ગેજેટ પ્રેમી બાળકો અને આપણે – Parenting

ગેજેટ પ્રેમી બાળકો અને આપણે

આમ તો હંમેશા હું કહેતો આવ્યો છું કે આપણા બાળકો ગેજેટ ની વચ્ચે એટલા ખોવાઈ ગયા છે કે શેરી રમતો ભૂલી જ ગયા છે. અને શેરી ગલીઓ માં ક્રિકેટ, કબ્બડી, પકડમ પટ્ટી, નારગોલ વિગેરે રમતો રમેલા કોઈ પણ માં બાપ ને આ ગેજેટ પ્રેમી જનરેશન ક્યારેય ગમે નહી. મારા અને તમારા જેવા ઘણાય હજુ નથી સ્વીકારતા અને ઘણા મિત્રો અહિયા છે જેમને સ્વીકારી લીધું છે અને એમના છોકરાઓ ને ૧-૨ વર્ષ ની ઉમર થી જ ગેજેટ હાથ માં આપી દયે છે. કારણ ઘણા હોઈ શકે, પણ અહિયા મારે એ કારણો વિશે ચર્ચા માં નથી ઉતરવુ અને બધા પેરન્ટ્સ ને સરખી જ રીસ્પેક્ટ આપી ને ફક્ત એટલી વિનંતી કરવી છે કે

૧) બને ત્યાં સુધી બાળકો ને ઘર નો દરવાજો ખોલી ને બહાર રમતા પ્રેરો

૨) જયારે જયારે ઉપર નું શક્ય ના હોય ત્યારે ઘર ની અન્ડર પણ ફીસીક્લ એક્ટીવીટી થાય એવી રમત રમવા પ્રોત્સાહિત કરો, જરૂર પડે તો સાથે રમો પણ ખરા.

૩) બને એટલા ઓછા સમય માટે એમના હાથ માં મોબાઈલ કે ટેબલેટ આવે એનું ધ્યાન રાખો

૪) જયારે જયારે એ તમારો મોબાઈલ કે ટેબલેટ રમવા માંગે ત્યારે અલગ પ્રોફાઈલ બનાવીને તમારી અમુક પર્સનલ માહિતી/એપ્લીકેશન  બાળકો સાથે શેર નહી કરો

૫) તેમને એક જ જગ્યા પર બેસી ને મોબાઈલ કે ટેબલેટ યુઝ કરવા કહો કે જેથી પડી ના જાય નહી તો મોબાઈલ અને ટેબલેટ જે છોકરાવ ને શારીરિક અને માનસિક નુકશાન કરશે એની સાથે સાથે તમને પણ આર્થિક નુકશાન અપાવશે.

૬) શક્ય હોય ત્યાં સુધી તમે જ એમના માટે ગેમ્સ કે એપ્લીકેશન ઇન્સ્ટોલ કરી દો.

૭) ક્યારેય તમારા પ્લે સ્ટોર નો પાસવર્ડ બાળકો ને ના આપો, કે જેથી એ તમારી પરવાનગી વગર કોઈ એપ્લીકેશન ડાઉનલોડ કરે

૮) એપલ ના આઈ ફોન, આઈ પેડ યુઝર્સ માટે અમુક બાળકો ને ગમે તેવી એપ્લીકેશન નું લીસ્ટ છે કે જે એમને કંઇક માહિતી સભર રહેશે.

* નોકિયા અને એન્ડ્રોઇડ યુઝર્સ માટે બાળકો પ્રિય એપ્લીકેશન લીસ્ટ જલ્દી આપીશ

Leave a Reply

error: Content is protected !!