છગનલાલનું પોલ્ટ્રી ફાર્મ – Gujarati Jokes

 છગનલાલનું પોલ્ટ્રી ફાર્મ – ગુજરાતી જોક્સ – Gujarati Jokes

છગનલાલનું પોલ્ટ્રી ફાર્મ અને ૫૦૦ મરઘી.

માર્ચના મહીનામાં છગનલાલ રોજે રોજ બુમાબુમ કરે કે

આજથી પ્રત્યેક મરઘી મીનીમન બે ઇંડા તો મુકવા જ. નહી મુકે તેને સાંજે ભયંકર તકલીફનો સામનો કરવો પડશે.

સાંજે છગન ગણતરી કરે અને એક મરઘી પાસે ૧ જ ઇંડુ મળે. બીજા દિવસે એને રીમાન્ડ ઉપર લીધું.

આમ કેમ? ખબર નથી પડતી? ટારગેટ બે ઈંડાનો છે? રોજે રોજ? ક્યારે કામ પ્રત્યે સીરીયસ થશે? એક્સ્પ્લેનેશન જોઇએ.
:
:
:
:
:

જવાબ: અરે હું તો મરઘો છું. આ તો આપના પ્રેશર નો કમાલ છે કે એક ઇંડુ તો આવે છે.

via- Miteshbhai

Leave a Reply

error: Content is protected !!