બાહુબલી: સ્ટોરી નેવર એન્ડ – રસપ્રદ વિશ્લેષણ

બાહુબલી એક ભારતીય સિનેમા ની એવી મૂવી કે જેને ખાલી ભારત માં જ નહીં, પણ વિશ્વ માં પણ જ્યાં જ્યાં રિલીઝ થઈ ત્યાં ત્યાં એને સફળતા નો ઝંડો નાખ્યો. BBC news પર રાજામૌલી સાહેબ નું ઇન્ટરવ્યૂ જોયું તો ખબર પડી ગઈ કે બાહુબલી 3 નથી જ આવની. હા, પણ એમને એવું કીધું કે બાહુબલી ની બૂક, કોમિક બૂક, ગેમ્સ અને વેબ સિરીજ માં એક કે બીજી રીતે બાહુબલી ના કેરેક્ટર જીવતા રહશે. કેવી મજા ની વાત!! તો ચાલો આગળ જોઈએ કે આપણે બાહુબલીને કેવી રીતે માણી શકીએ છીએ.

બાહુબલી ની બૂક પબ્લિશ થઈ ગઈ છે. બૂક નું નામ છે: The Rise of Sivagami: Book 1 of Baahubali – Before the Beginning.આ બૂક માં બાહુબલી:ધ બેગિનિંગ પહેલાની વાર્તા છે. એક રાજકુમાર એ પોતાના રાજ્ય અને એ રાજ્ય ના લોકો માટે બધુ જ સારું કરવા ઈચ્છતો હતો. લેકિન, પરંતુ, કિન્તુ એને બધી જ બાજુ પોતાના નજીક ના લોકો થી જ દગો અને વિશ્વાસઘાત મળ્યો.  આ વાર્તા માં કટપ્પાં, કટપ્પાં નો ભાઈ (શિવપ્પા), પટ્ટારાયા,પ્રિન્સ બીજજલદેવ,પ્રિન્સ મહાદેવ (બીજજલદેવ નો ભાઈ), કેકી, માલયપ્પા(કટપ્પાં ના પપ્પા) અને બીજા ઘણા બધા કેરેક્ટર છે. પ્રિન્સ મહાદેવ એ મહારાજા બને છે, અને એ સમય એ મહિસ્મતી રાજય નો સુવર્ણ યુગ ગણાય છે. એ ખરેખર જાણવા જેવુ છે કે આટલા બધા કેરેક્ટર બાહુબલી માં હોવા છતાં પણ એવી તો કેવી પરિસ્થિતી તૈયાર થાય છે કે જેની લીધે છેલ્લે શિવગામી અને કટપ્પાં જ ખાલી જીવતા રહે છે.
બાહુબલી ની ગેમ. Google play storeમાં જઇ ને Baahubali: the gamedownload કરી લેજો.  ગેમિંગ ના રસિયાઑ ને clash of clan ગેમ તો રમ્યા જ હશે તો બાહુબલી ની ગેમ પણ આ ગેમ જેવી જ છે. આ ગેમ માં અમરેન્દ્ર બાહુબલી ની લડાઈ કાલ્કેય નામના રાક્ષસ સાથે થાય છે. Clash of clan જેવી ગેમ હોવાથી ગેમિંગ રસિયાઑ ને ખબર જ પડી ગઈ હશે કે આ ગેમ માં શું કરવાનું હશે અને કેવી રીતે રમવાનું હશે.

બાહુબલી ની કોમિક બૂક.  કોમિક બૂક નામ સાંભળતા જ એ મને મારા બાળપણ માં લઈ જાય છે. ચંપક, ચાચા ચૌધરી, અમર ચિત્ર કથા, કૃષ્ણ, રામાયણ, મહાભારત ની વાર્તાઓ માં મને યાદ આવે. ચિત્ર ની ચિત્ર સાથે વાંચવાની પણ મજા. શું થવાનું છે, એ બધુ જ આપણ ને ખબર, ખાલી ડાયલોગ વાંચવાનું બાકી.  Google play storeમાં જઇ ને Graphic pop નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી દેજો. એમાં જ છે: “Bahubali: battle of the bold” comic story. અમરેન્દ્ર બાહુબલી અને ભલ્લાલ દેવ ના જુવાની ના સમય ની વાર્તા છે. જ્યારે બંને એકબીજા ના સાથે દુશ્મનાવટ નહીં, પણ મહિસ્મતી રાજ્ય માટે લડતા હતા.

એનિમેશન સિરીઝ. નાના હોય કે મોટા, બધાને જ કાર્ટૂન જોવાની મજા તો આવે જ. મિસ્ટર બીન નામનું કેરેક્ટર ફેમસ થઈ ગયા પછી એની એનિમેશન સિરીઝ નિકળી હતી. બસ, એવી જ રીતે બાહુબલી માં પણ મૂવી અપાર સફળતા બાદ મૂવી ના પાત્રો ને એક કે બીજી રીતે જીવતા રાખવા અને મહિસ્મતી રાજય ની વાર્તા આગળ વધારવા માટે એનિમેશન સિરીઝ બનાવ્યું છે. જેનો એક એપિસોડ બહાર આવી ગયો છે. આ એનિમેશન સિરીઝ ના બધા જ એપિસોડ amazon prime માં મેમ્બર બની ને એની મઝા માણી શકશો.

બાહુબલી સ્ટોર. બાહુબલીની તલવાર, મહિસ્મતી રાજય ના સિમ્બોલવાળું નોટબૂક, જેવુ બાહુબલી નું કવચ એના જેવુ જ ડિઝાઈન વાળી ટી-શર્ટ અને શર્ટ, મોબાઇલ અને લેપટોપ નો કવર, આઇપેડ કેસિસ, કોફી મગ, ખાલી પુરુષો માટેના ટી-શર્ટ કે શર્ટની સાથે સાથે મહિલાઑ માટે ના ડ્રેસ અને સ્કર્ટ પણ તમે online ખરીદી કરી શકો છો.

આટલું બધુ વાંચીને એક વસ્તુ તો ખબર પડી જ જાય કે એસ.એસ.રાજમૌલિ સાહેબ એ બાહુબલી ના પાત્રો ને ભારત ના ઈતિહાસમાં હંમેશા હંમેશા અમર બનાવી દીધા છે. તો પછી, ચાલો ચાલો બાહુબલી ની બૂક વાંચો, ગેમ રમો. જય મહિસ્મતી.

લેખક: નિશાંત પંડ્યા

This Article is Protected with Copyright © 2017 with DeuceN Tech. All rights reserved.

Leave a Reply

error: Content is protected !!