કટપ્પા એ બાહુબલી ને શા કારણ થી માર્યો?

કટપ્પા એ બાહુબલી ને શા કારણ થી માર્યો?
 ૭ કારણો 

        છેલ્લા બે મહિના થી આખા વીશ્વ માં ફેલાયેલા ભારતીયો માટે એક જ સવાલ સૌથી મહત્વ નો છે અને એ છે ‘કટપ્પા એ બાહુબલી ને શા કારણ થી માર્યો’. હવે મોજેમોજ.કોમ  ના વાચકો માટે એવા કારણો લઇ આવ્યા છીએ જે આ રહસ્ય નું તાર્કિક સમાધાન હોય શકે છે. મોટી રીતે જોતા બે જ તર્ક યોગ્ય લાગે છે (અ) કટપ્પા એ બાહુબલી ને માર્યો જ નથી (બ) કટપ્પા એ બાહુબલી ને રાજમાતા ના આદેશ પર માર્યો છે.
૧.      કટપ્પા એ બાહુબલી ને માર્યો જ નથી.: KV વિજય પ્રસાદ, જે આ ફિલ્મ ના લેખક છે એમણે હમણાં એક સાક્ષાત્કાર માં કહ્યું કે ‘અમે તો ખાલી કટપ્પાને બાહુબલી ને તલવાર મારતા જ બતાવ્યો છે’. (હવે આ ભાઈ ને મારવા નું મન નો થાય? અહિયાં હજી એક સવાલ નો જવાબ મળ્યો નથી ત્યાં આ ભાઈ હવે બીજી જ દિશા માં લઇ જાય છે). પણ, કટપ્પા નું પાત્રાલેખન જોતા એ સંપૂર્ણ શક્ય છે કે એણે બાહુબલી ને માર્યો નો હોય અને આ કોઈ બીજો જ વણાંક હોય. વળી, એક દ્રશ્ય માં ભાલ્લાદેવ દેવસેના  ને કહે પણ છે કે ‘હું પણ બાહુબલી ની રાહ જોઈ રહ્યો છું જેથી ફરી થી એને મારી શકું’. તો આ સંપૂર્ણ શક્ય છે કે બાહુબલી હજી જીવતો જ હોય અને હિન્દી ફિલ્મ ‘ક્રીશ’ ની જેમ તેને કોઈ કારણસર કેદ કરી રાખવા માં આવ્યો હોય  કે છુપાવેલો હોય.
૨.      કટપ્પા દોષ પોતાના ઉપર લઇ રહ્યો છે. ઉપર ના તર્ક ના અનુસંધાને જ એવું માનવા માં આવે છે કે રાજમાતા એ એવો આદેશ આપ્યો હોય કે બાહુબલી ને કેદ કરવા ની વાત છુપાવા માટે કટપ્પા એની હત્યા નો દોષ પોતાના પર લઇ લે. વળી, કટપ્પા જે એક આદર્શ યોદ્ધા છે એ કોઈ ને આમ પાછળ થી મારે તે શક્ય જ નથી લાગતું. એટલે બની શકે કોઈ કારણ થી કટપ્પા હત્યા ની વાત સ્વીકારતો હોઈ.
૩.      કટપ્પાને કોઈ ભૂલ થઇ રહી છે. ફિલ્મ ના અંતિમ દ્રશ્ય મુજબ કટપ્પા બાહુબલી ને પાછળ થી તલવાર મારે છે, એટલે એવું સંપૂર્ણ રીતે શક્ય છે કે એ વ્યક્તિ બાહુબલી હોય જ નહિ અને કોઈ અન્ય જ હોય. અથવા એ ઘાવ થી બાહુબલી માત્ર ઘાયલ જ થયો હોય અને પાછળ થી ભલ્લાદેવ આવી એને કેદ કરી એવી અફવા ફેલાવતો હોય કે કટપ્પા એ બાહુબલી ને મારી નાખ્યો છે.
૪.      રાજમાતા એ પુત્રપ્રેમ માં બાહુબલી ને મારવા નો આદેશ આપ્યો હતો. ફિલ્મ ના પ્રથમ દ્રશ્ય માં રાજમાતા ભગવાન ને પ્રાર્થના કરે છે કે ‘મારી ભૂલ / ગુનાહ ની સજા આ બાળક ને નો આપવી જોઈએ’.  તો એ ભૂલ કઈ? બની શકે ભલ્લાદેવ રાજમાતા પાસે આવ્યો હોય અને પોતાને રાજા ના બનવા માટે થઇ રાજમાતા ને ‘emotional blackmail’ કરી હોય અને ધ્રુતરાષ્ટ્ર ની જેમ પુત્ર પ્રેમ ની એક નબળી ક્ષણ માં રાજમાતા એ બાહુબલી ને મારવા નો આદેશ આપ્યો હોય. કટપ્પા રાજમાતા નો આદેશ કોઈ પણ સંજોગો માં માનવા બંધાયેલો કોઈ તેણે બાહુબલી ને માર્યો હોય શકે.
૫.      રાજમાતા ની આજ્ઞા નો અનાદર કરવા થી રાજમાતા બાહુબલી ને મારવા નો આદેશ આપે છે.     એક તર્ક મુજબ, રાજ્ય બાહુબલી ને આપ્યા પછી રાજમાતા દેવસેના ના લગ્ન ભલ્લાદેવ સાથે નક્કી કરે છે. પરંતુ બાહુબલી એમની ઉપરવટ જાય છે અને ભાગી ને દેવસેના સાથે ગુપ્ત લગ્ન કરી લે છે. આ ઘટના થી ક્રોધિત થઇ રાજમાતા કટપ્પા ને બાહુબલી ને મારવા નો આદેશ આપે છે.
૬.      ભલ્લાદેવ રાજા બને છે અને બાહુબલી ને મારવા નો આદેશ આપે છે.  એક તર્ક એવો પણ છે કે  દેવમાતા સાથે લગ્ન કરવા માટે બાહુબલી એ રાજગાદી છોડી દીધી હતી અને ભલ્લાદેવ રાજા બની ગયો હતો. અને કટપ્પા રાજા નો ગુલામ હોય તેણે  ભલ્લાદેવ ના આદેશ પર બાહુબલી ને માર્યો હોય.
૭.      મોજે મોજ કરાવી દે તેવા કારણો.     આ બધી તાર્કિક વાતો વચ્ચે ફેસબુક અને ટ્વીટર પર ઘણા એવા કારણો પણ ફરી રહ્યા છે જે મોજે મોજ કરાવી દે.      કટપ્પાએ બાહુબલી ને માર્યો કારણ કે :-
               બાહુબલી કટપ્પાને કેન્ડી ક્રશ ની રીક્વેસ્ટ મોકલ્યા કરતો હતો
               બાહુબલી વારંવાર પૂછ્યા કરતો હતો કે ‘આપકે ટુથપેસ્ટ મેં નમક હે?’
               બાહુબલી એ ફેસબુક પર છોકરી ના નામે થી ફેક ID બનાવી હતી અને એના થી મેસેજ કરી કટપ્પા ને બેવકૂફ બનાવતો હતો.
               બાહુબલી ‘દીપિકા’ સાથે ફલર્ટ કરતો હતો જે ‘ચેન્નાઈ એક્ષ્પ્રેસ’ માં કટપ્પા ની છોકરી હતી .
               બાહુબલી વ્યાપમ ઘોટાલા માં સામેલ હતો
               બાહુબલી પોતાને ‘સર જાડેજા’ સમજવા લાગ્યો હતો .
               બાહુબલી એ કટપ્પા ને નાસ્તા માં મેગી આપી હતી.
               અને સૌથી છેલ્લે અલિયા ભટ્ટ નું કારણ ‘કટપ્પા એ બાહુબલી ને માર્યો કારણ કે K રાજા મૌલી (ફિલ્મ ના નિર્દેશક) એ એને મારવા નું કહ્યું હતું. (પણ આ સૌથી સાચું કારણ લાગે છે, નહિ?)
        દોસ્તો, તમે પણ તમને લગતા તાર્કિક કે પછી મોજે મોજ કરાવતા કારણો કોમેન્ટ માં  લખજો, આમેય ખરેખર શું કારણ છે એ તો ૨૦૧૬ માં જ ખબર પડશે. ત્યાં સુધી www.mojemoj.com અને જ્ઞાન સાથે ગમ્મત પર આનંદ મેળવતા રહો.

Leave a Reply

error: Content is protected !!