માવતર ગયેલી પત્ની નો એના પતિદેવ ને પત્ર (ઈમેઈલ) Gujarati Joke

મહેરબાની કરીને સૂચનાઓ ધ્યાન થી વાંચજો

* કામવાળી ને પગાર આપી દીધો છે, વધુ દાનવીર બનવાની જરૂર નથી
* આપણા પડોશી નો પેપરવાળો, દૂધ વાળો અને લોન્ડ્રી વાળો અલગ છે, રોજ સવારે એ આવ્યો કે નહી પૂછવા ના પહોંચી જતા
* કબાટમાં ડાબી બાજુ તમારુ ગંજી અને જાન્ગીયો રાખેલો છે, અને જમણી બાજુ પપ્પુનો છે.. ગયા વખતે આખો દિવસ ઓફીસ માં ઊંચું નીચું થવું પડેલું , આ વખતે ધ્યાન રાખજો
* ચશ્મા યાદ રહે એવી જગ્યાએ રાખજો.. ગયા વખતે હું આવી ત્યારે ફ્રીઝર માંથી મળેલા
* મોબાઈલ પણ સાંચવીને રાખજો, ગયા વખતે બાથરૂમ માં સોપકેસ માંથી મળેલો. ખબર નહી બાથરૂમ માં મોબાઈલ નું શું કામ હશે
* અને હા, તમારા સગા સંબંધીઓ અને ભાઈબંધો ને બહુ બોલાવતા નહી, ગયે ફેરે સોફા ના કવરમાંથી ઢગલો એક મગફળીના ફોતરા નીકળેલા

અને વધુ પ્રફુલિત થવાની જરૂર નથી
હું જલ્દી જ આવી જવાની છું

Leave a Reply

error: Content is protected !!