ભારત દેશના ૧૪ અણ-ઉકેલાયેલા જાણવા જેવા રહસ્યો – દરેક ભારતીયોએ જરૂર વાંચવા

ભારત એ ગુઢ રહસ્યોથી ભરેલો દેશ છે. આ રહસ્યોને વૈજ્ઞાનિકો અને સંશોધકો પણ સમજાવી શકયા નથી. ચાલો આપણે ભારતના આવા કેટલાક રહસ્યો પર નજર નાખીએ. જો આ પોસ્ટ થી તમારા જ્ઞાન માં થોડો પણ વધારો થાય તો પ્લીઝ બીજા મિત્રો સુધી પહોંચાડજો.

ટ્વીન થી ભરેલ ગામ

કેરળમાંના એક ગામ કોડીનહી ને ટ્‌વીન ગામ કહેવામાં આવે છે.આ નાનકડા ગામની વસ્તી માત્ર ર૦૦૦ લોકોની છે તેમાથી ર૦૦ લોકો એવા છે કે જે જોડિયા છે.વૈજ્ઞાનિકો પણ હજુ સુધી શોધી શકયા નથી કે ગામમા લોકોના જોડિયા હોવાનો રેશિયો વધારે કેમ છે.જયારે બાકીના દેશમાં આ રેશિયો સ્પષ્ટપણે ઓછો છે.

જોધપુર બૂમ

૧૮ ડિસેમ્બર,ર૦૧ર ની રાત્રે જોધપુરમાં આકાશમાંથી એક તોફાની અવાજ નીકળ્યો.આ અવાજ વિશ્વાના અન્ય ભાગોમાં પણ સંભળાયો હતો. વૈજ્ઞાનિકોના મત મુજબ આવો અવાજ પહેલા કયારેય સંભળાયો ન હતો અને આનુ રહસ્ય હજુ પણ તેઓ સમજાવી શકયા નથી.

તાજમહેલ કાવતરું

સમ્રાટ શાહજહાં વિશેની આપણા ભારતની પ્રિય પ્રેમકથા, જેમણે પોતાની પ્રિય પત્ની મુમતાઝની સ્મૃતિમાં તાજમહેલની વિશાળ કબર બનાવડાવી. પ્રોફેસર ઓક ના કહેવા મુજબ તાજમહાલ શિવ મંદીર હતું જે બાદમા મુઘલ સમ્રાટ દ્ધારા કબજે કરવામા આવ્યુ હતુ અને કબરમાં રૂપાંતરિત કરવામા આવ્યુ હતુ.

શ્રાપીતગામ–કુલધરા

રાજસ્થાનના કુલધરા ગામ એક ખંડેરો છે. શ્રાપના લીધે ત્યાની વસ્તી રાતોરાત ખાલી થઈ ગઈ હતી અને જે અત્યાર સુધી નિર્વાસીત છે.

કોંગકા લા

આકાશમાં વિચિત્ર લાઈટીંગ શા માટેની છે એના પર સરકાર નું મૌન છે. કોંગકા લા હિમાલયના નીચલા રીજ પાસે છે.તે લડાખમાં ભારત ચીન સરહદી વિસ્તાર છે. આ એ વિસ્તાર છે જયા ૧૯૬ર માં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયુ હતુ.

શાંતિદેવી

કોઈને ખબર નથી કે શાંતિદેવીએ તેના અગાઉના જન્મની પળો કેવીરીતે યાદ કરાવી હતી.તેમણે ચાર વર્ષની નાની ઉંમરે, મથુરામા આવેલા ઘરની વાત કરવાનુ શરૂ કર્યુ હતુ.તેણીની આ અગાઉના જીવનની વાતો તીવ્ર સંશોધન કરવાથી તથ્યો સાથે મળી હતી.

સુભાષચંદ્રબોઝનું મૃત્યુ

ઈ.સ. ૧૯૪પ માં પ્લેન ક્રેશના કારણે નેતાજી મૃત્યુ પામ્યા હતા. ત્યા એવા સબુતો છે કે જે જાહેર કરે છે કે આ એક યોજાયેલી ઘટના હતી.નેતાજી વાસ્તવમાં સ્ટાલિન દ્ધારા માર્યા ગયા હતા. આ બધા પર રીસર્ચ કરતી એક સંસ્થા પણ છે જે માને છે કે આ સમય દરમિયાન સુભાષબાબુ લાંબો સમય ભૂગર્ભ માં હતા અને ૧૯૮૫ માં કુદરતી રીતે મૃત્યુ પામેલા.

બુલેટબાબા

ઓમ બન્ના જયારે અકસ્માતમાં બાઈક પર સવાર થઈને પસાર થયા અને એક એકસીડન્ટ માં મૃત્યુ પામ્યા, ત્યારે દેશને ખબર ના હતી કે આવી  રહસ્મય ઘટના બનવાની હતી. પોલીસે વાહનને તેમના પોલીસ સ્ટેશનમાં લઈ જવા કહ્યું પરંતુ બીજા દિવસે તે બાઈક અકસ્માત સ્થળે ચાલ્યુ ગયુ.પોલીસે તેને કેટલીવાર  અકસ્માત સ્થળેથી દુર ખસેડી તેને તાળુ પણ મારેલુ છે તેને બળતણથી ખાલી પણ કરાયેલ છે તેમ છતા તે અકસ્માતની જગ્યા તેની રીતે શોધી લે છે.

સ્ટોનમૅન

સીરીયલ કીલર કે જે બોમ્બે અને કલકતાની શેરીઓમાં ભટકતો રહે છે.તે રાત્રે શેરીઓમાં ભટકે છે અને શેરી નિવાસીઓ અને શેરીમાંથી પસાર થતા લોકો માંથી પસંદ કરે છે. અને તેના માથામાં તે ફેરવીને એક વિશાળ પથ્થર મારે છે.

પ્રહલાદ જાની

આપણા દેશમા અન્ય એક ન સમજાય તેવુ રહસ્ય, પ્રહલાદ જાની જેને માતાજી તરીકે ઓળખવામા આવે છે.તેના વિશે એવુ જાણવા મળ્યુ છે કે તેઓ ૧૯૪૦ થી ખાદ્ય અને પાણી વગર જીવી રહ્યા છે. વિજ્ઞાનીઓએ તેમની પર ઘણા પ્રયોગો કર્યા,તેમને કોઈ પણ પ્રકારના ખાદ્ય ખોરાક કે પાણી વગર ખંડમાં લોક કરવામા આવ્યા હતા અને એ આ પ્રયોગ માં સફળ રહ્યા હતા. પરંતુ વૈજ્ઞાનિકો હજુ સુધી આ ચમત્કાર માટે વ્યાજબી સમજૂતી આપી શકયા નથી.

જટીંગા – પક્ષીની આત્મહત્યા

આસામના આ નાનકડા ગામમા દર વર્ષે મોટાભાગના પક્ષીઓ મૃત્યુ પામે છે. ખાસ કરીને ચોમાસાની સાંજે મોટી સંખ્યામાં મૃત્યુ પામે છે.

યેતી – તિરસ્કૃત હિમમાનવ

તિરસ્કૃત હિમમાનવ અથવા ઘૃણાસ્પદ સ્વરવાળા એક વિશાળ આકારના હ્યુમોઈડ પ્રાણી છે જે હિમાલયના બરફીલા ઢોળાવમાં જોવા મળે છે. કેટલાક ન સમજાય તેવા અને રહસ્મય નિરીક્ષણ પછી તેના અસ્તિત્વવિશે પ્રશ્ન કરવા તરફ દોરી જાય છે.

અનંતપુરમાં લટકતો પિલર

અનંતપુરમાં આવેલા લીપક્ષી મંદિરમાં આશરે ૭૦ જેટલા સ્તંભ આવેલા છે જે સદીઓથી તેના વજનને ટેકો આપે છે.અહીં એક ખાસ આધારસ્તંભ છે જેને હેંગિંગ પિલર કહેવાય છે, જે જમીનને સ્પર્શતુ નથી.કાગળના એક પાતળા ભાગ અથવા લાકડીને તેના નીચેથી પસાર કરી શકાય છે.તે વાસ્તવમાં જમીનને સ્પર્શતુ નથી.

રૂપકુંડ તળાવ

ઉતરાખંડના રૂપકુંડ તળાવને સ્કેલેટન એવુ નામ મળ્યુ છે. જયારે તે ૧૯૪રમા શોધી કાઢવામા આવ્યુ ત્યારે આ તળાવ હાડપિંજરથી ભરપુર હતુ.ઉનાળામા જયારે બરફ ઓગળ્યો ત્યારે આ તળાવ સંપૂર્ણ હાડપિંજરથી ભરેલુ હતુ.તેના પાછળની સમજૂતી હજુ પણ સ્પષ્ટ નથી. કેટલાકના અનુસાર તે જાપાનના સૈનિકોના અવશેષો છે.

સંકલન: અનીતા વ્યાસ

This Article is Protected with Copyright © 2017 with DeuceN Tech. All rights reserved.

 

Leave a Reply

error: Content is protected !!