વીર સાવરકરજીના થોડા વિચાર મૌક્તિકો – સિંહ પુરુષમાંથી
ડૉ.શરદ ઠાકર લિખિત વીર સાવરકરજીના જીવનકથા આલેખન ‘સિંહપુરુષ’માંથી વીર સાવરકરજીના થોડાં વિચાર મૌક્તિકો –
◘ એકલું જ્ઞાન લૂલું છે અને એકલું કર્મ અંધ છે.
◘ અમે અમારા ઘરના ચૂલાઓ અને બે-ચાર મટકાઓ તોડી-ફોડી નાંખ્યા, એટલા માટે કે જેના કારણે ભવિષ્યમાં હજારો ઘરોમાંથી સોનેરી ધૂમ્રસેર ઊઠે!
◘ શત્રુ વિશ્વાસઘાત નહીં કરે તો બીજું કોણ કરશે? જે વિશ્વાસઘાત નથી કરતો, એ શત્રુ નથી, જો કોઈ પડોશી રાષ્ટ્ર અચાનક મિત્રતાપૂર્ણ વ્યવહાર કરવા માંડે, તો આપણે વધારે સાવધાન બની જવું જોઈએ.
◘ મને બેવડી જન્મટીપ ફટકારીને ઇંગ્લેન્ડના ખ્રિસ્તી ધર્મે હિન્દુઓના પુનર્જન્મના સિદ્ધાંતનો સ્વીકાર કર્યો છે.
◘ ભારતીય રાજકારણનું હિન્દુકરણ કરો; હિન્દુઓનું સૈનિકીકરણ અને રાષ્ટ્રનું ઔદ્યોગીકરણ.
◘ આપણે બીજા દેશ પર આક્રમણ નથી કરતા, એટલે જ બીજા દેશો આપણી પર આક્રમણ કરે છે.
◘ જગતમાં જે થોડીઘણી સુંદર બાબતો ઈશ્વરે મૂકેલી છે, તેમાંની એક ખૂબસૂરત ચીજ ‘બહેન’ છે.
વીર સાવરકરજીના જીવનકથા આલેખન ‘સિંહપુરુષ’ ગુજરાતી પુસ્તક ઘેર બેઠા મેળવવા ફોન/વોટ્સએપ કરો 7405479678 અથવા અહીં ક્લિક કરો
ડૉ.શરદ ઠાકર ના તમામ પુસ્તકો ની યાદી વાંચવા અહીં ક્લિક કરો
Full List of Gujarati books by Dr. Sharad Thakarr – Click Here