શનિવાર ની સાંજ અને ગરમા ગરમ પુડલા – હો જાયે?

pudala-recipe

સામગ્રી

ચણાનો લોટ – 200 ગ્રામ
લસણની પેસ્‍ટ – 1 ચમચી
આદુની પેસ્‍ટ – 1 ચમચી
જીરૂં – 1 ચમચી
લાલ મરચાંનો પાવડર – 1 ચમચી
મીઠું – સ્‍વાદ પ્રમાણે
કોથમીર – ઝીણી સમારેલી
તેલ – જરૂર મુજબ
ઝીણી સમારેલી ડુંગળી- 1/2 વાટકી

રીત

ચણાના લોટમાં ધીરે ધીરે પાણી ઉમેરી પુડલા માટેનું ખીરૂં તૈયાર કરી લેવું. તેમાં ગાંઠા ન પડે તે રીતે તેને હલાવી તેમાં મસાલા સહિતની સામગ્રી ઉમેરો. 5 મિનિટ તેને સેટ થવા દેવું અને પછી નોન-સ્ટિક પેન પર પાતળા પાતળા પુડલા બનાવવા મુકવા. બંને તરફ તેલ લગાવી અને શેકી લેવા અને ફુદિનાની ચટણી સાથે સર્વ કરવા.

Leave a Reply

error: Content is protected !!