૧ લાઈક થી ૫ લાખ લાઈક ની સફર – ફેસબુક ના સૌથી મોટા અને પોપ્યુલર ગુજરાતી પેઈજ વિશે
મિત્રો, સૌ પ્રથમ તો ખુબ ખુબ આભાર કે આજે આપણું પેઈજ ૫ લાખ ગુજરાતીઓ નો સમૂહ બની ગયું છે. અને ગુજરાત નું સૌથી વધુ વંચાતું, સૌથી વધુ શેર થતું અને સૌથી વધુ જ્ઞાન સાથે ગમ્મત આપતું પેઈજ બન્યું છે.
સ્વાભાવિક બધા ને મન માં થતું જ હોય કે આટલું મોટુ પેઈજ કોણ ચલાવતું હશે? કઈ રીતે ચલાવતું હશે? કેટલા લોકો ની ટીમ હશે? કેવી રીતે પોસ્ટિંગ થતું હશે? પેઈજ ના કોઈ નીયમો હશે કે લોલમ લોલ ચાલતું હશે?
ભૂતકાળ માં એક ડોકિયું …
મિત્રો, ૮ માર્ચ ૨૦૧૧ ના દિવસે આ પેઈજ નો ફેસબુક પર જન્મ થયો. પેઈજ ના એડમીન ‘ધમભા’ એટલે કે ‘ધર્મેશ વ્યાસ’ એટલે કે હું દુબઈ રહું છું અને પેઈજ બન્યું એ પહેલા ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના નામ થી બ્લોગ ચલાવતો, પણ અમુક કારણો ને લીધે આ બ્લોગ થોડા સમય અપડેટ કર્યા બાદ ખાસ અપડેટ ના થયો. પછી અચાનક મેં ફેસબુક નો ઉપયોગ ચાલુ કર્યો અને આ પેઈજ ની શરૂઆત કરી.
મિત્રો, હું કોઈ કલાકાર, આર્ટીસ્ટ કે સર્જક નથી કે મારી પોતાની કૃતિઓ હોય કે લેખો હોય, હું તો એક કોમ્પ્યુટર એન્જીનીયર છુ અને ભાષા પર થોડો કમાન્ડ હોવાથી અને લોકો ની ટેસ્ટ ની પરખ હોવાથી લોકો ને જોઈતી વસ્તુ નેટ જગત માંથી શોધી ને અલગ રૂપે રજુ કરૂ છું.
આ પેઈજ ની સૌથી પહેલી પોસ્ટ કઈ હતી એ વાંચવા અહીં ક્લિક કરો કે જેમાં ફક્ત એક મિત્ર એ પોસ્ટ ને લાઈક કરી છે 🙂
જોત જોતામાં લોકો ને પેઈજ ની પોસ્ટ્સ ગમવા લાગી, એપ્રીલ ૨૮ ના દિવસે ૧૦૦૦ ફેન્સ થઇ ગયા. અને કાફલો ચાલતો ગયો, ૨૦૦૦ થી ૨૦,૦૦૦ અને ૫૦,૦૦૦ ફેન્સ સુધી ફટાફટ પહોંચી જવાયું.
આ સમય દરમિયાન માં બીજા ઘણા ગુજરાતી પેઈજ નો ફેસબુક પર જન્મ થયો. મોટા ભાગ ના પેઈજ આપણા આ પેઈજ થી મેં કરેલ મહેનત ને બેઠી કોપી મારતા થયા, મેં બધા પેઈજ ના એડમીન ને મેસેજ કરી કરીને સમજાવ્યા અને કહ્યું કે તમે કોપી કરો એનો કોઈ પ્રોબ્લેમ નથી પણ સૌજન્ય તરીકે ‘જ્ઞાન સાથે ગમ્મત’ લખો તો ગમશે, કેમકે આ બધા માં અમારી મહેનત પણ છે જ. ઘણા એ માન્યું જયારે ઘણા એ રાબેતા મુજબ ચાલુ રાખ્યું.
ફેસબુક થી વેબબ્લોગ…..
૧૮ જુલાય ૨૦૧૨ ના દિવસે, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પેઈજ ના ઓફિસિયલ વેબ બ્લોગ ની શરૂઆત કરી જેનું નામ મારા એક ખાસ મિત્ર અજયભાઈ ઉપાધ્યાય ના સજેશન સાથે ‘મોજેમોજ.કોમ’ નક્કી થયું. થોડા જ દિવસો માં હજારો મિત્રો મોજેમોજ.કોમ માં ઈમેઈલ Subscribers થયા. અને મોજેમોજ.કોમ ને પણ ખુબ સારો આવકાર મળ્યો.
આટલા સમય સુધી હું એકલે હાથે બધુ મેનેજ કરતો હતો. અને માનતો હતો કે બીજા એડમીન ને એડ કરવાથી પેઈજ પર જે કન્ટેન્ટ લાવીએ છીએ એની ક્વોલીટી ઘટી શકે. હા જયારે દુબઈ થી ઇન્ડિયા વેકેશન માં આવતો ત્યારે પેઈજ ના મિત્રો નિરાશ ના થાય એ માટે ઘણી પોસ્ટ ઇન્ડિયા થી કરતો અને મારા એક સુરત ના મિત્ર સુનીતાબેન ને કામચલાઉ એડમીન બનાવી ને એમને મદદ કરવા પણ એકાદ વખત કહેલું.
ધમભા વિશે અને ધમભાને સાંભળો
આ દરમિયાન માં મારો એક ઓનલાઈન રેડિયો ચેનલે ઇન્ટરવ્યૂ પણ કર્યો. એ સાંભળવા અહીં ક્લિક કરો.
ઘણા લેખક મિત્રો એ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના કન્ટેન્ટ ના વખાણ કર્યા. જય વસાવડા ના આ વિડીયો માં પણ તમે સાંભળી શકશો. અહીં ક્લિક કરો.
કેવી રીતે આવ્યા બીજા કો-એડમીન….
૨૦૧૩ ની શરૂઆત માં જીગ્નેશભાઈ (જીગ્સ) એ એમની રચનાઓ મોકલવી શરુ કરી. એમની વિષય/ તસ્વીર ની પસંદગી અને સાથે ના લખાણ થી હું પ્રભાવિત થયો. (આ પ્રભાવિત થયો એવું લખવા જીગ્સે મને કોઈ લાંચ નથી આપી જેની નોંધ લેશો :p ) સામાન્ય રીતે કોઈ પણ પેજ પર જો એક વધુ admin ઉમેરવા માં આવે તો સર્જનાત્મક વિચારો ના મતભેદ ના કારણે પેજ ની લોકપ્રિયતા અસર પામે છે. એટલે થોડીક ગડમથલ પછી એમને જીગ્સ ને પેજ ના admin થવા નું આમંત્રણ મોકલ્યું અને rest, as they say, is histroy.
એડમીન ઓળખ:
![]() |
(ધર્મેશભાઈ મૂળ રાજકોટ ના અને છેલ્લા ૧૧ વર્ષ થી દુબઈ એમના પુરા પરીવાર સાથે રહે છે.) |
![]() |
(જીગ્નેશભાઈ મૂળ ભાવનગરના અને ઇન્ડિયન એર ફોર્સ માં કાર્યરત છે.) |
થોડું મફત નું માર્ગદર્શન:
હા સૌ પ્રથમ તો એ કહીશ કે ફેસબુક પર મફત પેઈજ બનાવવા મળે છે એટલે કોઈ પ્લાનીંગ, કોઈ કારણ વગર કે કોઈ રોડ મેપ વગર પેઈજ બનાવી ને મૂકી દેવાનો કોઈ અર્થ નથી. જો પેઈજ બનાવો છો તો થોડો વિચાર કરીને બનાવો. કોઈ પણ પેઈજ ને સફળ બનાવવા નીચેના પોઈન્ટસ યાદ રાખો:
૧) પેઈજ નું કન્ટેન્ટ સારુ હોવું જોઈએ
૨) પેઈજ નું કન્ટેન્ટ રીડર્સ ને એન્ગેજ કરે એવું જોઈએ
૩) પેઈજ ના ફોલોઅર્સ ને જરૂર હોય ત્યારે જવાબ આપવો જોઈએ
અમારી બીજી શાખા(ઓ)….
લગભગ જગ્યાએ વાંચ્યું હશે કે અમારી બીજી કોઈ શાખા નથી, પણ અમે ગર્વ થી કહીએ છીએ કે અમારી ઘણી શાખાઓ છે. એક રીતે જોઈએ તો જે નાના નાના પેઈજ કે જે અમારા પેઈજ ની પોસ્ટ ના આધારે પોતાના પેઈજ ચલાવતા હોય, જે વોટ્સ એપ ગ્રુપ માં મોજેમોજ.કોમ ના વોટરમાર્ક વાળા ફોટોસ ફરતા હોય એ બધા જ અમારી શાખા માં જ આવે :p
તેમ છતાં ઓફિસિયલ શાખા વિષે વાત કરીએ તો
૧) www.mojemoj.com કે જે ‘જ્ઞાન સાથે ગમ્મત’ પેઈજ નો ઓફિસિયલ વેબ બ્લોગ છે
૨) www.techtiptricks.com કે જે આપણા મિત્રો ને નવી નવી ટેકનીકલ માહિતી, ટીપ્સ આપે છે , અને આ વેબસાઇટ હું પોતે લખું છું, અને ચલાવુ છું. ક્યારેક કોઈ લીંક સરખી કામ ના કરે તો પ્લીઝ માફ કરશો
૩) www.bhelpoori.com આ ભેલપૂરી એટલે જુના, નવા, દેશી, વિદેશી લેખકો ને એક સાથે બાંધી રાખતું પ્લેટફોર્મ, જો તમે પણ સારુ લખતા હો તો તમે પણ તમારા લેખ અમને મોકલી શકો છો. (bhelpoorimag @ gmail dot com)
4) સૌ ગુજરાતી મિત્રો ને સૌથી વધુ પસંદ પડેલ શાખા કે જે વિશ્વના કોઈ પણ ખૂણે વસતા ગુજરાતીઓ ને ગુજરાતી પુસ્તકો પુરા પાડે છે, તમારા મનપસંદ ગુજરાતી પુસ્તકો ખરીદી શકો છો. અને એ છે www.Dhoomkharidi.com
અને હા, અમારા પેઈજ પર અમારી શાખા વિષે વાતો થતી જ રહેતી હોઈ છે, જે લગભગ બધા ને ખ્યાલ હશે.
અને જતા જતા….
મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર હમેશા કૈંક નવું આપવા નું અમારી હમેશ ની કોશિશ રહી છે અને અમારા પ્રયત્નો ને આપ સૌ મિત્રો નો પ્રેમ મળ્યો છે. છતાં અમુક પ્રયત્નો જેવા કે ‘do you know’, ’અંગ્રેજી શીખીએ’, ‘જ્ઞાન ની વાતો’ ‘સારી ટેવ સ્વીકારીએ’ વગેરે બહુ લાઈક નો મળતા બંધ કરવા પડ્યા અથવા ઓછા કરવા પડ્યા. ક્યારેક અમને લાગે છે લોકો શું ફક્ત રમુજ અને સદાબહાર સુવિચારો જ પસંદ કરે છે? ખૈર જેમ કહે છે જનતા જનાર્દન નો નિર્યણ માથે ચડાવો જ પડે અને જનતા ને જે ગમ્યું એ ખરું. આશા છે આવતા સમય માં આપ સૌ મિત્રો નો આમ જ સાથ સહકાર મળતો રેહશે અને હંમેશા જ ‘જ્ઞાન સાથે ગમ્મત’ સૌથી લોકપ્રિય ફેસબુક પેજ બની રેહશે. આપ સીધા જ ધમભા ને કોન્ટેક્ટ કરી શકો છો, ઈમેઈલ કરો [email protected] dot com ….. આપણા સૂચનો હમેશા આવકાર્ય રહેશે ….. જય હિન્દ!!!