કેરીની ગોટલી (સાઈડ ડીશ) બનાવતા શીખીએ

સાઈડ ડીશ તરીકે ઉપયોગમાં આવી શકે એવી કેરીની ગોટલી ની સાઈડ ડીશ બનાવતા શીખીએ. તમારા બચ્ચાઓ તો આ ખાઈને મોજ માં આવી જશે. અખતરો છોકરાઓ પર કરવો, પતિ પર નહિ. 😉

જરૂરી સામગ્રી:

1/2 kg – પાકેલ કેરીની ગોટલી – (બહાર નું પડ કાઢીને)
3 g – મીઠું (ગોટલીને ઉકાળવા)
115 g – તલનું તેલ
60 g – ડુંગરી, (સમારેલી)
12 g – મીઠું
25 g – મરચાનો પાવડર
3 g – આખું જીરુ
3 g – હળદરનો પાવડર
25 g – લસણની કળી
50 g – ડુંગરી
60 g – કેરી અથાણા નો મસાલો
60 g -કેરીનાઅથાણાનુંતેલ

કેરીની ગોટલીનો મુખવાસ બનાવવાની રીત :

 • પાકી કેરીની ગોટલી ને સુકવી દો
 • સૂકાયેલ ગોટલીનું બહારનું સખ્ત પડ કાઢી નાખો
 • ગોટલીના અંદરના પડની સ્લાઈસ કટ કરો (૧ ઇંચ લાંબી અને અડધો ઇંચ જાડી બને એ રીતે)
 • મીઠા સાથે ઉકાળો
 • ઉકળી જાય પછી સાફ પાણી થી ક્લીન કરી દો
 • તેલ ને થોડું ગરમ કરો અને પછી થોડું ઠંડુ પડવા દ્યો
 • ફરી થી તેલ ને ગેસ પર મુકો અને એમાં ડુંગરી એડ કરો
 • મીઠું, હળદર, જીરું વિગેરે એડ કરો
 • હવે ગોટલી આમાં નાખો અને થોડી વખત હલાવો
 • અડધા કપ પાણી સાથે, કેરીના અથાણા નો મસાલો અને કેરીના અથાણા નું તેલ ઉમેરો
 • પાણી બળી જાય એટલું હલાવો અને તમારી ડીશ તૈયાર

જો આ વસ્તુ સારી બંને તો મને કહેજો, અને સારી ના બંને તો ફેંકી દેજો 😀

This Article is Protected with Copyright © 2017 with DeuceN Tech. All rights reserved.

 

 

Leave a Reply

error: Content is protected !!