પ્રખ્યાત દાનવીર ભિખારી “ગોદડીવાળા બાપુ” વિષે ના જાણતા હો તો વાંચવા જેવું

તમને રસ્તા પર જતા-આવતા ઘણા ભિખારી જોયા હશે કે પછી ટ્રાફિક સિગ્નલ પર તમારી ગાડી ઉભી રહે કે તરત જ ગાડીના દરવાજે ભિખારી આવી જતો પણ જોયો હશે.પણ આજે અમે એક એવા ભિખારીની તમારી સાથે મુલાકાત કરાવીએ કે જે રોડ રસ્તા પર અને મંદિરો આગળ ભીખ તો માંગે જ છે. પરંતુ એ ભીખ માંગેલી રકમ ભેગી કરીને તે બાળકોને દાન કરી દે છે.

મહેસાણામાં આવતા જતા ક્યાંક રોડ પર તો ક્યાંક મંદિરના ઓટલે આ ભિખારી તમને જોવા મળી જશે. આ ભિખારીનું નામ છે ખેમજીભાઈ પ્રજાપતિ. પણ લોકો તો એમને ઓળખે છે ગોદડી વાળા દાદા તરીકે. અને આ ગોદડીવાળા દાદા જ છે એ દાનવીર ભિખારી છે. તે અવાર નવાર બાળકો અને ખાસ કરીને બાળકીઓને દાન કરતા રહે છે.

ફક્ત નામ માટે કે મોટાપણું દેખાડવા માટે અપાતું દાન સામેની વ્યક્તિને લાચાર બનાવે છે. ધાર્મિક દ્રષ્ટિએ એવા દાનનું ખાસ પૂણ્ય મળતું નથી. ભલે તમે ફૂલ નહિ તો ફૂલની પાંખડી આપો, પણ નિસ્વાર્થ ભાવે પરોપકારના હેતુસર અપાયેલા દાનનું માહાત્મ્ય ઘણું છે. તો આ ગોદડી વાળા દાદાના દાન પાછળ પણ દીકરીઓના સુખી થવાની આશા છુપાયેલી છે. ખેમજી દાદા કહે છે દીકરીઓ હંમેશા દુખી હોય છે. તેના જનમથી લઈને તેના ઘડપણ સુધી તે ઘણું દુઃખ ભોગવે છે. અને તેથી જ દીકીઓને આપેલું દાન કડી નિરર્થક નથી જતું. જેથી હું દીકરીઓને દાન આપવાનું જ પ્રથમ પસંદ કરું છું.

મહેસાણાની મગપરામાં આવેલી શાળા નંબર-4 ના પ્રિન્સીપાલને પણ અચરજ થયું હતું જ્યારે ખેમજીભાઈ આગલા દિવસે પોતાની દાન કરવાની વાત લઈને આ શાળામાં પહોચ્યા હતા.

ગોદડી વાળા દાદા તરીકે ઓળખાતા ખેમજીભાઈએ આજે જ દાન આપ્યું હોય એવું નથી. ખેમજીભાઈએ આ અગાઉ પણ ભીખ માંગી માંગીને બહેરા મૂંગાની શાળામાં, વૃદ્ધાશ્રમોમાં, શાળાઓમાં કપડા, નોટબુક,અનાજ સહીત ઘણી ચીજ વસ્તુઓનું ખુલ્લા દિલથી દાન કર્યું છે. અને હજુ પણ દાન કરશે તેમ દાદાએ જણાવ્યું હતું

મહેસાણાની મગપરા સ્કૂલની આંગનવાડીમાં 10 જેટલી ગરીબ પરિવારની દીકરીઓ એક વ્યક્તિની આતુરતાથી રાહ જોઈ રહી હતી. આ વ્યક્તિ હતી ભીખ મારીને ગુજરાન ચલાવતા 68 વર્ષીય ખીમજીભાઈ પ્રજાપતિ. ખીમજીભાઈ પોતાનું ગુજરાત ભીખ માગીને ચલાવતા હોવા છતાં નિયમિત રીતે આ ગરીબ પરિવારની દીકરીઓને પુસ્તકો કે સ્કૂલ યુનિફોર્મ જેવી વસ્તુઓ ડોનેટ કરતા હોય છે. જોકે હાલમાં તેમણે આ દીકરીઓને સોનાની બુટ્ટીની ગિફ્ટ આપીને બધાને ખુશ કરી દીધા હતા.

ખીમજીભાઈએ બધી સોનાની બુટ્ટીઓ મહેસાણાના મંદિરોની બહાર ભીખ માગીને ભેગા કરેલા પૈસામાંથી ખરીદી છે. સોનાની આ ગિફ્ટ મેળવનારી છોકરીઓ અત્યંત ગરીબ પરિવારમાંથી આવે છે. મોટાભાગની છોકરીઓના માતા-પિતા રોજેરોજનું મજૂરીકામ કરે છે અથવા તો લુહારીકામ કરે છે. આ છોકરીઓ મહેસાણાની ઝૂંપડપટ્ટીમાં રહે છે અને તેઓ સપનામાં પણ ન વિચાર્યું હોય એવી ગિફ્ટ મેળવીને બહુ ખુશખુશાલ છે.

લોકો મંદિર-મસ્જિદોમાં લાખો કરોડો રૂપિયાનું દાન કરતા હોય છે. તો ઘણા કિલો બે કિલો સોનું પણ દેવી મંદિરોમાં દાન કરે છે. પરંતુ જરૂરીયાતમંદ એવી આ દીકરીઓ સામે કોઈ જોતું નથી. પોતાની સગી દીકરીને પણ લોકો ઘણું રાખતા હોય છે. પરંતુ આવી ગરીબ દીકરીઓનું શું? પત્થરની મૂર્તિ માં દેવી ને સોનાના છે. જ્યારે જીવતી દેવી સમાન આ દીકરીઓને જ ખેમજીભાઈ દેવીનો અવતાર જ માને છે. અને સમાજ ને પણ એક સંદેશ આપી રહ્યા છે.

આપણા સાઘુસંતો વારંવાર કહે છે કે ડાબા હાથે આપેલું દાન જમણા હાથને પણ ખબર ના પડે તો જ દાનનું પૂણ્ય મળે છે. દાન એ જ વ્યક્તિ આપી શકે જેનું દિલ દરિયા જેવું વિશાળ હોય છે. લક્ષ્મી તો ચંચળ છે આજે તમારી પાસે છે તો આવતીકાલે કોઈ બીજાની પાસે હશે. તેથી જો ઈશ્વરે તમને અખૂટ સંપત્તિ, વિદ્યા કે અન્નનો ભંડાર આપ્યો હોય તો સમાજ પ્રત્યેની જવાબદારીને સમજી જરૂરિયાત મંદોને અર્પણ કરતા રહેવું એ જ માનવધર્મનું સાચું હાર્દ છે.

તમારામાં ‘‘જો અન્યને ઉપયોગી થવાની ભાવના અને સમજ હશે તો જ સાચું સુખ તમે પામી શકશો. સુખ એ સંપત્તિના ઢગલામાં ભરેલું નથી. જેની પાસે ઘણું છે એ પણ દુઃખી હોઈ શકે અને ફક્ત લંગોટી પહેરીને બેઠેલા વિરક્ત આત્માના અંતરમાં પણ આનંદના હિલોળા લહેરાતા હોય છે. માટે લક્ષ્મીપતિ જ દાન આપી શકે એવું માનવાની જરૂર નથી.

તરસ્યાને જળ, અજ્ઞાનીને જ્ઞાન અને ભૂખ્યાને અન્નદાનએ મહાદાન ગણાય છે. અને એ વાતને જ સાર્થક કરતુ જીવંત ઉદાહરણ આજે ગોદડી વાળા દાદા એટલે કે, ખેમજીભાઈ પ્રજાપતિ પુરુ પાડ્યું છે.

સોર્સ: ન્યુઝ ૧૮ અને  સંદેશ

Leave a Reply

error: Content is protected !!