છગન ની ફ્રીઝ ની રામયણ – Gujarati Jokes

છગન ની ફ્રીઝ ની રામયણ – ગુજરાતી જોક્સ – Gujarati Jokes

છગન ને એક વખત ફોન આવ્યો

છગન: હેલુ હેલુ… હું જ્ઞાન સાથે ગમ્મત નો પ્રખ્યાત છગન , તમે કોણ ?

સામે થી : છગનભાઈ તમારુ ફ્રીઝ ચાલે છે ?

છગન: હા જોરદાર દોડે છે ને …

સામે થી: તો પકડી રાખ ને ભાય, નકામુ ભાગી જાશે તો ઉપાધી થઇ જશે….

છગન કઈ બોલે એ પહેલા સામે થી ફોન મૂકાઈ ગયો…. અને છગન મન માં ને મન માં કંઇક બોલ્યો (શું એ હું નહી લખી શકું :p )

થોડી વાર પછી ફરી ફોન આવ્યો….

છગન: હેલુ હેલુ… હું જ્ઞાન સાથે ગમ્મત નો પ્રખ્યાત છગન , તમે કોણ ?

સામે થી: છગન ભાઈ તમારા ઘરે ફ્રીઝ છે ?

છગન (દોઢ ડાહ્યો થઈને) : ના નથી…

સામે થી: કીધું હતું ને તને પકડી રાખ , જોયુ ભાગી ગયુ ને ?

Leave a Reply

error: Content is protected !!