“માનવ મન એક ચક્ર વ્યૂહ” પુસ્તક ને દુનિયા ના કોઈ પણ ખૂણે ઘેર બેઠા કેવી રીતે મેળવશો? – Buy Manav Man Ek Chakravyuh book

તમે ગીતા વાંચી છે? સુખદુઃખ માં સમભાવ રાખવો તેવું એમાં લખ્યું છે પણ આપણે રાખી શકતા નથી. નરસૈયો કહે છે સુખદુઃખ મનમાં ના આણીએ રે ઘટ સાથે રે ઘડિયા. આના વિષે જાત જાતની ફીલોસફી આપણા તત્વજ્ઞાનીઓ સમજાવે છે પણ કોઈ ફરક પડતો નથી. સુખદુઃખ પાછળ કોઈ ફીલોસફીને બદલે એની પાછળ બાયોલોજી હોય તેવું તમે માની શકો છો? એની પાછળ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ છે તેવું તમે માની શકો છો? અરે એની પાછળ ન્યુઅરોસાયંસ છે તેવું તમે માની શકો છો? નથી માની શકતા ને? તો આ પુસ્તક તમારે જરૂર વાંચવું જોઈએ. સર્વાઈવલ માટે થ્રેટ અનુભવીએ એટલે દુઃખની લાગણી પેદા થાય અને સર્વાઈવલને સપોર્ટ કરતુ કશું પણ બને તરત હર્ષની લાગણી ઉદભવે અને તેના માટે મગજમાંથી સ્ત્રવતા રસાયણો જવાબદાર હોય છે તેની સરળ વિગત અને સમજુતી વાંચવી હોય તો આ પુસ્તકના પાનાં ઉકેલવા પડે. આ પુસ્તક ઘેરબેઠા ખરીદવાની સરળરીતે મેળવવા નીચે લખેલ સ્ટેપ્સ ફોલો કરો 


૧) સૌ પ્રથમ તો “માનવ મન એક ચક્ર વ્યૂહ” પુસ્તક ઘેર બેઠા મેળવવા  અહીં ક્લિક કરો
૨) નીચે બતાવ્યા મુજબ પુસ્તક ની વિગત અને ખરીદવા માટે નું બટન “Buy Now” ઉપલબ્ધ થશે ,

૩) જેવુ તમે “Buy Now” બટન ક્લિક કરશો એટલે પુસ્તક તમારા વર્ચ્યુઅલ શોપિંગ કાર્ટ માં ઉમેરાઈ જશે, ચિંતા ના કરતા હજુ તમારી ઓર્ડર કન્ફર્મ નથી થયો, એટલે પૈસા ભરતા પહેલા તમે આ પુસ્તક ના જોઈતું હોય તો રીમુવ કરી શકશો. આ રીતે જો બીજા કોઈ પુસ્તકો પણ સાથે જોઈતા હોય તો બધા પુસ્તકો કાર્ટ માં ઉમેરી દો.
૪) બધા પુસ્તકો તમારા કાર્ટ માં ઉમેરાઈ જાય, એટલે ટોપ માં જમણી બાજુ તમારા કાર્ટ ની લીંક ઉપર ક્લિક કરશો એટલે તમારુ ખરીદી કરેલ બાસ્કેટ ઓપન થશે, જેમાં તમે એડ કરેલ દરેક પુસ્તક દેખાશે (કિંમત અને ડિસ્કાઉન્ટ સાથે), જો તમારે આમાંથી કોઈ પુસ્તક રીમુવ કરવું હોય, કોઈ પુસ્તક ની ક્વોન્ટીટી ૧ ને બદલે વધારે કરવી હોય તો કરી શકશો.

૫) કાર્ટ માં નીચે તમને “પૈસા કઈ રીતે ભરશો” એના ઓપ્શન્સ દેખાશે. જેમાં ૪ ઓપ્શન ઉપલબ્ધ હશે. “CCAvenue” કે જેમાં તમે ભારત ના કોઈ પણ ક્રેડીટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગ થી સિક્યોરલી પેમેન્ટ થશે, “Paypal” કે જે દુનિયા ની કોઈ પણ કરન્સી માં કોઈ પણ ક્રેડીટ /ડેબિટ કાર્ડ થી તમને પેમેન્ટ કરવાનો ઓપ્શન આપે છે, જો તમારી પાસે પે પાલ એકાઉન્ટ હોય તો તમે આ પદ્ધતિ થી પૈસા ભરી શકો છો. એકદમ સિક્યોર મેથડ છે મિત્રો એટલે જરાય ચિંતા કર્યા વગર પેમેન્ટ કરી શકશો. “Cheque/DD/MO” આ મેથડ માં તમારે અમને ચેક, ડીડી અથવા મની ઓર્ડર મોકલવાનો રહેશે, તમે જયારે આ પદ્ધત્તિ સિલેક્ટ કરશો એટલે તમારે ક્યાં નામે અને ક્યાં ચેક મોકલવો એની માહિતી મળી જશે. “COD” જો તમારે બુક્સ તમારા હાથ માં આવે ત્યારે પૈસા ભરવા હોય તો કેશ ઓન ડીલીવરી સિલેક્ટ કરી શકો છો પણ આ પદ્ધતિ માં તમારે અમને ૨૦ રૂપિયા વધુ આપવાના થશે અને જયારે તમને પાર્સલ મળે ત્યારે ૫% ચાર્જ પોસ્ટ ઓફીસ નો સ્ટાફ માંગશે. આ પદ્ધતિ માં તમને પાર્સલ મળતા થોડો સમય વધારે થઇ શકે જેની નોંધ લેશો.

 6) તમને અનુકુળ પેમેન્ટ ઓપ્શન સિલેક્ટ કરી ને નીચે “Terms & conditions” વાંચી અને ટીક કરી ને એગ્રી બટન ક્લિક કરો
૭) નેક્સ્ટ સ્ક્રીન માં તમને તમારુ નામ, એડ્રેસ ની વિગત મુકવાનો ઓપ્શન મળશે, જેમાં પીનકોડ આપવો જરૂરી છે , જરૂરી માહિતી ભરી ને નેક્સ્ટ બટન ક્લિક કરશો એટલે જે તે પેમેન્ટ મેથડ પ્રમાણે ઓપ્શન આવશે, જો તમે ક્રેડીટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે પેપાલ ઓપ્શન આપેલ હશે તો તમારી માહિતી પૂછશે અને ચેક, ડીડી કે કેશ ઓન ડીલીવરી આપેલ હશે તો કઈ રીતે આગળ પ્રોસેસ થશે એની માહિતી મળશે.

બસ થોડા જ દિવસો માં તમારા પુસ્તકો તમારા હાથ માં હશે J

Leave a Reply

error: Content is protected !!