આઝમખાન ને એક ભારતીય સેના ના જવાન નો સંદેશ – Message to Aazamkhan

આમ તો ધર્મ કે વ્યક્તિ આધારિત પોસ્ટ કરવા ની જ્ઞાન સાથે ગમ્મત  પેજ પર કોઈ દિવસ જરૂરત નથી પડી. પણ આપણા કો-એડમીન જીગ્નેશભાઈ પોતે સેના માં છે એટલે આઝમખાન ના આ વિવાદિત વિધાન પછી એક પોસ્ટ કરવી જરૂરી લાગે છે.

ભારીતીય સેના માં કોઈ દિવસ ધર્મ આધારિત કે જાતી આધારિત ભેદભાવ કરવા માં આવતો નથી. ભારતીય સૈનિક હમેશા ભારતીય જ છે. જયારે પણ કોઈ નવું યુનિટ બનતું હોઈ, નવું શસ્ત્ર સામેલ થાય ત્યારે ચારેય પ્રમુખ ધર્મો (હિંદુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ) ના વડા આવી ખાત મુહુર્ત / જે તે ધર્મ માં મનાતી વિધિ કરે છે. દરેક કેમ્પસ માં એક ધર્મસ્થળ ની જગ્યા હોઈ છે જ્યાં એક જ છાપરા નીચે તમને મંદિર મસ્જીદ ગિરિજાઘર અને ગુરદ્વારા મળશે. એક સૈનિક પૂજા કરતો હોઈ ત્યારે પાસે જ બેસી ને બીજો સૈનિક નમાઝ પઢતો હોઈ એ દ્રશ્ય ખુબ જ સામાન્ય છે. જયારે ૧૯૬૫ ની લડાઈ માં અબ્દુલ હમીદ પાકિસ્તાન ના પેટન ટેન્ક નો નાશ કરતા હતા ત્યારે એ મુસ્લિમ ન હતા પણ એક ભારતીય સૈનિક જ હતા. એવી જ રીતે ૧૯૮૭ માં શ્રીલંકા ના તમિલ ટાઈગર સામે શ્રીલંકા માં શહીદ થઇ પરમવીરચક્ર મેળવનાર રામાસ્વામી પરમેશ્વરન હિંદુ/ તમિલ નો હતા પણ એક ભારતીય સૈનિક જ હતા. કારગીલ ની પહાડીઓ પર પોતાના લોહી થી રંગી ને તિરંગા ને ફરકાવનાર મનોજ પાંડે, યોગેન્દ્ર યાદવ, સંજય કુમાર કે વિક્રમ બત્રા હિંદુ/ UP, બિહાર કે હિમાચલી ના હતા પણ ભારતીય જ હતા . અફસોસ કે સેના ને પણ પોતાના સ્વાર્થ માટે ધર્મ ના રંગે રંગનાર આવા લોકો પર ભારતના ભવિષ્ય નો આધાર છે. અફસોસ માત્ર અફસોસ જ કરી શકાશે કારણ કે આમને જો ચુંટણી માં પણ જવાબ આપવા ની વાત કરીશું તો અયોગ્ય ગણવા માં આવે છે. એક ભારતીય ના જય હિન્દ.

દરેક ભારતીય ગુજરાતી સુધી આ પોસ્ટ પહોંચાડો કે જેથી ગુજરાતીઓ માં ભારતીય સેના માટે માન જળવાઈ રહે અને શક્ય હોય તો તમારા નોન ગુજરાતી મિત્રો ને ટ્રાન્સલેટ કરી ને વાત સમજાવો/શેર કરો

Leave a Reply

error: Content is protected !!