ગુજરાતી બર્થ ડે ગ્રીટીંગ્સ ઓનલાઈન – Gujarati Birthday Greetings cards Online

મિત્રો, આપણા મિત્રો, સગા સંબંધીઓ, સ્નેહી જનો  વિગેરે ના  જન્મ દિવસ ના દિવસે તમે ઓનલાઈન કાર્ડ મોકલતા યાદ છે? હજુ ઘણા મોકલતા હશે, પણ હવે લગભગ ફેસબુક ઉપર ૧ લાઈન લખી ને પતાવી દઈએ છીએ

ઘણા મિત્રો કે જે ઓનલાઈન કાર્ડ મોકલે છે એ લગભગ અંગ્રેજી માં હોય છે અને સામે વાળા ને ઘણી વખત સારો મેસેજ આપે પણ સામે વાળી વ્યક્તી ના સમજી શકે એવું પણ બને

ઘણા મિત્રો ના આવા પ્રશ્નો અમારી પાસે આવતા રહેતા હોય છે, અને એ જ કારણ થી એક ગુજરાતી જયારે બીજા ગુજરાતી ને બર્થ ડે ગ્રીટિંગ્સ મોકલે ત્યારે જન્મ દિવસ ની વધામણી ગુજરાતી માં કેમ ના કરી શકે ??

તો મેં અને હીનાબેને સાથે મળી ને ગુજરાતી મિત્રો માટે ગુજરાતી ગ્રીટીંગ્સ ઈન્ટરનેટ ઉપર ઉપલબ્ધ થાય એવું કાર્ય શરુ કર્યું છે, જેમાં તમને ઘણા નવા ગુજરાતી ગ્રીટીંગ્સ મળી રહેશે, જે તમે ડાઉનલોડ કરીને અથવા ત્યાં રહેલી શેર ની લીંક થી બીજા મિત્રો ને ફેસબુક થકી, ટ્વીટર કે ઈમેઈલ થકી મોકલી શકશો…… કોમેન્ટ માં તમારા મિત્ર ને ટેગ કરીને પણ જન્મ દિવસ વીશ કરી શકશો…….

સેમ્પલ ગ્રીટિંગ્સ જોવા માટે અહીં ક્લિક કરો

* તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ માં આપવાનું ચૂકશો નહી

Leave a Reply

error: Content is protected !!