલ્ફાબેટ હંસા… લોકલ ટ્રેનમાં આપણાં પેલા ભૈયાણી પાડોશી સવિતામાસી, જેવી કોઈ ખાલી જગા બેસવા માટે જુએ કે તરત તેમની દિકરી અલ્પાને શું કહે છે?
હંસા : અલ્પા બેઠ સીટ પે..અલ્પા બેઠ…અલ્ફાબેટ..ઓ ઓઓ હ..! તો આને કહેવાય અલ્ફાબેટ !

હંસા : ‘એસેટ’ (Asset) એટલે શું?
પ્રફુલ : એસેટ હંસા… જ્યારેઆપણે કારમાં બેસી જઈએ છીએ અને કાર સિગ્નલ પર રોકાય ત્યારે પેલા ભિખારીઓ આવીનેશું બોલે છે?
‘ એ શેઠ …થોડા પૈસા દો ના…’ એ શેઠ… એસેટ…
હંસા : ઓહ !

હંસા : આ ‘ડિપેન્ડ'(Depend) એટલે શું પ્રફુલ?
પ્રફુલ : ‘ડિપેન્ડ’ હંસા…સ્વિમીંગ પુલમાં એક બાજુ પાણી ઓછું ઉંડુ હોય અને બીજી બાજુ વધારે ઉંડુ –
ડીપ-એન્ડ..ડીપેન્ડ!

હંસા : ‘ઇલાસ્ટીક’ (Elastic) એટલે?
પ્રફુલ : હંસા …આપણા રાધાબેનની દિકરી ઇલા નહિં?એને જ્યારે ફ્રેક્ચર થયેલું ત્યારે એ શું લઈ ને ચાલતી હતી?
હંસા : ઇલા તો સ્ટીક લઈ ને…ઓહ…ઇલા સ્ટીક…ઇલાસ્ટીક!!

(‘ઈન્ટરનેટ પરથી’)

હા…હા…હા….

મજા આવી હોય તો Like જરૂરથી કરજો…!!!

Leave a Reply

error: Content is protected !!