છગન ગાઈડ અને ટુરીસ્ટ અમેરીકન – Gujarati Jokes

છગન ગાઈડ અને ટુરીસ્ટ અમેરીકન – Gujarati Jokes ગુજરાતી જોક્સ

Gujarati Jokes ગુજરાતી જોક્સ એક અમેરિકન ભારત ની મુલાકાતે આવેલો…

દિલ્હી અને આગ્રા ફરવા નીકળ્યો ..

કઈ નહી ને ગાઈડ તરીકે આપણા છગન ને લીધો…

છગન પહેલા તો કુતુબ મિનાર જોવા લઇ ગ્યો….

અમેરિકન અને છગન વચ્ચે અંગ્રેજી માં વાર્તાલાપ થયો, પણ હું જોક ની મજા માણવા ગુજરાતી માં લખું છુ એટલે પ્લીઝ એવું ના પુછશો કે ધમભા આ અમેરિકન ને ગુજરાતી ક્યાંથી આવડ્યું :p

અમેરિકન: ભાઈ, આ કુતુબ મિનાર કેટલા દિવસો માં બન્યો હશે ?

છગન: સાહેબ લગભગ ૨ વર્ષ જેવું થયું હશે હો…

અમેરિકન: હા હા હા… અમારે ત્યાં તો ૨ મહિના માં ઉભો થઇ જાય…

છગન ની થોડી તો હટી પણ શું થાય… આગળ ગયા લાલ કિલ્લો જોવા…

અમેરિકન: અને આ લાલ કિલ્લો કેટલા દિવસો માં બનેલો ?

છગન: ૨ મહિના માં (થોડો ડાહ્યો તો ખરો જ છગન)

અમેરિકન: હા હા હા… અમારે ત્યાં તો ૨ વિક માં તૈયાર થઇ જાય….

છગન ની બરાબર હટી અને દિલ્હી દર્શન શોર્ટ કટ માં પતાવી આગ્રા તાજ મહેલ જોવા લઇ ગયો…

અમેરિકન: વાહ મસ્ત છે…. આ કેટલા દિવસો માં બનેલુ?

છગન: સાહેબ કાલે સાંજે જ ધમભા સાથે અહિયા થી નીકળેલો ત્યારે તો નહોતું લાગે છે રાતે જ બનાવી નાખ્યું …..

અમેરિકન શોક્ડ …. છગન રોકસ……..

* ફોટો છગન નો નથી, ફક્ત રમુજ માટે કોઈ મિત્ર નો લઈને મુકેલ છે

Leave a Reply

error: Content is protected !!