નોકરી બદલ્યા વગર એક જ કંપનીમાં આગળ વધો અને પગાર વધારો

જો તમે તમારા ઓછા પગારથી પરેશાન છો તો આ સમાચાર તમને ફાયદો પહોંચાડી શકે છે. સામાન્ય રીતે લોકોનું માનવું છે કે પગાર વધારવા માટે નોકરી બદલવાની જરૂર પડે છે. પરંતુ એ જરૂરી નથી કે તમે કોઇ નવી જગ્યાએ જશો એટલે પગાર વધી જશે. અમે તમને આપવા જઇ રહ્યા છે કેટલીક એવી ટિપ્સ, જેની મદદથી તમે તમારી જ કંપનીમાં તમારો પગાર વધારી શકો છો, જ્યાં તમે કામ કરી રહ્યા છો.

તો નોકરી બદલ્યા વગર તમારો પગાર વધે તેવી 9 ખાસ ટિપ્સ…

1. પોતાને સમજો લાભદાયી

સૌ પ્રથમ તો પોતાની અંદર જ એક વિશ્વાસ પ્રાપ્ત કરવાની જરૂર છે કે તમે સૌથી શ્રેષ્ઠ કરી શકો છો. તેની મદદથી તમે તમારા કામમાં સારું પ્રદર્શન કરી શકશો અને બૉસની નજરમાં આવી શકશો. જો તમે આમ કરવામાં સફળ થઇ જાઓ છો તો તમારી સામે જવાબદારીઓ વધી જશે અને એ તમને વધુ કમાણી કરાવામાં મદદ કરશે.

2. ઓળખો તમારું કામ છે શું

જ્યાં તમે કામ કરી રહ્યા છો ત્યાંના વર્ક કલચરને સમજવાની ખાસ જરૂર છે. આખરે જે કામ માટે તમને રાખવામાં આવ્યા છે તે કોઇપણ સ્થિતિમાં પૂરું થવું જોઇએ. જો તમે તમારા કામ સિવાય વધુ કંઇપણ કરવા માટે સમય કાઢી લો છો અને અન્યને મદદ કરો છો તો તેનાથી તમને ફાયદો મળી શકે છે. તમે સીધા બૉસ અને મેનેજમેન્ટની નજરમાં આવી જાઓ છો.

3. બોસને હંમેશા રાખો ખુશ

અમે તમને બોસની ચમચાગીરી કરવા માટે નથી કહી રહ્યા. પરંતુ તમે જેના માટે કામ કરી રહ્યા છો અથવા તો જે તમારો પગાર વધારી શકે છે તેને ખુશ રાખવા કોઇ ખરાબ વાત નથી. તેના માટે તમારે તમારા બોસની વાત માનવી જોઇએ. તેના દ્વારા કહેવામાં આવેલા કામને મહત્વ આપવું જોઇએ. તેના બદલામાં બોસ તમારી ભૂલ પર પડદો પણ ઢાંકી શકે છે.

4. પોતાને આગળ કરો

જો કોઇ એવું કામ છે જે અન્ય લોકો ન કરવા માંગે અથવા તો તે કામ કરવાથી બચે છે તો આવી જગ્યાએ તમે જાતે આગળ આવો. દાખલા તરીકે માર્કેટિંગ ક્ષેત્રમાં કોઇ સેલ્સનું કામ ન કરવા માંગતા હોય પરંતુ તેમાં ઘણી સારી કમાણી હોય છે. મુશ્કિલ કામ માટે પોતાને આગળ લાવો અને મહેનતથી કામ કરો. તેનાથી તમારી વેલ્યુ બોસ અને મેનેજમેન્ટની નજરમાં સારી બની જાય છે.

5. પોતાના અંગે કહો

જો તમને લાગે છે કે તમે સારું કામ કરી રહ્યા છો અને જેટલો પગાર મળી રહ્યો છે તેનાથી વધુના હકદાર છો તો આ અંગે વાત કરો. તમારી ક્ષમતાની દ્રષ્ટિથી પગારની માંગણી કરવી એ ભૂલ નથી અને નહીં તો આ વાત બોસને ખોટી લાગે છે. પરંતુ આ વાત તમારે ત્યારે કરવી જોઇએ જ્યારે તમે પોતાનાને શ્રેષ્ઠ પ્રદર્શિત સાબિત કર્યા હોય.

6. પૈસા માટે કામ કરો

જ્યારે તમને લાગે છે કે તમે તમારાથી ઉપરની પોસ્ટ પર કામ કરવા માટે લાયક થઇ ગયા છો તો તરત તે અંગે બોસ સાથે વાત કરો. તમે કંપનીમાં પૈસા માટે જ કામ કરવા માટે આવ્યા છો. તેનું કોઇ બીજું કારણ હોતું નથી. વાત કરવું જરૂરી હોય છે, કેટલીય વખત પહેલ ન કરવાના લીધે પ્રમોશન ઠંડું પડેલું રહે છે.

7. સેલ્સ અને માર્કેટિંગની તરફ ધ્યાન રાખો

તમારી કંપનીની સેલ્સ કે માર્કેટિંગ ટીમમાં સામેલ થવાનો પ્રયાસ કરો. આ કામ થોડુંક મુશ્કેલ ચોક્કસ છે પરંતુ તેમાં કમાણી ઘણી વધુ હોય છે. તેમાં આગળ વધવાનો ચાન્સ ઘણો વધી જાય છે. તેની સાથે જ પ્રોફિટની પણ કોઇ કમી નથી હોતી.

8. પોતાને યુનિક બનાવી રાખો

પોતાની કયારેય બીજા સાથે તુલના ના કરો અને ન તો બીજા જેવાની બનવાની કોશિષ કરો. કંપનીને હંમેશા પોતાની એક અલગ જરૂરિયાત મહેસૂસ કરાવો. જ્યારે તમારી ગણતરી અન્ય કર્મચારીઓની સાથે થવા લાગશે તો એ સ્થિતિમાં તમારું પ્રમોશન સ્ટોપ થઇ શકે છે. કંપનીની નજરમાં હંમેશા કંઇક અલગ કરનાર જ આવે છે.

9. તમારી ઉણપને ઓળખો

આમ તો પોતાની ઉણપને ઓળખવી અને તેને દૂર કરવું મુશ્કેલ હોય છે. પરંતુ આ એક જરૂરી વસ્તુ છે તેનાથી તમારો વિકાસ થઇ શકે છે. કેટલીય વખત સારું કામ કરવા છતાંય કેટલાંય લોકોને પ્રમોશન મળતું નથી. આથી જરૂરી છે કે તમારી અંદરની ઉણપને દૂર કરી લેવામાં આવે.

સોર્સ: ફેસબુક

Leave a Reply

error: Content is protected !!