ગરીબી : પૈસા ની કે સંસ્કારની – Ways to Remove Poverty

લગભગ એક વરસ પેહલા ફેસબુક પર એક વાર્તા વાચી હતી, ચાર મિત્રો દેલ્હી ફરવા આવ્યા, સરદારજી ની ટેક્ષી કરી, આખા રસ્તે સરદારજી ના જોક કાર્ય, છેલ્લે ઉતરતી વખતે સરદારજી એ એમને એક સિક્કો આપ્યો અને કહ્યું કે જે પેહ્લો સરદાર ભીખ માંગતો મળે એને આપી દેજો, એ મિત્રો આજ સુધી ભિખારી સરદાર ને શોધી રહ્યા છે…
         પણ ફેસબુક અને whatsapp તો નકલ નો ભંડાર છે, હવે આ જોક લોહાણા, રાજપૂત, જૈન, બ્રાહ્મણ અને બીજી ઘણી જાતી ઉપર મળી રહે છે. અને બધા ને એ એક સરખું જ લાગુ પડે છે. સાચું ને મિત્રો? તો શું આ કોઈ પણ જાતી માં ભિખારી નહિ હોઈ? હા નથી જ હોતા .. કારણ, કારણ કે ભિખારી નો કોઈ ધર્મ કે કોઈ જતી નથી હોતી, એ માત્ર ભિખારી જ હોય છે. મસ્જીદ બહાર ભીખ માંગનાર કદાચ જન્મ થી બ્રાહ્મણ પણ હોઈ અને મંદિર સામે ભીખ માંગનાર કદાચ મુસ્લિમ પણ હોઈ. કદાચ ક્રાંતિવીર ફિલ્મ નો એક સીન યાદ આવે છે, શહેર માં તોફાન ફાટી નીકળ્યા છે, અને એક હિંસક ટોળું તલવાર લઇ એક મજુર જે હાથલારી માં ખુબ ભાર લઇ જઈ રહ્યો છે એને ઘેરી ને પૂછે છે ‘કોણ છે તું, હિંદુ કે મુસલમાન?” એ ગરીબ મજુર દયામણા ચેહરે એટલું જ કહે છે ‘શું ફેર પડે છે? જો તમે હિંદુ હો તો મુસ્લિમ સમજી મને મારી નાખો, અને જો મુસ્લિમ હો તો હિંદુ સમજી ને કાપી નાખો”..
         કેટલી મોટી વાત, ગરીબ માણસ નો કોઈ ધર્મ હોતો જ નથી એ તો બસ ગરીબ જ હોય છે. અને આપણા દેશ માં તો એની કોઈ કમી નથી. આંખ ઉચી કરો અને કોઈ ને કોઇ ગરીબ મળી જ જશે. અને ફક્ત પૈસા ના ગરીબ ની વાત નથી. હમણાં જ જોયું, એક BMW માં જતા એક ભાઈએ એ કાચ નીચો કરી રસ્તા પર પાન ની પીક મારી, wrengler ના જીન્સ પેહરી જ્યાં ત્યાં ચિપ્સ ના પેકેટ ફેક્તી છોકરીઓ તો બધાએ જોઈ હશે, અને ગુજરાત માં માવા ખાઈ પ્લાસ્ટિક ના કાગળિયાં ફેકવા તો ગૌરવ ની વાત છે.
આ સંસ્કાર, શિષ્ત અને ફરજ ની ગરીબી ની વાત કોણ કરશે? હા આપણા હાલ ના પ્રધાનમંત્રી અવશ્ય એની વાત કરે છે. અને એનું મહત્વ શું?
         તમે કોઈ પણ ‘અમીર/ પ્રગતિશીલ’ દેશ જોશો તો સૌથી પેહલી સામાન્ય વાત એ જ જોવા મળશે કે ત્યાં સ્વચ્છતા આંખે ઉગી નીકળે એટલી મળશે. અને લોકો બધા નિયમ કાયદા નું સંપૂર્ણ પાલન કરતા હશે. જો middle east ના દેશો ની પણ વાત કરીએ તો જે આધુનિક દેશ કેહવાય છે (દુબઈ, અબુધાબી વગેરે) અને બીજા દેશો વચ્ચે સફાઈ નો અને સામાજિક જવાબદારી ફર્ક ચોક્કસ નજર આવશે.
         અરે વિદેશ છોડો! આપણા ભવ્ય ભૂતકાળ ની પણ જો વાત કરીએ તો રામાયણ, મહાભારત, સમ્રાટ અશોક, ચંદ્રગુપ્ત, હડપ્પા સંસ્કુર્તી એવી  કોઈ પણ ઈતિહાસ વાંચશો તો એમાં અવશ્ય એવું વર્ણન મળશે કે સાફ અને પહોળા મહામાંર્ગો થી એ શહેર શુશોભિત હતું.. નગરજનો બધા નિયમો નું પાલન કરતા હતા.
         તો હું તો એટલું જ સમજુ છું કે જો આપણા દેશ ની આર્થિક ગરીબી દુર કરવી હશે તો સાંસ્કૃતિક ગરીબી પેહલા દુર કરવી પડશે જાહેર જગ્યાઓ ની સફાઈ નું ધ્યાન રાખવું પડશે. લાલ લાઈટ પર પોલીસ હોઈ કે નો હોઈ ઉભા રેહવું પડશે. આપણા લાગુ પડતા કર ચોક્કસ ભરવા પડશે..
         હું તો તૈયાર છું, શું તમે તૈયાર છો?
– જીગ્નેશ પંડ્યા 

Leave a Reply

error: Content is protected !!