લોભને થોભ ના હોય…. શેર બજાર કે ચોર બજાર?

ડુંગરની તળેટીમાં એક રળિયામણું ગામ. આજુબાજુના ગામો વચ્ચે આવેલું આ ગામ શાંતિવાળું અને સંતોષી. લોકો ડુંગરમાં જાય અને ખાધખોરાકી માટેનું એકઠું કરી લાવે.. કોઈ જાતનું દુઃખ નહીં.. ખાઈ પી ને ધુબાકા અને જામો કામો ને જેઠવો!! લોકો ટેસડા કરે ટેસડા!! એક દિવસ ગામમાં એક યુવક આવ્યો અને સાથે એ એક યોજના લાવ્યો.. યોજના સાંભળીને ગામ લોકોને તો બખ્ખા બોલી ગયા બખ્ખા!! યોજના એવી હતી કે તમે ડુંગરમાંથી એક વાંદરો પકડો, લાવીને પેલા યુવાન ને આપો તો એ તમને સો ની એક કડકડતી નોટ આપે!! ગામ મંડી પડ્યું કોઈ ચાર વાંદરા પકડે , તો કોઈ પાંચ પકડે. જેવી જેની કેપેસિટી એવા એ પૈસા મેળવે!! જંગલમાં વાંદરા પણ ભરપૂર!! આમેય વાંદરા એવી પ્રજાતિ કે એ સહેલાઈથી ઓછી પણ ના થાય!! પેલો યુવાન સાંજ પડેને વાંદરા ભેગા કરીને એક બે ટેમ્પામાં ભરીને શહેરમાં મોકલી દે!! અઠવાડિયાં પછી ભાવ વધારો આવ્યો અને એક વાંદરાના બસો રૂપિયા મળવા લાગ્યા!! ગામલોકો ખુશખુશાલ!! બહુ ઓછી મહેનતે ઘણા બધા રૂપિયા આવી રકહ્યા હતા.!! પણ હવે ગામના ડુંગરા માં વાંદરા ઓછા થતા ગયા અને બાજુના ગામમાંથી લોકો પકડવા લાગ્યા!! આમને આમ બીજો એક મહિનો ગયો..!! વાંદરા હવે સાફ થઈ ગયા હતા..

પછી યુવાને જાહેર કર્યું કે હું બે માસ પછી આવીશ અને એક વાંદરાના પુરા 2000 આપીશ!! અને ગામ ધંધે લાગ્યું કે હવે વાંદરા શોધવા ક્યાં??? એવામાં કોઈ નારદ પ્રજાતિનો માણસ સમાચાર લાવ્યો કે શહેરમાં એક ગોડાઉન છે ત્યાં વાંદરા મળે છે પણ 1000 રૂપિયાનો એક છે!!! ગામલોકો એ નક્કી કર્યું કે 1000 તો 1000 ભલે ને દેવા પડે આપણને તો મહિના પછી એના 2000 મળશે ને.. તે ગામ મંડાણું પોતે જ 200 માં વેચેલા વાંદરા 1000 માં લાવવા માંડ્યા.. એમાં પણ ભાવવધારો આવ્યો કોઈ 1200 માં પણ લાવે !! બધાએ પોતાની કેપેસેટી કરતાં વધારે વાંદરા ખરીદ્યા!! કોઈકે જમીન વેચી તો કોઈએ ઘરેણાં પણ એક જ આશા કે બે મહિના પછી આ બધાં વાંદરા તો 2000 મા જ વેચાઈ જશેને પછી પાછા આપણને બખ્ખા થઈ જશે બખ્ખા!! બે મહિના વીત્યાં અરે છ મહિના વીત્યાં પણ પેલો વાંદરા લેવા વાળો દેખાયો નથી!!!

વેલ કમ ટુ શેર માર્કેટ!! ઘણાંયની પાસે વાંદરા રૂપી શેર પડ્યા છે પણ લેવા વાળા દેખાતા નથી.. !! લોભને થોભ ના હોય.. તેજીનો બનાવટી ઉછાળો દેખાડીને આપણી પાસેથી લીધેલા શેર આપણને જ ડબલ ભાવે પરોવી દે એ શેર માર્કેટ!! જેઠાભાભા મને કહેતા હતાં કે
“માસ્તર આ શેરબજાર નામ જ ખોટું છે, સાચું નામ તો ચોર બજાર હોવું જોઈએ!! એક બીજાને પરોવી જ દયે મારા બટા !!! અને પબ્લિક પણ મારી બટી સાવ અક્કલ વગરની.. જે કંપનીમાં હજુ વંડી પણ ના ચણાણી હોય ઇ કંપનીના શેર ડબલ ભાવે વેચાઈ જાય!! ખરી રમત આદરી છે મારા વાલીડાવે!!!

સોર્સ: ફેસબુક

Leave a Reply

error: Content is protected !!