મધર્સ ડે કોન્ટેસ્ટ – Mother’s Day Contest
ગુજરાતી ફેસબુક ઉપર કદાચ પ્રથમ વખત ……. ધ્યાન થી વાંચજો ….
આપણું પેઈજ જયારે જ્ઞાન ની સાથે સાથે ગમ્મત અથવા તો ગમ્મત ની સાથે સાથે જ્ઞાન પીરસી રહ્યું છે ત્યારે, આપણા પ્રેમ અને સહકાર ને બિરદાવવા ધમભા અને બીજા અમુક મિત્રો એ સાથે મળી ને એક કોન્ટેસ્ટ નું આયોજન કર્યું છે. જેમાં વિજેતાઓ ને ઇનામ પણ મળશે જ. ઇન્ડિયા બહાર ના વિજેતાઓ એ પણ ચિંતા નહી કરવી, અમે તમને જ્યાં હશો ત્યાં ઇનામ પહોંચતું કરી આપીશું.
આજે મધર્સ ડે હોવાથી આપણા કોન્ટેસ્ટ નો સબ્જેક્ટ પણ “મધર્સ ડે કોન્ટેસ્ટ” રહેશે…
કોન્ટેસ્ટ માં ભાગ લેવા માટે શું કરશો?
૧) તમારો તમારી માતા સાથે નો બેસ્ટ ફોટો અમને ઈમેઈલ માં મોકલાવો ( [email protected])
2) સબ્જેક્ટ માં “મધર્સ ડે કોન્ટેસ્ટ” લખવુ
૩) ફોટો ની સાથે સાથે, તમારા શબ્દો માં તમારી માતાશ્રી માટે જે પણ લખવું હોય એ, પ્લીઝ નો કોપી પેસ્ટ, તમારા શબ્દો માં, ભાષા ગમે તે હશે ચાલશે.
૪) તમારી એન્ટ્રી શુક્રવાર ૧૭-૫-૧૩ સાંજે ૬ વાગ્યા સુધીમાં મળી જવી જોઈએ , એ પછી મળેલ એન્ટ્રી સામેલ નહી થઇ શકે
તમારી એન્ટ્રી મળશે અને જો કોપી પેસ્ટ નહી હોય તો અમે તમારી એન્ટ્રી ને તમારા જ નામ સાથે જ્ઞાન સાથે ગમ્મત પર પોસ્ટ કરીશું. વધુ વિગત ઈમેઈલ થકી મળશે.
ઇનામ શું હશે એ વાત કરો ને ધમભા ?? બરોબર ને?
પ્રથમ ઇનામ: વોલ ક્લોક (ક્લોક માં તમારા અને તમારા મમ્મી ના ફોટો સાથે)
બીજું ઇનામ: કોફી મગ (એ પણ ફોટો સાથે)
મિત્રો, ઇનામ ની લાલચ માટે તમે સ્પર્ધા માં ભાગ લ્યો એ તો ઘણા પેઈજ માં જોવા મળશે, પણ અહિયા તમે તમારી માતા સાથે ની લાગણી વ્યક્ત કરવા ભાગ લ્યો એવું હું ઈચ્છીશ.
અને હું ઇનામ વિજેતા ને નહી, વિજેતા ની માતા માટે મોકલીશ કે જે મેળવી ને એ ખુશ થશે એની ગેરેંટી ધમભા ની 🙂
તો યોર ટાઈમ સ્ટાર્ટસ નાઉ……