એવો દેશ કે જ્યાં માણસોની વસ્તી કરતા સાયકલ ની સંખ્યા વધુ છે….

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા વર્ષે જયારે નેધરલેંડ ની મુલાકાતે ગયેલા ત્યારે ત્યાના વડાપ્રધાન માર્ક રૂટે નરેન્દ્ર મોદીને સાયકલની ભેંટ આપેલ હતી. વડાપ્રધાન મોદી ભારત્ત પરત ફર્યા બાદ, ટવીટર પર આ ફોટો શેર કરીને નેધરલેંડ ના વડાપ્રધાન માર્ક રૂટ નો સાયકલ આપવા બદલ આભાર માન્યો હતો.

૫૦ વર્ષ ની ઉમર વાળા માર્ક રૂટ એમની લગભગ નાની-મોટી શક્ય યાત્રાઓ સાયકલ પર જ કરે છે એ તો ઘણાને ખબર જ છે, પણ શું તમને ખબર છે કે નેધરલેંડ દેશ એક જ વિશ્વ નો એવો દેશ છે કે જ્યાં ટોટલ માણસોની વસ્તી કરતા સાયકલ ની સંખ્યા વધારે છે.

નેધરલેંડ માં સાયકલ ચલાવવી એ જીવનનો અત્યંત મહત્વ નો હિસ્સો છે. ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જે સાયકલ નહિ ચલાવતી હોઈ.

આપણા દેશ માં પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારા સામે બે-પાંચ દિવસ બુમો પાડીએ છીએ, પણ ક્યારેય સાયકલ અપનાવી ને પેટ્રોલ – ડીઝલ નો ઉપયોગ ઘટાડવાનો ક્રાંતિકારી વિચાર કોઈએ કર્યો નથી. જો આપણે પણ નેધરલેંડ ની જેમ સાયકલ સવારીને પ્રાધાન્ય આપીએ તો જરૂર થી દેશ માં એક નવી ક્રાંતિ આવી શકે. જય હિન્દ

સંકલન : ધર્મેશ વ્યાસ (ધમભા)

Leave a Reply

error: Content is protected !!