નાના બાળકો પણ બોલી શકે છે – એમની ક્યુટ વાત સાંભળજો

તમે ક્યારેક નાના બાળકને ધ્યાનથી જોયા છે? દુનિયા નો સૌથી માસૂમ અને નિર્દોષ વ્યક્તિ હોય છે. નાનું બાળક બોલી ના શકે. પણ તમે એને ધ્યાનથી જોશો તો તમને ખબર પડી જશે કે એ ઘણું બધુ કહેવું હોય છે પણ એ કહી શકતું નથી. જો તમે સારા રીતે ઓબ્સર્વ કરો તો એના મોઢા ના હાવ-ભાવ પરથી ખબર પડી જાય.

“આ મારી આજુ બાજુ કેટલા મોટા મોટા માણસો હોય છે. આ લોકો મારાસામે તોતડું તોતડું કેમ બોલે છે? અને વળી પાછું એમના જ ઉમર ના લોકો ની સાથે વાત કરે તો પાછા રેગ્યુલર અવાજમા વાત કરે. આવું કેમ કરતાં હશે? હું તો મસ્ત મારા મમ્મી ના ખોળા માં બેઠો હોવ તો લોકો મને જોયા જ કરે જોયા જ કરે. મારા સામે જોઈને સ્માઇલ આપ્યા જ કરે, આપ્યા જ કરે. હું તો મારા મમ્મીનો હાથ તો છોડતો જ નથી અને જો એ મને નીચે ક્યાંક મૂકે તો હું તો જાણી જોઈને રડવા લાગુ એટલે પછી પાછા હું તો પાછા મમ્મીના ખોળામાં. એટલે હું તો ખુશ. ખબર નહીં લોકો કેમ મને પોતાના ખોળા માં લેવા આટલા ઉત્સાહિત હોય. મને તો ખબર નથી પડતી. બધા લોકો મને એમના ખોળા માં લે છે?

પણ, કેમ જાણે મારા મમ્મી પપ્પા ને એ લોકો નહીં લેતા?ખબલ જ નહીં આ લોકો એ માલા કાનમાં કાણાં કેમ પાડ્યા હશે? જોયું પાછું, આ મોટા લોકોને પાછું મારાથી તોતડું બોલાઈ ગયું. મને આ લોકો કહે કે માલા બેટાને લલવું (રડવું) આવે છે?રડવું આવે તો રડું જ ને, એમાં આવું કેમ એ લોકો પૂછતાં હશે?બધા જ મને જુદા જુદા નામથી બોલાવે છે. કોઈ જાડુ કહે, કોઈ ગાલ ફુલેલું કહે, તો કોઈ સ્વીટુ કહે, તો કોઈ ગોલું કહે. સૌથી વધારે મજા ઊંઘવાની આવે.એ આખો દિવસ મસ્ત ઊંઘ્યા જ કરો, ઊંઘ્યા જ કરો. અરે!! જુઓ તો ખરા, પેલા કાકા મને કેવી રીતે જોયા કરે છે?

આ ખરું હો, અમુક વાર એવી રીતે લોકો જુવે, મને તો બીક જ લાગી જાય એટલે પાછો હું મમ્મીને જોરદાર હગુ કરી દઉં એટલે પાછા હું સૌથી સેફ થઈ જાવ. સવારે ઉઠો એટલે દાદીમા એમના ઘૂંટણ પર પર બેસાડી ને એવી મસ્ત કરસત મને કરાવે. સૂરજ દાદા ના સવાર ના તાપ માં અને તેલ ની માલિશ કરો અને મસ્ત તાપ ના બેસીને ગબડ્યા જ કરો ગબડ્યા જ કરો અને પછી નાના એવા બાથ ટબ માં છબછબિયા કરવાની કેવી સરસ મજા?!!!!

મને તરસ લાગે તો અંગુઠો હું તો મોઢા માં નાખી દઉં. શું કરું હું?!! હું બોલી શકતો નથી એટલે મોઢામાં અંગુઠો નાખતા જુઓ એટલે તરત જ ભૂ ભૂ(પાણી) આપી દે. પછી તો મસ્ત એ હીંચકા ખાતા ખાતા હું સૂઈ જાવ. સાંજે મમ્મી કોઈ “ચૂ – ચૂ” અવાજવાળા બૂટ પહેરાવે.આ બૂટ પહેર્યા પછી ચૂ ચૂ અવાજ ક્યાંથી આવે? પણ મને તો ઘૂંટણથી જ ચાલવાની મજા આવે. બે પગેથી ચાલુ તો હું પડી જાઉં તો??!!!!

હમણાં હમણાં જ હું નવી એક વસ્તુ શીખ્યો છુ કે ‘જે જે કરવાનું(પગે લાગવાનુ/ પ્રણામ કરવાનું)’. જ્યાં જ્યાં હું જાવ, મારા મમ્મી પપ્પા કહે કે ચાલો આમને ‘જે-જે’ કરો.  રાતે મને મારા દાદા દાદી મને ભગવાન નું પ્રાર્થના કે ભજન સંભળાવે. રાતે હું જાણી જોઈને મારા મમ્મી પપ્પા ને હેરાન કરું. શું કરું રાતે કોઈ મારા સાથે કોઈ વાત કરવા માટે હોતું જ નથી ને. મારા માટે મારા મમ્મી પાપા ને જાગવું પડે છે. સો સોલી, મમ્મી પપ્પા. હજુ તો વધારે વાત છે. પણ, પછી ક્યારેક વાર કરીશ.  ચાલો હું જાવ. હું તમારા સાથે ક્યારનોય વાત કર્યા કરું છુ અને એક આંટી મને ક્યારનાય પુછયા કરે છે કે માલા પાસે આવવું છે. માલા પાસે આવવું છે? તો ચાલો હું તો રમવા ચાલ્યો.આવજો ”

લેખક: નિશાંત પંડ્યા

Leave a Reply

error: Content is protected !!