ગુજરાતી ડોક્ટર અને એમની પ્રમોશન ઓફર – Gujarati Jokes Online
“કોઈ પણ ટ્રીટમેન્ટ ફક્ત ૧૦૦ રૂપિયા માં થશે, જો અમે ટ્રીટમેન્ટ કરવામાં ફેઈલ થઈશું તો ૨૦૦ રૂપિયા પરત આપીશું”
આ વાંચી ને એક મારવાડી ભાઈ દવા કરાવવા આવ્યા. એ લાલચ સાથે કે આજે તો ૨૦૦ રૂપિયા લઈને જ જવું છે.
ડોક્ટર સાહેબ, મારી જીભ કોઈ ટેસ્ટ નથી પરખી શકતી, કંઇક ટ્રીટમેન્ટ કરો કે મારી જીભ ને ટેસ્ટ ની ખબર પડવા માંડે.
ડો છગન : નર્સ, પેલા ૨૨ નંબર ના બોક્સ ની દવા ની એક ચમચી આ ભાઈને પીવડાવો
ખબર નહી શું પાઈ દીધું, પણ મારવાડી ઉછળી ને ઉભો થઇ ગયો અને કહે “આટલી કડવી દવા પીવડાવાય ? “
ડો. છગન: કોન્ગ્રેચ્યુલેશન્સ ભાઈ, તમારી જીભ હવે ટેસ્ટ પારખી શકશે 😉
એકાદ મહિના પછી મારવાડી ને થયું ગયા વખત ના ૧૦૦ રૂપિયા વસુલ તો કરવા જ પડશે, ફરી આવ્યો છગનલાલ ના દવાખાને
ડોક્ટર સાહેબ, મારી યાદ શક્તિ જતી રહી છે, કંઇક ટ્રીટમેન્ટ કરો કે જેથી મારી યાદ શક્તિ પાછી આવી જાય
ડો. છગન: નર્સ, પેલા ૨૨ નંબર ના બોક્સ ની દવા ની એક ચમચી આ ભાઈને પીવડાવો
અને મારવાડી એ બુમ પાડી, પણ સાહેબ એ તો બહુ કડવી દવા છે 🙁
ડો. છગન: કોન્ગ્રેચ્યુલેશન્સ ભાઈ, તમારી યાદ શક્તિ પાછી આવી ગઈ છે 🙂
મોરલ: ગુજરાતી લોકો ને છેતરવા મુશ્કેલ જ નહી અશક્ય છે :p 😀