ઇન્ડિયા Vs પાકિસ્તાન મેગા-ફાઈનલ : શું તમે આ ૭ તથ્યો જાણો છો ?

ભારતે બાંગ્લાદેશ સામે ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી સેમી ફાઈનલમાં ચમકદાર મેચ રમીને ૯ વિકેટે મેચ જીતીને રવિવારે પાકિસ્તાન સામે મેચ રમશે.

ટુર્નામેન્ટની શરૂઆતથી ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત બધાનું પ્રિય રહું છે, પરંતુ પાકિસ્તાન સરપ્રાઈઝ પેકેજ તરીકે ઉભરી આવ્યું છે. લીલી જર્સીવાળા રમતવીરો એ ઈંગ્લેંડને ૭ વિકેટે હરાવીને ફાઈનલમાં આવવાનો રસ્તો બનાવ્યો છે.

આ એપિક કલેશના આ રહ્યા ૭ તથ્યો:

૧. ભારત અને પાકિસ્તાન આઈસીસી ચેપ્મિયન્સ ટ્રોફીમાં અત્યાર સુધીમાં ૪ મેચ રમી ચુક્યા છે. બંન્ને ટીમ ગળાકાપ રમતમાં નેક ટુ નેક રમીને ૨-૨ મેચ જીતી ચુક્યા છે.

૨. બન્ને ટીમ ફાઈનલમાં પહેલી વાર એકસાથે પહોંચી છે.

૩. અત્યારની ચાલુ ટુર્નામેન્ટમાં પાકિસ્તાને ભારતને લીડ કરેલ છે. તો પણ ભારતે ગ્રુપ બી ની મેચમાં પાકિસ્તાનને ૧૨૪ રનથી હરાવીને હિસાબ બરાબર કરી લીધો છે.

૪. પાકિસ્તાનનો ઓલ રાઉન્ડર પ્લેયર શોએબ મલિક એક જ એવો પ્લેયર છે જેને ચેમ્પિયન્સ ટ્રોફી ની ભારત પાકિસ્તાનની મેચમાં  સેન્ચુરી કરી હતી. ૨૦૦૯ માં તેણે ૧૨૬ બોલ માં ૧૨૮ રન કર્યા હતા અને તેની ટીમને ૫૪ રનથી જીતાડી હતી.

૫.ભારતના કોઈ પણ ખેલાડીએ પાકિસ્તાન સામે સેન્ચુરી કરી નથી.

૬.આ બીજી વખત છે જયારે ભારત પાકિસ્તાન સામે આઈસીસી માં રમી રહ્યું છે. આની પહેલા, બન્ને બાજુએ ૨૦૦૭માં ટી૨૦ વલ્ડ કપમાં ફાઈનલમાં સામસામે રમ્યા હતા.

૭.આઈસીસી ટી૨૦ વલ્ડ કપ મહેન્દ્રસિંહ ધોની નાં કપ્તાનપદે પ્રથમ ટુર્નામેન્ટ હતી અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી કોહલીની સ્કીપર બન્યા પછીની પ્રથમ મેચ છે. બંને વખતે ભારત ફાઈનલમાં પહોચ્યું અને પાકિસ્તાન સામે રમ્યું હતું.

This Article is Protected with Copyright © 2017 with DeuceN Tech. All rights reserved.

Leave a Reply

error: Content is protected !!