શું આ દીકરીની વ્યથા ખોટી છે? – તમે જ વિચારો

પોતાના કામમા અત્યંત વ્યસ્ત એક બહેન વહેલી સવારે ઘરેથી કામ જતી વખતે ઘરની દેખભાળ રાખનાર નોકરને કેટલીક સુચનાઓ આપી રહી હતી. સુચના પુરી કરીને એ જેવી ઘરના દરવાજાની બહાર નીકળી તો ત્યાં એની નાની દિકરી ઉભી હતી. એમને ત્યાં ઉભેલી જોઇને પુછ્યુ, ” તું અહીયા કેમ ઉભી છે? ”

દિકરીએ જવાબ આપ્યો, ” મમ્મી તું તારા કામમાં એટલી વ્યસ્ત હોય છે કે મારે તને થોડા સવાલ પુછવા છે પણ એ માટે તારી પાસે સમય જ નથી.” પેલા બહેન દરવાજાની બહાર જ દિકરી પાસે બેસી ગયા અને કહ્યુ , ” બોલ બેટા તારે શું પુછવું છે ?”

દિકરી : મમ્મી, તને ક્યારેય એવું થાય કે રૂપિયા ભરેલી થેલી ઘરના નોકરને સોંપીને હું બહાર જાવ ?

મમ્મી : અરે તું તે સાવ ગાંડી છે કે શું રૂપિયા તે કંઇ નોકરના ભરોસે મુકાતા હશે!

દિકરી : મમ્મી, તારા સોના ચાંદીના કીંમતી ઘરેણાની પોટલી વાળીને નોકરને સાચવવા માટે આપે ખરી ?

મમ્મી : બીલકુલ નહી. પણ તું આવા ગાંડા જેવા સવાલો કેમ પુછે છે ?

દિકરી : મમ્મી મને સતત એક સવાલ મુંઝવે છે. તારા રૂપિયા અને ઘરેણાની આટલી કાળજી રાખનારી તું મને આ નોકરના હવાલે કરીને કેમ જતી રહે છે ?

મિત્રો, આપણા જીવનમાં પણ ક્યાંક એવુ નથી બનતુને કે આપણા સંતાનો કરતા આપણા માટે આપણા રૂપિયા અને ઘરેણા વધુ મૂલ્યવાન હોય! જરા વિચારજો.

Leave a Reply

error: Content is protected !!