દુનિયાની દરેક સાસુ-વહુ ને એક શીખ આપતી સત્ય હકીકત

હમણાં થોડા દિવસ પહેલા અમદાવાદમાં એક કાર્યક્રમમાં ગયો હતો. મારા સાઢુભાઈના એક મિત્ર અમદાવાદમાં જ્યાં કાર્યક્રમ હતો એની બાજુમાં જ રહેતા હતા એટલે સાઢુભાઈએ કહ્યું કે તું ત્યાં જાય છે તો એના ઘરે જજે મળવા જેવા માણસ છે. રમેશભાઈ ડોબરિયા નામના આ બિલ્ડર કરોડોપતિ છે પણ અત્યંત સરળ સ્વભાવના છે.

રમેશભાઈનો બહુ મોટો બંગલો હતો. મોટા ભાગના બંગલા ભૌતિક સુવિધાઓથી ભરેલા મકાન જ હોય છે જ્યારે રમેશભાઈનો બંગલો મને લાગણીઓથી ભરેલા ઘર જેવો લાગ્યો. આજે એવી પરિસ્થિતિ છે કે વહુ સાસુને સાથે રાખવા તૈયાર નથી ત્યારે આ ઘરમાં માત્ર સાસુ અને વહુ સાથે રહે છે એમ નહિ સાસુના સાસુ અને એના સાસુ પણ સાથે રહે છે.

ફોટોમાં પાંચ બહેનો દેખાય છે એ પાંચ બહેનોમાં સૌથી પહેલા બેઠેલા માજી 102 વર્ષના છે અને એ વગર ચશ્માએ વાંચી પણ શકે છે. આ માજી રમેશભાઇના દાદીમાં છે. એની બાજુમાં રમેશભાઈના બા બેઠા છે એમની બાજુમાં બરાબર વચ્ચે રમેશભાઇના પત્ની અને સૌથી છેલ્લે રમેશભાઇના બંને પુત્ર વધૂ બેઠા છે. આજના યુગમાં ચાર ચાર પેઢીની વહુઓ એક સાથે રહેતી હોય એવું સુખદ દ્રશ્ય તો ક્યાં જોવા મળે ?

મારા વાંચક મિત્રોને મારે આ અદભૂત દૃશ્યના દર્શન કરાવવા હતા એટલે આ ફોટો ખાસ આપના માટે શેર કરેલો છે. જો દ્રષ્ટિ હોય તો આ ફોટો ઘણું બધું કહી જાય છે અને દુનિયાની કોઈ યુનિવર્સીટી ના ભણાવી શકે એવા પાઠ ભણાવી જાય છે.

આજે તો થોડા પૈસા આવે તો પણ વહુઓને બહુ પાવર આવી જાય છે. “મને બા સાથે નહિ ફાવે” ની ફરિયાદો શરુ થાય છે જ્યારે આ કરોડપતિ પરિવારમાં ચાર ચાર પેઢીની સાસુ વહુઓ સંપીને રહે છે. સુખ સુવિધાઓથી નહિ સમજણ અને સંપથી મળે.

છે ને આંખોને ઠંડક આપે એવું દ્રશ્ય ?

– શૈલેશ સગપરીયા

ફેસબુક ના સૌથી લોકપ્રિય પેઈજ “જ્ઞાન સાથે ગમ્મત” થકી શૈલેશભાઈની લોકપ્રિય વાતો આપ વાંચી રહ્યા છો. શૈલેશભાઈ ના લોકપ્રિય ગુજરાતી પુસ્તકો ઘરે બેઠા મેળવવા અહી ક્લિક કરો

Leave a Reply

error: Content is protected !!