ચાઈના મોબાઈલ ઓળખો – Identify China Mobile Funny
ધમાકેદાર પોસ્ટ ….. તમારો મોબાઈલ ચાઈના વાળો છે કે નહી એ કેવી રીતે ચેક કરશો ??
ધમભા અને ટીમ તમારા માટે એક મસ્ત ચેકલીસ્ટ લઈને આવી ગઈ છે , શું તમારા મોબાઈલ માં નીચે પ્રમાણે થાય છે?
૧. ૩ મીનીટ ચાર્જીંગ પછી બેટરી ફૂલ બતાવે છે
૨. તમારા ફોન માં ટી.વી., રીમોટ, ટચ સ્ક્રીન, લાઈટર, નેઈલ કટર બધું જ છે
3. ટુથપીક થી પણ તમે એસ.એમ.એસ. લખી શકો છો
૪. ઈન્ટરનેટ વગર તમે ધમભા અને જ્ઞાન સાથે ગમ્મત ની પોસ્ટ વાંચી શકો છો
૫. ફોન ની બ્રાન્ડ માં થોડી નાની એવી સ્પેલિંગ મિસ્ટેક દેખાઈ છે , જેમકે
NokLa, blackderry, i-porn, samswag વેગેરે
૬. જયારે પ્લેન નજીક થી નીકળે ત્યારે તમારો ફોન ૧ મિસકોલ નોટીફીકેશન બતાવે છે ?
૭. જયારે કોઈ ટ્રક ચાલુ થાય ત્યારે ફોન માં મેસેજ આવે છે “ચાર્જર કનેક્ટેડ ! “
૮. જયારે કોઈ ચીનો આજુ બાજુ માંથી નીકળે ત્યારે મેસેજ આવે છે કે “વન બ્લુટુથ ડીવાઈસ ફાઉન્ડ”
૯. મોબાઈલ ના રેગ્યુલર ભાવ કરતા ૧૦ ગણો સસ્તો મળે છે?
હવે આ પોસ્ટ ના સમજાય તો તમારા મોબાઈલ માં મોજેમોજ.કોમ ચાલુ કરીને એમાં સત્સંગ વાંચજો 😉
અને ખરેખર ટેકનીકલ વાતો શીખવી હોય તો ટેકનીકલ ટીપ્સ જોતા રહેજો.