મનુષ્ય – જન્મ થી મૃત્યુ સુધી

એ ‘સર્વે’નું કાંઈક એવું કહેવું છે કે….સામાન્ય માણસ તેની ઝિંદગીમાં…

જ્યારે જન્મે છે, ત્યારે તેની સાથે બીજાં ૧૭ મિલિયન લોકો પણ પેદા થયા હોય છે. ઓહ્ફ્ફ !)

લગભગ ૩૦ ટન જેટલું અનાજ ખાય જાય છે. (હોઈયા !)

૬૦૦ જેટલાં અવનવાં કપડાં પહેરે છે. (વાઉ ! લૂકિંગ ગ્રેટ !)

લગભગ…૫,૧૫,૦૦૦ વાર હસે છે. (હા હા હા હા ! )

એવરેજ…૩૦૦૦ વાર ‘એન્જોય’ કરે છે. (ઉહ! આહ! આઉચ….ને પછી પાઉચ!)

આશરે…૨.૫ બિલિયન વખત ર્હદયનાં ધબકારાં ઉપર જીવી જાય છે. (ધકધક…ધકધક…!!)

સરેરાશ…૩ વાર પૃથ્વીનાં આંટા મારી શકાય એટલું ચાલી નાખે છે. (થાકની ઠોકઠાકમાં !)

ને છતાંય સુખી થવાની ધાંધલ-ધમાલમાં રડતો, ડરતો રહે છે….ઓલ્યા કસ્તુરી મૃગની જેમ!

મોજણી મોરલો:
“સુખનુ ભૌતિક વિજ્ઞાન…ગણિતમાં નહિ, પણ અગણિત રાસાયણિક પ્રક્રિયાઓમાં સમાયેલું છે. બસ! ન્યુટ્રલ રહેવું જરૂરી.”

સ્ત્રોત: મુર્તુઝા પટેલ 

Leave a Reply

error: Content is protected !!