ઇજીપ્તશીયન બિસ્કીટ … Kahk Cookies – જાતે બનાવવા ખુબ સરળ

તો મેંદાનો લોટ- All Purpose Flour બે વાડકી (લગભગ ૨૫૦ ગ્રામ) લઇ તેમાં વેનિલા પાવડર એક ચમચી બરાબર મિક્ષ કરો…

૫૦ ગ્રામ જેટલુ ચોખ્ખુ ઘી અને ૫૦ ગ્રામ માખણને ગરમ કરીને અડધા કપ જાડુ દુધ( ૧૦૦ ફેટનુ)માં અડધી ચમચી વેનિલા એક્ષટ્રેક્ટ મિક્ષ કરો…

ગરમ ઘી, માખણ અને દુધને લોટમાં બરાબર મિક્ષ કરો….
આ લોટને ધીમા તાપે ગરમ કરતા કરતા તેમાં લગભગ ૧૦૦ ગ્રામ જેટલુ મધ ઉમેરીને હલાવતા રહો… મધ ને મેં ખાંડને બદલે વાપર્યુ છે.

ઓરિજીનલ રેસિપી(ઓનલાઇનમાં) ખાંડ કે મધ, ઘી કે માખણ વાપરવાના છે પણ મેં તે બધા સાથે દુધનો ઉપયોગ પણ કર્યો છે, તે રીતેજ વેનિલાનો ઉપયોગ વધારામાં કર્યો છે….વેનિલા ના હોય તો પણ ચાલે.

મિશ્રણને બરાબર ગરમ કરી એક પ્લેટમાં ઠરવા દો….
પુરણ માટે ખજુરને સાફ કરી તેને ગ્રાઇન્ડ કરી લગભગ ૨૦૦ ગ્રામ જેટલો માવો બનાવો…. તેમાં ટેસ્ટ મુજબના ડ્રાયફ્રુટ્સ ના નાના નાના ટુકડા (પિસ્તા, બદામ, કાજુ, વોલનટ-અખરોટ), ઇલાયચી પાવડર વગેરે ટેસ્ટ મુજબ અને આ ૨૫-૩૦ ગ્રામથી વધારે નહીં તેટલુ ઉમેરો, તેમાં ૧૦૦ ગ્રામ જેટલુ ઘી અને ૨-૩ ચમચી રોઝ વોટર ઉમરીને બરાબર મિક્ષ કરો…. ફિલીંગ માટે તેના નાના નાના ગોળા બનાવી લો…

લોટના મિશ્રણને બનાવતા ધ્યાન રહે કે તેને પુરી જેવો આકાર આપતા તેની ધાર તુટે નહીંંં… તે માટે ઘી કે માખણ વધારે હોવુ જરુરી છે…

પુરી જેવુ બનાવી તેમાં ખજુરનુ બનાવેલુ સ્વાદિષ્ટ પુરણ – ફિલિંગ મુકીને જ્યાં સુધી ગોળાકાર ફિલિંગ ના આવે ત્યાં સુધી ગોળ બનાવતા રહો… ( લગભગ બટાકાવડા જેવુ જ) અને તેને થોડા ચપટા દબાવી કુકી જેવો શેપ આપો…..

બધા ગોળાને ૩૫૦ ફેરનહિટ પર પ્રિ હિટેડ કરેલા માઇક્રો ઓવનમાં ૧૫-૨૦ મિનિટ બેક થવા દો… ઓવનમાંથી બ્રાઉન રંગના બિસ્કિટ થાય એટલે બહાર કાઢી તેની ઉપર દળેલી ખાંડ છાંટી દો…. મેં વેનિલા સુગર જ વાપરી છે….

આ ૧૫-૨૦ મિનીટ દરમ્યાન વપરાશમાં લીધેલા વાસણો ધોઇ નાખો… બગાડેલુ રસોડુ સાફ કરી લો… તો બનાવેલી કુકિ ખાતા ખાતા ઘરવાળી વધારે વખાણ કરી શકે છે… જો આ બધુ મારા પુરુષ મિત્રોએ કર્યુ હશે તો!!!!

સોર્સ: પ્રદીપભાઈ

Leave a Reply

error: Content is protected !!