શું છોકરીઓ, છોકરાઓ કરતા ખરેખર સ્માર્ટ હોય છે, કે ગપ્પુ જ ?

એક દિવસ એક છોકરી ગોલ્ફ રમતી હતી. તેણીએ જોરથી બોલને માર્યો અને ઝાડીઓમાં ચાલ્યો ગયો.

તેણી બોલ લેવા પાસે ગઈ તો જોયું કે ત્યાં એક દેડકો ફસાયેલો હતો.

દેડકા કે તેણીને કહ્યું, “ જો તું મને અહીથી બહાર કાઢે તો હું તારી ત્રણ વિશ પૂરી કરું.”

છોકરીએ દેડકાને જેવો છોડાવ્યો કે દેડકાએ કહ્યું, “ અરે…થેન્ક્સ…પણ ભૂલથી હું તારી વિશ સાથે કંડીશન રાખતા ભૂલી ગયો છું.”

છોકરી : કેવી કંડીશન ?

દેડકો : તું જે કઈ પણ વિશ કરીશ તેનાથી ૧૦ ગણું વધારે તારા પતિને મળશે.

છોકરી : સારું…

છોકરીની પેલી વિશ : મારે દુનિયાની સૌથી સુંદર સ્ત્રી બનવું છે…દેડકાએ તેણીને ચેતવી, “ધ્યાન રાખજે આ વિશની સાથે તારો પતિ દુનિયાનો સૌથી હેન્ડસમ પુરુષ બની જશે…અને છોકરીઓના ટોળાઓ તેની આસપાસ ફરવા લાગશે…

છોકરી : વાંધો નહિ, જો હું સૌથી સુંદર હોઈશ એટલે તે પણ મારા પર જ ફિદા હશે…

દેડકો : કાઝમ…છોકરીની વિશ પૂરી કરો…!!

તે તો બની ગઈ દુનિયાની સૌથી વધુ સુંદર સ્ત્રી…

છોકરીની બીજી વિશ : મારે દુનિયામાં સૌથી વધુ ધનવાન થવું છે…દેડકાએ તેણીને કહ્યું, “ ધ્યાન રાખજે કે તારો પતિ તારાથી દશ ગણો ધનવાન થઇ જશે.”

છોકરી : વાંધો નહિ…જે મારું છે તે તેમનું છે અને જે તેમનું છે તે મારું…

દેડકો : કાઝમ…છોકરીની વિશ પૂરી કરો…!!

તે તો બની ગઈ દુનિયાની સૌથી વધુ ધનવાન સ્ત્રી…

છોકરીની ત્રીજી વિશ : મને જરાક હળવો એવો હાર્ટ એટેક આવે…! :O

મોરલ : છોકરીઓ બહુ સ્માર્ટ હોય છે…તેઓની સાથે પંગો ના લેવો…! 😀

 

એટેન્શન ! ફીમેલ રીડર્સ ધ્યાન દે…તમારા સૌ માટે આ જોક અહી જ પૂરો થઇ ગયો છે. તમે અહી જ થોભો અને ખુશ રહો…!

 

પુરુષ મિત્રો , “તમે નીચે સ્ક્રોલ કરો….”

.

.

.

.

.

.

.

.

.

.

.

અને થયું એવું કે તેણીના પતિને પેલી કરતા પણ ૧૦ ગણો વધારે હળવો જટકો આવ્યો…”

મોરલ ૨ (સાચો મોરલ): છોકરીઓ ફક્ત સ્માર્ટ નહિ…ઓવર સ્માર્ટ પણ હોય છે…ખી ખી ખી

જો તમે છોકરી છો અને હજુ સુધી તમે આ વાંચો છો એનો મતલબ કે છોકરીઓ કોઈનું માને તો નહિ જ હો…! 😉

બહેનો હળવાશથી લેવું , ગમ્મત કરવાની, મજ્જાની લાઈફ

Leave a Reply

error: Content is protected !!