હાથની કોણીથી પછી પકડીને તૈયાર કર્યું ચિત્ર

ભારતીય ક્રિકેટર નવજોતસિંહ સિધ્ધુ આ પેઇન્ટિંગ બાજુમાં ઉભેલા મિત્ર ધવલ ખત્રીએ તૈયાર કર્યું છે. આપને જાણીને આશ્વર્ય થશે કે આબેહૂબ સિધ્ધુ જેવું જ ચિત્ર તૈયાર કરનાર ધવલના બંને હાથ એક અકસ્માતને કારણે કાપી નાખવામાં આવ્યા છે. બંને હાથની કોણીથી પીંછી પકડીને ધવલે આ ચિત્ર તૈયાર કર્યું છે. આ ચિત્ર તો એક નમૂનો છે બાકી આવા તો કેટલાય ચિત્રો ધવલ દ્વારા તૈયાર થયા છે.
અમદાવાદના વતની ગરવા ગુજરાતી આ યુવાને શારીરિક વિકલાંગતાથી હારી જવાને બદલે સખત પુરુષાર્થ દ્વારા વિકલાંગતાને વિશિષ્ટતામાં બદલી નાંખી છે.
દોસ્ત તમારી ખુમારીને સો સો વંદન.

સોર્સ: શૈલેશભાઈ સગપરીયા

 

Leave a Reply

error: Content is protected !!