દૂધી-ગાજરની ડ્રાય ફ્રુટ ખીર – Gujarati Rasoi Recipe
દૂધી-ગાજરની ડ્રાય ફ્રુટ ખીર – Gujarati Rasoi Recipe ગુજરાતી રસોઈ
સામગ્રી-
છીણેલી દૂધી 100 gm
છીણેલું ગાજર 100 gm
ઘી 2 ટેસ્પૂન
દૂધ 300 ml
ખાંડ 150 gm
ડ્રાયફ્રુટ્સ
કાજુ, બદામ, કીસમીસ 50-100 gm
ઈલાયચી અને જાયફળનો પાઉડર 1 ટીસ્પૂન
રીત – એક પેનમાં ઘી ગરમ કરી તેમાં છીણેલી દૂધી અને છીણેલું ગાજર નાંખી, થોડો રંગ બદલાય ત્યાં સુધી હલાવી મિક્સ કરો. મિક્સ થઇ જાય એટલે તેમાં દૂધ નાંખો અને હલાવી મિક્સ કરો. તેને આશરે ત્યાં સુધી હલાવતા રહો અને ઉકળતા રહો અને ઉકળવા દો. ઉકળી જાય એટલે તેમાં ખાંડ નાંખો. ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવતા રહો અને ઉકળવા દો. ઉકળી જાય એટલે તેમાં ડ્રાયફ્રુટ્સ નાંખી ફરીથી થોડું હલાવી ઈલાયચી, જાયફળનો પાઉડર નાંખો. ખીર થઇ જાય એટલે તેને સર્વિંગ બાઉલમાં કાઢી ડ્રાયફ્રુટ્સથી ગાર્નીશ કરી સર્વ કરો
સોર્સ: નોખી અનોખી રસોઈ