ભારતની ૬૫ ભવ્ય સિઘ્ધિઓ – વાંચીને દરેક ભારતીયને ગર્વ થશે

પ્રસ્તુત છે એક પ્રતિષ્ઠિત અંગ્રેજી દૈનિકના પત્રકાર અજિત રાનડેએ સંકલિત કરેલી આવી ૬૫ સિઘ્ધિઓની યાદીઃ

૧. આપણું રાષ્ટ્ર વિશ્વભરમાં એકમાત્ર એવું રાષ્ટ્ર છે જેણે મુક્તિ મેળવતાંવેંત પહેલા દિવસથી જ પુખ્ત વયની દરેક વ્યક્તિને મતાધિકાર આપ્યો હતો. વિશ્વ્વના બીજા નંબરના વિરાટ ‘લોકશાહી રાષ્ટ્ર’ મનાતા અમેરિકાએ તેની આઝાદીનાં દોઢસો વર્ષ પછી આવો મતાધિકાર આપ્યો હતો. ભારતીય લોકશાહીની આ અજોડ સિઘ્ધિ ગણાય.

૨. સ્વાતંત્રતા મળ્યા બાદ ભારતે તરત વિશ્વમાં સૌથી વ્યાપક સ્તરે વિલીનીકરણની પ્રક્રિયા પાર પાડી હતી અને નાનાં નાનાં ૫૬૦ સ્વતંત્ર રાજ્યોને લોહીનું એક પણ ટીપું વહાવ્યા વગર અને બંદૂકની એકેય ગોળી છોડ્યા વગર અહંિસક રીતે ‘ભારત’ના એક રાષ્ટ્રમાં ભેળવી દીધાં હતાં.

૩. દુનિયાના કોઈ પણ દેશ કરતાં ભારતમાં સૌથી વઘુ ભાષાઓ બોલાય છે. દેશમાં ૨૯ ભાષાઓ બોલાય છે, જેમાં પ્રત્યેક ભાષા બોલનારી પ્રજાની સંખ્યા દસ લાખથી વધારે છે, જ્યારે કેનેડામાં ૧૯૬૦માં માત્ર બે ભાષા ‘અંગ્રેજી’ અને ‘ફ્રેન્ચ’ બોલનારી વસ્તી ભાષાના મુદ્દે એવી બાખડી પડી કે એ ટેન્શનમાં કેનેડાના લગભગ બે ભાગલા પડી ગયા. વિવિધતામાં એકતાએ ભારતીય સંસ્કૃતિની આગવી પહેચાન છે.

૪. આપણા દેશમાં આજની તારીખે કુળ મળીને ૧૬૫૦ જેટલી જુદી જુદી બોલીઓ બોલાય છે.

૫. આપણી કેન્દ્ર સરકારમાં લોકસભામાં લોહિયાળ સંઘર્ષ વગર કે રક્ત રેડાયા વિના ૧૫ વખત મોટાં સત્તા-પરિવર્તનો થયાં છે.

૬. ભારતીય બંધારણનો મુસદ્દો એક દલિત વિદ્વાને ઘડ્યો હતો.

૭. આપણે ત્યાં વિવિધ સાંસ્કૃતિક જૂથોની સંખ્યા સૌથી વઘુ છે. એટલે કે ભારત આ બાબતમાં વિશ્વ્વભરમાં મોખરે છે.

૮. વિવિધ જાતિ-કોમોના વૈવિઘ્યમાં પણ ભારત ‘નંબર વન’ છે.

૯. આખા જગતમાં કેવળ આપણા રાષ્ટ્રમાં ‘ચૂંટાયેલી વ્યક્તિ’નો આંકડો સૌથી વધારે છે. આવા નાગરિકોની સંખ્યા દસ લાખની છે, જેનું શ્રેય ‘પંચાયતી રાજ’ને આપવું જોઈએ.

૧૦. પંચાયતો વગેરેમાં ‘ચૂંટાયેલી સ્ત્રીઓ’ની સંખ્યા પણ બીજાં રાષ્ટ્રો કરતાં આપણા દેશમાં સૌથી વઘુ છે.

૧૧. એક સ્ત્રીના હાથમાં રાજ્યનું સુકાન સોંપનારા દેશોમાં ભારત પહેલવહેલું છે.

૧૨. કેવળ ભારતમાં જ સ્ત્રી ‘સ્પીકર’ તરીકે, રાષ્ટ્રપ્રમુખ તરીકે અને ચાર રાજ્યોમાં મુખ્ય પ્રધાન તરીકે તેમજ વિરોધ પક્ષની નેતા તરીકે રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવે છે.

૧૩. ‘આણ્વિક બિન-પ્રસારણ કરાર’ (ન્યુક્લિયર નોન-પ્રોલિફરેશન ટ્રીટી) પર સહી કરવાનો સૈઘ્ધાંતિક રીતે ઇનકાર કરનારા વિશ્વનાં માત્ર ત્રણ રાષ્ટ્રોમાં ભારતનો સમાવેશ થયો છે.

૧૪. સમગ્ર વિશ્વ્વના બહિષ્કાર છતાં ભારતે જાતે કુશળતાપૂર્વક ન્યુક્લિયર ટેકનોલોજી વિકસાવી છે.

૧૫. ભારત સૌથી સસ્તા ખર્ચે આણ્વિક ઊર્જા પેદા કરે છે. કિલોવોટદીઠ ૧૭૦૦ ડોલરનો ખર્ચ થાય છે.

૧૬. ભારત એકમાત્ર એવું રાષ્ટ્ર છે, જે થોરિયમ-આધારિત અણુ-ઊર્જા વિકસાવે છે.

૧૭. દેશની અંદર સંદેશવ્યવહાર માટે સેટેલાઈટની સુવિધા ઊભી કરનારા દેશોમાં ભારત પહેલવહેલું રાષ્ટ્ર છે.

૧૮. અવકાશમાં કમર્શિયલ સેટેલાઈટો સૌથી સસ્તી કંિમતે મૂકવામાં ભારત મોખરે છે.

૧૯. આણ્વિક સબમરીન શરૂ કરનારા દુનિયાભરના માત્ર પાંચ દેશોમાં ભારતનું નામ છે.

૨૦. ચંદ્ર પર માનવરહિત યાન મોકલનારાં પાંચ રાષ્ટ્રોમાં ભારતે સ્થાન મેળવ્યું છે.

૨૧. સૌથી સસ્તા દરે સ્ટીલનું ઉત્પાદન ભારત કહે છે.

૨૨. સૌથી સસ્તા ખર્ચે એલ્યુમિનિયમના ઉત્પાદનમાં ભારત મોખરે છે.

૨૩. સસ્તામાં સસ્તા દરે સિમેન્ટ ભારતમાં બને છે.

૨૪. સૌથી કિફાયત કંિમતે ફર્ટિલાઈઝરો પણ ભારતમાં જ પેદા કરાય છે.

૨૫. ‘કોપર સ્મેલ્ટર’નું એકમાત્ર સૌથી મોટું મથક ભારત છે.

૨૬. વાયરલેસ ટેલિફોનની સૌથી સસ્તી ડિલિવરી ભારતમાં થાય છે.

૨૭. ટેલિ-કોમ્યુનિકેશનનું બજાર ભારતમાં સૌથી વઘુ ઝડપે થઈ રહ્યું છે.

૨૮. મોબાઈલમાં સૌથી વઘુ ‘મિસ કોલ’નો ઉપયોગ ભારતીયો કરે છે.

૨૯. દુનિયાનું સૌથી સસ્તું ‘સુપરકમ્પ્યુટર’ ભારત પાસે છે.

૩૦. સૌથી સસ્તી (નેનો)કાર પહેલીવાર ભારતે બનાવી છે.

૩૧. ટુ-વ્હીલર્સ વાહનો વિશ્વ્વભરમાં સૌથી વઘુ ભારતમાં બને છે.

૩૨. સૌથી ઓછા ખર્ચે ઉત્કૃષ્ટ કક્ષાની આંખની શાસ્ત્રક્રિયા કેવળ ભારતમાં ઉપલબ્ધ છે.

૩૩. દરરોજ ‘મોતિયાનાં ઓપરેશનો’ની સંખ્યા ભારતમાં સૌથી વઘુ છે, જેનો ખર્ચ ઇંગ્લેન્ડ કરતાં માત્ર એક ટકા જેટલો છે.

૩૪. એક જ સ્થળે આવેલી ‘ઓઈલ રિફાઈનરી’ની ક્ષમતામાં ભારત મોખરે છે. આ ક્ષમતા લગભગ ૭ કરોડ ટનની છે.

૩૫. દૂધનું સૌથી વઘુ ઉત્પાદન ભારતમાં થાય છે. આ આંકડો દસ કરોડ ટનનો છે.

૩૬. વિશ્વ્વની સૌથી વિરાટ દૂધ-ઉત્પાદક સહકારી મંડળી ભારતમાં છે, જેમાં ૨૬ લાખ સભ્યો છે.

૩૭. માખણ (બટર)ના ઉત્પાદનમાં પણ ભારત પ્રથમ નંબરે છે.

૩૮. કઠોળના સૌથી વઘુ ઉત્પાદન અને વપરાશકાર દેશોમાં ભારતે સ્થાન મેળવ્યું છે.

૩૯. સાકરના ઉત્પાદનમાં ભારત આખી દુનિયામાં બીજા નંબરે છે.

૪૦. રૂના ઉત્પાદનમાં ભારત ત્રીજા ક્રમે આવે છે.

૪૧. સોનાની આયાત કરનારા દેશોમાં ભારત ટોચ પર છે. દર વરસે ૭૦૦ ટન સોનું આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ.

૪૨. સૌથી વઘુ સોનું ભારતમાં વપરાય છે.

૪૩. દુનિયાભરમાં પોલિશ કરાતા અને ત્યાર પછીના ‘પ્રોસેસ’માંથી પસાર કરાતા તમામ હીરામાંના ૯૦ ટકા ડાયમન્ડ ભારતમાં તૈયાર થાય છે.

૪૪. શેરબજારમાં લેવડદેવડના સૌથી વઘુ સોદા કરવામાં ભારતનું ‘સ્ટોક એક્સચેન્જ’ દુનિયામાં ત્રીજા નંબરે છે.

૪૫. સૌથી વઘુ પોસ્ટ-ઓફિસો આપણા દેશમાં છે. આ સંખ્યા દોઢ લાખ જેટલી છે.

૪૬. આપણા દેશમાં બેન્કના ખાતેદારોની સંખ્યા પણ સૌથી વધુ છે.

૪૭. ખેતીવાડીના જમીનધારકો (એગ્રિકલ્ચરલ પ્લોટ-હોલ્ડર્સ)ની સંખ્યા પણ ભારતમાં સૌથી વઘુ છે.

૪૮. બિન-રહેવાસી (એન.આર.આઈ.) ભારતીયો દ્વારા ભારતમાં મોકલાતી રકમ સૌથી વઘુ છે. આ આંકડો પર (બાવન) અબજ ડોલર જેટલો છે.

૪૯. દેશની અંદર (ઇન્ટ્રા-કન્ટ્રી) પરસ્પર ચુકવાતાં નાણાંનું પ્રમાણ પણ ભારતમાં સૌથી વઘુ છે.

૫૦. ભારતમાં વિશ્વ્વનું સૌથી વિરાટ રેલવે નેટવર્ક છે.

૫૧. ભારતીય રેલવેતંત્રમાં વિશ્વ્વની કોઈપણ કંપની કરતાં સૌથી વઘુ એટલે કે દોઢ કરોડ કર્મચારીઓ છે.

૫૨. રોજંિદા રેલવે મુસાફરોની સંખ્યા ભારતમાં સૌથી વઘુ છે.

૫૩. દુનિયાનું બીજા નંબરનું સૌથી વિશાળ એરપોર્ટ દિલ્હીમાં આવેલું છે.

૫૪. વિશ્વ્વનો સૌથી ઊંચો બ્રિજ બાંધનારા દેશોમાં ભારતે સ્થાન મેળવ્યું છે. આ પુલ લેહ નજીક બંધાયો છે.

૫૫. વિશ્વ્વનો સૌથી ઊંચો વાહન-રસ્તો ભારતમાં છે. ‘ખારડુંગ લા’ નામે ઓળખાતો આ રસ્તો ૫૬૦૦ મીટર ઊંચો છે.

૫૬. ભારતમાં દર વરસે સૌથી વધારે ફિલ્મોનું નિર્માણ થાય છે.

૫૭. ભારતની મઘ્યાન્હ-ભોજન (મિડ-ડે મીલ) યોજના દુનિયાની સૌથી મોટી સ્કૂલ-લંચ સ્કીમ છે, જેની હેઠળ દરરોજ ૧૨ કરોડ વિદ્યાર્થીઓને ભોજન અપાય છે.

૫૮. ભારતની ‘રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના’ વિશ્વ્વની સૌથી મોટી સરકારી યોજના છે.

૫૯. ક્રિકેટની ટેસ્ટ મેચોમાં સૌથી વઘુ રન કરવામાં ભારત ત્રીજા નંબરે છે.

૬૦. ભારતીય ક્રિકેટરોએ ટેસ્ટ મેચો અને વન-ડે ક્રિકેટમાં સૌથી વઘુ સેન્ચુરીઓ ફટકારી છે.

૬૧. ભારતે ક્રિકેટમાં બબ્બે વખત ‘વિશ્વ્વ-કપ’ જીત્યો છે.

૬૨. જગતભરમાં સૌથી વિરાટ ધાર્મિક મેળો ભારતમાં ભરાય છે, જે ‘કુંભમેળા’ તરીકે જાણીતો છે. આ મેળામાં ૩ કોડ શ્રદ્ધાળુઓ એકઠા થાય છે અને તેમાં કોઈ અણબનાવ કે દુર્ઘટના બનતી નથી.

૬૩. ભારતમાં સ્વતંત્ર માલિકીનાં સૌથી વઘુ વર્તમાનપત્રો પ્રગટ થાય છે.

૬૪. પ્લાસ્ટિકની નાનકડી થેલીઓ કે પાઉચ (સેશે) અને માઈક્રો-ફાઈનાન્સની ક્રાંતિનાં પગરણ સૌપ્રથમ ભારતમાં થયાં હતાં.

૬૫. ‘માહિતી મેળવવાના અધિકાર’ (રાઈટ ટુ ઇન્ફર્મેશન)ને મૂળભૂત હકમાં સામેલ કરનારા ગણ્યાગાંઠ્યા દેશોમાં ભારતનો સમાવેશ થયો છે

આપણા દેશની આ સિધ્ધિઓ વિષે તમને આજે જ ખ્યાલ આવ્યો હોય તો બીજા મિત્રો સાથે પણ અચૂક શેર કરજો. જય હિન્દ !!

Leave a Reply

error: Content is protected !!