આજની પંચતંત્ર ની વાર્તા – Today’s Panchtantra story

કીડી અને કાગડા ની પંચ તંત્ર ની વાર્તા તો તમે સાંભળી જ હશે કે કેવી રીતે કીડી ગરમી ના મોસમ માં મેહનત કરી અનાજ બચાવે છે, સારું ઘર બનાવે છે જે એને શિયાળા માં કામ આવે છે અને કાગડો ભૂખે અને ઠંડી થી મરે છે!!


પણ હવે જમાનો બદલાય ગયો છે !!
આવો 21 મી સદી માં આ જ વાર્તા નો અર્થ શોધીએ !!

કીડી એમ જ મેહનત કરે છે અને કાગડો એમ જ આળસુ છે
કીડી ની મેહનત ઉપર હશે છે ને મોજ મસ્તી માં જ સમય વિતાવે છે
પણ શિયાળો આવે છે ને

કાગડો પ્રેસ ને બોલાવે છે અને માંગ કરે છે કે શા માટે કીડી ને આ બધા આરામ મળવા જોઈએ જયારે દેશ માં મારી જેવા હજારો લોકો ભૂખે મારે છે???

NDTV, BBC, CNN આજ તક, બધા જ ઠંડી માં થરથરતા કાગડા ના ચિત્રો અને સામે ખુબ જ આરામ થી રેહતી કીડી ના video 24 કલાક મુકે છે

આપડી જેવા ફેસ્બુકીયા કાગરોળ મચાવે છે કે એક ગરીબ કાગડા ને આમ કેમ મારવા દેવાય??

અરુંધતી રોય અને સાથીઓ કીડી ના ઘર સામે ધારણા આપે છે

અરવિંદ સાહેબ ભૂખ હડતાલ ઉપર ઉતારે છે કે કાગડા ને શિયાળા માં ગરમ પ્રદેશ માં મુકવો જોઈએ .

મેડમ માયાવતી આને લઘુમતી ઉપર થતો અન્યાય જણાવે છે

Amnesty International ભારત સરકાર ને કાગડા ના માનવ અધિકાર નું સન્માન ના કરવા બદલ દંડિત કરવા ની ધમકી આપે છે

Internet ઉપર કાગડા ને ન્યાય આપવા માટે ની petition માંગતી sites રાતો રાત ઉભી થઇ જાય છે

વિરોધ પક્ષો, એમની આદત મુજબ સંસદ ભંગ કરે છે

વામ પંથી દલો બેન્ગાલ અને કેરલ માં કીડી ને ગરમી માં કામ નહિ કરવા માટે કાયદો લાવે છે .

લાલુજી દરેક કાગડા ને આજીવન ભારતીય રેલ માં મફત મુસાફરી ના પાસ આપે છે અને ફક્ત કાગડાઓ માટે કાગડા રથ ની જાહેરાત કરે છે

અર્જુન સિંહ કાગડા ઓ માટે સરકારી નોકરીઓ માં આરક્ષણ ની માંગ મુકે છે

છેલ્લે એક કમિટી નીમ્ય છે જે ‘Prevention of Terrorism Against
Grasshoppers Act'[POTAGA] નો નિયમ લાગુ પડે છે

આ બધા ના અંતે કીડી ને POTAGA નું પાલન નો કરવા માટે સજા કરવા માં આવે છે અને પાછલી તારીખ થી દંડ ભરવા ને લીધે સરકાર એનું ઘર પણ જપ્ત કરી એક ભવ્ય સમારોહ માં કાગડા ને આપી દે છે !!

અરુંધતી આને સત્ય ની જીત કહે છે
લાલુજી સામાજિક ન્યાય ની જીત કહે છે
વામ દળો આને પછાત લોકો નો વિજય બતાવે છે
Amnesty International કાગડા ને Harvard માં ભાષણ માટે બોલાવે છે

પણ ….

વર્ષો પછી

બધી કીડીઓ અમેરિકા ચાલી ગઈ છે અને ત્યાં ની silicon valley માં પોતાની કરોડો ની company સ્થાપી છે
ભારત વર્ષ માં હજી પણ હજારો કાગડા દર શિયાળે લાખો ક્રાંતિ છતાં ભૂખે મરે છે ,

અને …

મેહનત કરનારી કીડીઓ ના પરદેશ ગમન ને કારણે ભારત હજી પણ વિકાસશીલ દેશ જ છે

મને ખબર નથી કે આ વાર્તા ક્યાંથી આવી, આ વાર્તા ના પત્રો બધા ભલે કાલ્પનિક છે પણ પરીશ્થીતી સાચી જ છે!!
શું આપડે કીડી ને પરદેશ જતા રોકી શકીશું??

Leave a Reply

error: Content is protected !!