પુત્રીની વિદાય વેળાએ ભાંગી પડતા પિતા – દક્ષીણ ગુજરાતની સત્ય ઘટના

 

લગ્નના હસ્તમેળાપમાં બેસતા પહેલા વહાલસોયી દીકરીએ આજુબાજુ પોતાના બાપ તરફ નજર દોડાવીને દેખાતા કહ્યું કે ઓ પપ્પા..!! તેના પિતા દૂર હતા નજર જતા નજીક આવીને કહ્યું કે બોલ બેટા,શું હતું…!! કઈ કામ હતું.


દીકરીને પોતાના પિતા તદ્દન નજીક આવતા કહ્યું કે કંઈ નહિ પપ્પા…!! એમ કહીને સંસ્કારી દીકરીએ હસ્તમેળાપમાં બેસતા પહેલા પોતાના બાપના પવન પગલાં ચરણસ્પર્શ કર્યા. જેમ દીકરીના લગ્નમાં પૂ.મોરારીબાપુ નવરસ આવે તેમાં પણ છેલ્લો કરૂણ રસ આવે…!! હજુ તો વિદાયનો પ્રસંગને વાર હતી.ત્યાં દીકરીને પગે લગતા જોઈને તેનો બાપ રડીને અડધો થઇ ગયો…!!! આ ઘટના લગભગ સાડા પાંચ વર્ષ બની ત્યારે આખો આનંદનો પસંગ વસમી વિદાયમાં ફેરવાઈ ગયો.


સાડા પાંચ વર્ષ પહેલાની સત્ય ઘટના છે.સભ્યસમાજ જીવનના એક મોભી હોય.કંઈ પણ નાની મોટી ઘટના બને તેમાં યોગ્ય રસ્તો બતાડે એવા મોભ સમા વડીલવ્યક્તિ.આવા વડીલ ને ત્યાં પોતાની દીકરીના લગ્ન હતા.હાથમાં મહેંદી હોય અને માથે પાનેતર પહેરીને સાત પેઢીના ફેરા ફરવાના હતા એવા લગ્ન હતા.દીકરીના લગ્ન હોય ત્યારે આખો દિવસ આનંદમયી અને અંતે તો “કાળજા કેરો કટકો મારો….” એ ગીત યાદ આવીને કઠોર દિલના માનવી ભાંગીને ભુક્કો થઇ જતા હોય છે.


કંઈક આવી ઘટના વિદાય પ્રસંગ પહેલા જોવા મળી.રાત્રે એ લગ્નમાં હસ્તમેળાપનો સમય હતો.મંડપમાં એ દીકરી આવીને હસ્તમેળાપમાં બેસતા પહેલા પોતાના પિતા આજુબાજુ છે કે નહિ એ જોતી હતી.ક્યાંક દૂર ઉભેલા તેના પિતા દેખાતા દીકરીએ બૂમ પડી  પપ્પા….!! દીકરીનો અવાજ તેના પિતાના કાને સંભળાયો તેના તરફ નજર ઘુમાવીને કહ્યું કે


બોલ બેટા…!! પિતાને જોઈને પિતાની લાડકવાયી દીકરી એ ઈશારામાં કહ્યું કે જરા અહીંયા આવોને..!! પોતાની દીકરી બોલાવે એટલે કંઈક કામ હશે એમ માનીને પિતા હસ્તમેળાપ પાસે પહોંચી ગયા. પિતાએ દીકરી કહ્યું કે બોલ બેટા, કઈ કામ હતું…!!!!!

દીકરીએ પિતાજીને કહ્યું કે કંઈ નહિ પપ્પા..!! બસ એમજ, હસ્તમેળાપમાં બેસતા પહેલા વહાલસોયી દીકરીએ પોતાના પિતાજીના ચરણસ્પર્શ કર્યા બાદ મંડપમાં બેઠી.દીકરીના આજ સંસ્કાર આખા સમાજે નજરે નિહાળ્યું.હજુ તો લગ્નના વિદાયનો પ્રસંગ બાકી હતો ત્યાં દીકરીને પગે લગતા જોયા બાદ તેના પિતા ધ્રુસકે અને ધૂસકે રડી પડ્યા..!! આનંદનો પ્રસંગ જાણે વહાલો કરૂણ પ્રસંગ આવી ગયો હોય એવું લાગતું હતું.

.જે ઘટના મેં નજરે નિહાળ્યા બાદ મારી આંખો પણ ભરાઈ આવી.મને એમ થતું હતું કે જો કે આમેય છેક્છેલ્લે સુધી લગ્નમાં રહું છતાં પણ કન્યાવિદાયનો પ્રસંગ અમારી હિંમત ન હતી.જેને કારણે વિદાય પહેલા દીકરીના પિતાને રડતા જોઈને અમારે ઘરે જવા નીકળી ગયા.
આ લગ્નમાં દીકરીની વિદાય બાદ દીકરીના પિતાજી મોં મૂકીને રડ્યા. ખુબ જ રડ્યા આમ પણ. મક્કમ હૃદયના વ્યક્તિ હોવા છતાં પોતાની દીકરી વિદાય વખતે ખુબ જ રડ્યા હતા.દીકરી સાસરે જતી વેળા આખરે મોબાઈલ પર કારમાંથી પોતાના પપ્પાને ન રડવાનું જ્ણાવેઆખરે ત્યારે કેવી સ્થિતિનું નિર્માણ થાય એ આપણે ખ્યાલ આવે…!!

-દક્ષીણ ગુજરાતની એક સત્ય ઘટના પરથી

શું તમને આ સ્ટોરી ગમી? તો જરૂર શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!