કિચન ટીપ્સ – રસોડામાં રાણી બનીને રહેવું હોય તો કામ લાગે તેવુ

અમુક એવી ટીપ્સ કે જે દરેક કિચન ક્વીન ને રોજ બરોજ માં કામ લાગશે અને જો આવી ટીપ્સ ઉપયોગ માં લેશો તો સાસુમા સાથે ઝઘડો પણ ઓછો થશે. 😉

• બ્રેડની કિનારીને ભીની છરીથી કાપી શકાશે.

• દાળ-ચોખામાં ઉભરો ન આવે તે માટે ઘી કે તેલ નાખવું

અનાજની સાથે લીમડાના પાન રાખવાથી અનાજ બગડતું નથી.

• ભરેલાં પરવળ બનાવતી વખતે પરવળમાં કાપા પાડીને તેને ગરમ પાણીમાં અધકચરા બાફી લો તો તેમાં મસાલો ભરવામાં સરળતા રહે છે અને પરવળ તૂટતાં નથી.

• જુનાં બટાકાં બાફતી વખતે લીંબુનો રસ નાખવાથી બટાકાં સફેદ રહેશે.

• શાકની ગ્રેવી ઘટ્ટ કરવા માટે મસાલાની સાથે તેમાં થોડું છીણેલું નાળિયેર ભેળવવાથી શાક સ્વાદિષ્ટ બનશે.

• આલુ પરોઠાં બનાવતી વખતે બટાકાંમાં અથાણાનો થોડો મસાલો નાખવાથી પરોઠાંનો સ્વાદ બદલાઇ જશે.

• શાકમાં ગ્રેવીનો રંગ લાલ લાગે તે માટે થોડી કોફી નાખવી.

સોર્સ: ફેસબુક પોસ્ટ

Leave a Reply

error: Content is protected !!