માબાપ ની માયા – દરેક સંતાને સમજવા જેવી કથા

આશિયાના દરવાજો ખોલીને છૂપી રીતે પોતાના માતાપિતા ઊંઘમાં હેરાન ના થાય એ રીતે એમનો છેલ્લી વાર ચેહરો જોઈ રહી હતી. એ જોતાં જોતાં એનાં નાનપણ થી લઈ ને  અત્યાર સુધી માં બધી જ યાદો આંખ સમક્ષ આવી ગઈ. એ બધુ યાદ આવી જતાં આંખ માથી પાણી નીકળી ગયું. દુર થી જ એને પોતાના માબાપ ને પગે લાગી લીધું. અડધી રાત થઈ ગઈ હતી તો પણ એ નાઇટ ડ્રેસ નહીં પણ સલવાર કમીઝ પહેર્યા હતા. એક આંસુ હાથ ની ઘડિયાળ પર પડતાં એની નજર ટાઇમ પર પડી. ધીમેથી દરવાજો બંધ કરીને પોતાના રૂમ માં જતી રહી. એને ફરીથી પોતાના નિર્ણય પર વિચાર કર્યો. પણ, પાછી એ પોતાના નિર્ણય પર જ અટકી રહી. રાતના પ્રવાસ દરમ્યાન હેરાન ના થવાય એ માટે એને પહેલે થી ઓછું ખાધું થતું. પોતાના બેગ માં પોતાની કિંમતી વસ્તુઓ જેમ કે ક્રેડિટ કાર્ડ, હેડફોન, મોબાઇલ ચાર્જર વગેરે બધુ જ લઈ લીધું અને પછી મોબાઇલ માથી માય લાઇફલાઇન નામ થી સેવ કરેલા નંબર પર મેસેજ કર્યો કે હું ઘરે થી નિકળૂ છું.

બહાર નીકળી સ્પેશિયલ રિક્ષા રેલ્વે સ્ટેશન માટે કરી. માબાપ નો ચેહરો હજુ પણ એની સામે જ આવી રહ્યો હતો.રસ્તા માં જતાં જતાં એને યાદ આવ્યું કે એ નાની હતી ત્યારે એ દરરોજ પોતાના પપ્પા ઘરે આવે ત્યારે એક જ સવાલ પૂછતી કે,”ડેડ્ડા, તમે માલા માટે શું લાવ્યા?”એ સવાલ પછી એ કોને પૂછશે. નાનપણ થી જ એની મમ્મી આશિયાના ને એક જ વસ્તુ ની સલાહ આપતી રહતી કે ,“ બેટા, આ વસ્તુ આવી રીતે નહીં પણ આમ કરાય, સાસરે જઈને શું કરીશ તું?” પોતે જ્યારે બીમારી પડી હતી ત્યારે 21 વર્ષ ની ઉમરે પણ બિલ્ડિંગ માં લિફ્ટ બગડી ગઈ ત્યારે એના પપ્પા એને ઊંચકીને 5 માં માળ સુધી ઘરે લઈ ગયા હતા. એની મમ્મી આખી રાત જાગી જાગીને એક બાજુ ભગવાનની ધૂન ગાય અને બીજી બાજુ ગરમ પાણી ના માથા પર પોતા મૂકી આપે અને જો પરીક્ષા ના સમયે આશિયાના બીમાર પડે તો મમ્મી પોતે બધુ વાંચીને આશિયાના ને સંભાળાવી આપે અને પપ્પા એને સ્પેશિયલ કાર માં એના પરીક્ષા ખંડ મા મૂકી આવે. ખુશી હોય કે દુખ. એના માબાપ બધી જ પરિસ્થિતી માં એની સાથે રહતા. પોતે ભીની જગ્યા એ રહીને આશિયાના ને કોરી અને ચોખ્ખી જગ્યા એ સુવડાવી હતી. આ બધા જ વિચાર એને એના મન માં ચાલ્યા કરતાં હતા. “મેડમ, સ્ટેશન આવી ગયું” આટલું રિક્ષાવાળો બોલતા જ એકદમ જ ઝબકી ગઈ.મોઢા પર ઓઢણી બાંધી હોવાથી રિક્ષાવાળા ને એ નો ચેહરો દેખાયો નહીં. આશિયાના પણ રૂપિયા આપીને રિક્ષા વાળા ને ત્યાંથી રવાના કરી દીધો.

એનો  બોયફ્રેંડ પહેલે થી જ દૂર કોઈ નાનકડા ગામ ની ટિકિટ લઈને તૈયાર જ હતો. પણ, બે દિવસ પહેલા સૌથી ઉત્સાહિત રહેલી આશિયાના ના ચહેરા પર એ ઉત્સાહ હવે દેખાતો ન હતો. એના બોયફ્રેંડ એ એનો હાથ પકડી લીધો.  એ જેમ જેમ સ્ટેશન ના પ્લૅટફૉર્મ તરફ ચાલે તેમ તેમ એનું દિલ ભારે ભારે લાગે. એક પ્રેમ મેળવવાની જીદ માં દુનિયા નો સૌથી મોટો પ્રેમ ગુમાવવાનો વારો આવે એવું હતું. આંખ માથીઆંસુ નિકળી રહ્યા હતા. આવતી ટ્રેન એને એના બધા જ નજીક ના માણસો(એના માબાપ, એના સંબંધીઓ) એ એને સદાય માટે કોઈ દૂર જગ્યા એ લઈ જશે એનો એહસાસ થતો હતો. રેલ્વે સ્ટેશન પર ચાલતું કામ ચાલતું હોવાને લીધે “આગળ વધવું નહીં” એના પોસ્ટર લાગેલા હતા, જે એના “ના જવાની” સંકેત આપી રહ્યું હતું.

હજારો વિચારો સાથે આશિયાના એ એના બોયફ્રેન્ડ સાથે એક બેન્ચ પર બેઠી અને છેલ્લે એ વાક્ય કહી જ દીધું,”I am sorry, Rahul. મને પ્લીઝ માફ કરી દે. મારા થી નહીં થાય આ બધુ, તું પ્લીઝ મને ખોટું ના સમજીશ. આપણે ભાગીને ભલે હંમેશા માટે એકબીજા ના થઈ જઈશું, પણ એવી ઘણી બધી વસ્તુઓ એ છે જે હંમેશા માટે આપણા હાથ માંથી જતી રહશે, એ છે માબાપ નો પ્રેમ અને સંબંધો. પણ, આપણે સ્વાર્થી બની ને આ સ્ટેપ લઇશુ તો એની મારા ફૅમિલી અને મારા માબાપ ની બહુ જ બદનામી થશે. તને કદાચ મારા જેવી છોકરી મળી જશે, પણ મારા મમ્મી પપ્પા ને મારા જેવી છોકરી નહીં મળે. હું એમના જીવ ને એમના આખા લાઇફટાઇમ માટે દુખી ના કરી શકું. એ લોકો એ જે ડીસીઝન લીધુ હશે એ કઈક વિચારીને જ લીધું હશે. મારા માબાપ એ પોતે પેટે પાટા બાંધી ને મને અહીં સુધી પહોચાડી છે. હું એમને એમની મેહનતનું ફળ એ રીતે ના આપી શકું. કોઈ માંબાપ માટે એમની છોકરી નું કન્યાદાન કરવું એ એમના માટે જિંદગી નો સૌથી અમૂલ્ય લ્હાવો હોય છે. ભગવાન પણ એમના થી આ હક છીનવી ના શકે તો હું એમનાથી આ હક કેવી રીતે છીનવી શકું? એમને દુખી કરીને હું કોઈ દિવસ સુખી નહીં રહી શકું.”આટલું કહીને એ બેન્ચ પર જ બેઠા બેઠા રડી પડી.રાહુલ પણ સમજી ગયો કે હવે આશિયાના ને મનાવવી અઘરી છે. એનું દિલ આ બધુ માનવા તૈયાર જ ન હતું. પણ, જો જોર જબરદસ્તી એ લગ્ન કરત તો એ એ નો પ્રેમની નિષ્ફળતા હોત. આ બધું સાંભળી ને એ પણ બેન્ચ પર બેસી ને રડવા લાગ્યો. પણ રાહુલ ની ખુશી તો આશિયનાની ખુશી મા હતી એટલે જ તો રાહુલ પોતે આશિયાના ને એના ઘર સુધી મૂકવા ગયો. ફટાફટ આશિયાના ઘરે પહોચીને સૂતેલા માબાપ ની વચ્ચે જઈને જ સૂઈ ગઈ અને બંને ના ગાલ પર એક એક ચૂમ્મી કરી લીધી.

લેખક: નિશાંત પંડ્યા

This Article is Protected with Copyright © 2017 with DeuceN Tech. All rights reserved.

 

Leave a Reply

error: Content is protected !!