ઉતરાયણ ઈફેક્ટસ – મકર સંક્રાંતિ ની અમુક રમુજી વાતો – Utarayan Effects

ઉતરાયણ ઈ”ફેક્ટસ”

 • જો તમારી પતંગને પૂછડું બાંધવું હોઈ તો, જે હાથ માં આવે એ કપડાનો કટકો કરતા પહેલા વિચારજો…..
 • કદાચ એ નાહવા ગયેલા પાડોશીનું ધોતિયું પણ હોઈ શકે
 • પડોશમાં રહેતી સુંદર કન્યાને જોવા ધાબે ચડતા વિરલાઓ માટે ૫૦૦૦ વારની દોરી સાથે ‘રે બન’ ના ‘ડુપ્લીકેટ’ ચશ્મા મફત મફત મફત (ઓફર આવી શકે)
 • મોંઘી દાટ પતંગ ઉડાડનાર કુંવરોને પણ ગુંદરપટ્ટી તો બાજુવાળા પાસે જ માંગવી પડે
 • પોતાની પત્ની નો ફોટો પતંગ ઉપર ચોટાડીને પતંગ ઉડે એટલે પત્નીને પોતાનાથી દુર જતા જોવાનો આણંદ માણી શકાય
 • કોઈ પણ પતંગ ઉડાડનાર મિત્ર, પતંગ કપાય ત્યારે તો ‘ફિરકી’ પકડવાવાળા નો જ વાંક કાઢશે
 • રજનીકાંત: આજે મારી પાસે પતંગ છે, ફિરકી છે, ફિરકી પકડનાર છોકરી છે… તારી પાસે શું છે?
 • નરેશ કનોડિયા: મોટા, મારી પાસે લંગર છે, તુ પતંગ ચગાવ તો ખરા
 • દોરી ની ઘુંચવડ અટકાવવા માટે “ખેંચ” ને બદલે “ઢીલ” દઈને પેચ લેવા કે જેથી ખેંચેલ દોરી પગ માં ના આવે
 • પતંગ ખેંચી ને પેચ લગાડનાર સુરવીરો માટે ફિરકી પકડનાર ને હાથ માં મોટર લગાવવાથી ખેંચનાર ને સમકક્ષ ફિરકી વીંટી શકે છે
 • પતંગ ઉડાડતા ઉડાડતા તલ-ગોળ ના લાડુ કે ચીકી ખાધા બાદ, ચીકણા હાથ ને ફટાફટ ચાટી જવાથી ધ્યાન પતંગ ઉપર જ કેન્દ્રિત રહે છે
 • કોઈ ની પતંગ કાપી ને પોતાને મહારાણા પ્રતાપ સમજતા સુરવિરો ૫ મીનીટ પછી દોરો લપેટતા જોવા મળે છે
 • પતંગ ઉડાડતા ઉડાડતા તલ-ગોળ ના કડક લાડુ ખાવાથી ઘણી વખત દાંત હાથ માં આવી જવાનો ભય રહેતો હોઈ છે
 • ઘણી વખત પતંગ કપાયા બાદ ની પાછલી સેર હાથ માં આવી જતા કપાયેલી પતંગ હાથ માં આવ્યા નો ભાસ થાય છે અને આ ખુશી ૨ સેકન્ડ માં જતી કરવી પડતી હોઈ છે
 • પતંગ સુતમ દોરે કપાયા બાદ ની કરેલ લુંટ પછી ગુલાબી ફિરકી માં પચરંગી કલર ના દોરા દેખાવા લાગે છે

Leave a Reply

error: Content is protected !!