ચાલને એક બીજાનાં થઈને રહીએ – સુખી દાંપત્યજીવનની ચાવી

આવું મારી સાથે જ કેમ થાય છે? હું તો બધાંને સમજુ છું પણ મને કોઈ સમજતું જ નથી ! કદાચ આપણામાંથી લગભગ બધાંને એવું જ લાગતું હશે. જો એ મને સમજી ગઈ હોત કે એ મને સમજી ગયો હોત તો ? અમારું લગ્નજીવન બચી જાત… આજે અમે બંને અલગ ના હોત…!

જી… હા.. આપણે એવું જ વિચારીએ છીએ કે સામેવાળું પાત્ર સમજી ગયું હોત તો…? અને દોષનો ટોપલો એની પર નાંખીએ છીએ.. પણ આપણે કેટલી હદે એને સમજવાનો પ્રયત્ન કર્યો છે??

” સપન અને સ્તુતિ” કોલેજ ફ્રેન્ડ્સ હતા. બેસ્ટ ફ્રેન્ડ્સ હતા. આ ફ્રેન્ડશીપ લવશીપમાં પરિણમી, બંનેએ એકબીજા સાથે લગ્ન કર્યા.. લગ્નનાં ૨ જ વર્ષમાં બંને વચ્ચે ઝઘડા શરુ થયા..OVER EXPECTATIONS.. જાણે બંનેને એવું લાગ્યું કે આતો એ સપન છે જ નહીં, આ એ સ્તુતિ છે જ નહીં. એનું કારણ…?

આવા તો ઘણાં બધાં કપલ્સ હશે કે જેમને નાની નાની વાતમાં ઝઘડા થતાં હશે અને એમાં કેટલાકનાં ઝઘડા તો ડિવોર્સ સુધી પહોંચી ગયા હશે.

એનું કારણ…આપણી વધારે પડતી અપેક્ષાઓ, આપણી ઓછી સમજણ અને સહન શકિત…!! આપણે હંમેશા સામેવાળું પાત્ર આપણે કહીએ એમ કરે એ ગમે છે, પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે એને ગમે એ હું કરું?

આપણે આપણી કોઈ વાત સાથે બાંધ છોડ કરવા તૈયાર જ નથી હોતા ! ” લગ્ન પછી પુરૂષ ની જવાબદારી વધે છે, તો સ્ત્રીને ક્યાંક પોતાની ઓળખ ગુમાવી ચૂકી હોય એવો અહેસાસ થાય છે!!

લગ્ન પહેલાં તો બંને જણાં બંનેની કોઈ પણ વાતને સર આંખો પર લઈ લે છે. તને ગમે છે તો મને ગમે છે, એમ કરીને પોતાનાં મનને મનાવે છે. પણ હા એવું કહી શકાય ને કે આ વાત તને ગમે છે પણ મને નથી ગમતી છતાંય તને ગમે છે એટલે હું કરું છું.

સામેવાળું પાત્ર જેવું છે તેવો જ તેનો સ્વીકાર થાય તો સંબંધમાં સહજતા આવે. રીવા અને રીલવનાં ડિવોર્સ પછી બંને એકબીજાને અચાનક મળ્યા. બંને એ ફરી બીજા પાત્ર સાથે લગ્ન કરી લીધા હતા.

રીલવ એની બીજી પત્ની સાક્ષી સાથે ખૂબ ખુશ દેખાતો હતો અન રીવા આજે પણ દુઃખી લાગતી હતી. રીલવે પૂછ્યું, રીવા… હું તને સારી કાર, સારું ઘર ન હોતો આપી શક્યો અને આજે તારા બીજા પતિ રાહિલે તને એ આપ્યું છે તોય તું કેમ દુઃખી છે?

રીવાએ કહ્યું કે એણે મને બંગ્લો, કાર, મારાં મનગમતા આપ્યા છે, પણ એનો સ્વભાવ તારાં જેવો સારો નથી..જોયું ને…..!!

આપણી પાસે જે હોય છે એની કિંમત આપણે ક્યારેય નથી કરતા એને ગુમાવી ચૂક્યા બાદ જ આપણે એની કદર કરી એ છીએ..અને તરત જ રીવાએ પૂછ્યું, કે તું સાક્ષી સાથે ખુશ કેવી રીતે રહે છે??

તને તો ઓરેન્જ કલર ગમતો નથી તોય તે આજે આ કલરનો શર્ટ પહેર્યો? હંમેશા તું સ્ટાયલીસ્ટ રહેતો પણ આજે કંઈક જુદો લાગે છે.. ત્યારે રીલવે કીધું, રીવા હું તો તારી સાથે પણ ખુશ જ હતો પણ તું મારી સાથે ખુશ નહોતી રહી શકતી…

જી…. હા… મને ઓરેન્જ કલર પસંદ નથી પણ સાક્ષીની ઈચ્છા હતી કે હું ઓરેન્જ કલરનો શર્ટ પહેરું તો મેં પહેર્યો.. જો મારાં લીધે એ ખુશ રહે છે તો એમાં ખોટું શું છે!

સાક્ષી અને મારાં વિચારો એકદમ અલગ છે છતાંય અમે બંને એકબીજા સાથે ખુશ છીએ. કારણકે અમે બંને એકબીજા પર હક્ક જરૂર કરીએ છીએ પણ એને થોભતા નથી. બસ જો આવી જ નાની નાની વાતો આપણે સમજી જઈએ તો આપણે ખુશ રહી શકીએ.

સંબંધો નિભાવવા એકબીજા પર વિશ્ર્વાસની સાથે એકબીજાને સમજવા પડે છે.. “ક્યાંક સ્પેસ સ્પેસ કરીને એકબીજાથી દૂર થઈ રહ્યા છીએ….” તો ચાલને એક બીજાનાં થઈને રહીએ..☺

લેખક : પંકિતા ગિરીશ ભાઈ શાહ (માં-બાપને ભૂલશો નહીં, દિકરી દરીયો વ્હાલનો)

Leave a Reply

error: Content is protected !!