રાષ્ટ્રપતિ પદ ના પ્રબળ દાવેદાર શ્રી રામનાથ કોવિંદ વિશે જાણવા જેવી વાતો

ભારત ના રાષ્ટ્રપતિ ની ચૂંટણી નજીક ના ભવિષ્ય માં થવા જઈ રહી છે. અત્યારે હાલ ની સરકાર એટલે કે મોદી સરકારે રામનાથ કોવિંદ ની રાષ્ટ્રપતિ ના ઉમેદવાર તરીકે પસંદગી કરી છે. પહેલી ઓક્ટોબર 1945 ના રોજ જન્મેલા રામનાથ કોવિંદ એ કાનપુર ઉત્તર પ્રદેશ ના વતની છે. એમને ભૂતકાળમાં કાયદા નો અભ્યાસ કર્યો છે.  દલિતોમાં એક મોટા નેતા તરીકે પણ જાણીતા છે.

તેમણે અભ્યાસ માં B.com ની ડિગ્રી અને ત્યારબાદ LLB ડિગ્રી કાનપુર યુનિવર્સિટી માંથી મેળવી છે. સન 1971 માં તેઓ દિલ્લી બાર કાઉન્સીલ માં વકીલ તરીકે એમને સભ્યતા મેળવી. ગરીબો, મહિલાઓ અને સમાજ ના એક એવા ગરીબ વર્ગ ને મફત માં કાયદાકીય સલાહ મળે એની માટેની સંસ્થા ની સ્થાપના કરી.

પોતાના કારકિર્દી ની શરૂવાત થી જ તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. તેઓ ઉત્તરપ્રદેશ રાજ્ય તરફથી બે વાર રાજ્ય સભા ના સભ્ય રહી ચૂક્યા છે. પહેલી વાર સન 1994થી 2000 માટે અને બીજી વાર 2000 થી 2006 માટે ભારતીય જનતા પાર્ટી તરફથી રાજય સભામાં સભ્યપદ મેળવ્યું હતું.તેઓ વડા પ્રધાન મોરારજી દેસાઇ ના પર્સનલ અસિસ્ટેંટ (અંગત મદદનીશ)સન  1977 થી 1978 રહી ચૂક્યા છે.

લખનૌ ની ડૉ. બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી  ના મેનેજમેંટ માં તેઓ રહી ચૂક્યા છે. આ ઉપરાંત, દુનિયા ની પ્રખ્યાત સંસ્થા ઇંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેંટકોલકાતા (IIM Kolkata)ના ગવર્નિંગ બોડી માં તેઓ પોતાનું અભૂતપૂર્વ યોગદાન આપી ચૂક્યા છે. તેઓ યુનાઇટેડ નેશન્સ(UN)માં ભારત તરફથી પ્રતિનિધિત્વ કર્યું છે અને ઓક્ટોબર 2002 માં યુએન ની સામાન્ય સભા ને સંબોધી પણ છે. ઓગસ્ત 2015 થી તેઓ બિહાર ના રાજયપાલ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ બીજા બધા નેતા ની જેમ ખાલી બોલવા કરતાં કામ કરવાની પધ્ધતિ માં વિશ્વાસ રાખે છે.  નસીબ ની વાત તો જુઓ મિત્ર,એક વાર જેમને રાષ્ટ્રપતિ ના પ્રોગ્રામ માં પ્રવેશવા દીધા ના હતા, અને આજે એ જ વ્યક્તિ દેશની સૌથી શક્તિશાળી વ્યક્તિ બનવા જઈ રહી છે. રાષ્ટ્રપતિ બનવાની પસંદગી માં શ્રી રામનાથ કોવિંદ નું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. માણસ ની મહેનત, આવડત અને નસીબ હમેશા એને એના ધાર્યા કરતાં વધારે એને આપે જ છે. આજ કુદરત નો નિયમ પણ છે.

લેખક: નિશાંત પંડ્યા

This Article is Protected with Copyright © 2017 with DeuceN Tech. All rights reserved.

Leave a Reply

error: Content is protected !!