જીવન ની એકમાત્ર ઈચ્છા – કદાચ તમારી ઈચ્છા પણ આવી જ હશે…

“શું કરું મમ્મી હું? બહુ મુંજાયેલો છું.” સવાર સવાર માં રાહુલ હજુ તો નાસ્તો જ કરતો હતો ને આ સવાલ એને એના મમ્મી ને પૂછી દીધો. એની મમ્મી રસોડા માથી તરત જ બહાર આવીને એકદમ જ કુતૂહલથી જવાબ આપ્યો,”શેના વિશે વાત કરે છે? કેમ શું થયું?” તરત જ રાહુલ ના મોઢા પર એક સ્માઇલ આવી ગઈ હતી. એની મમ્મી સમજી ગઈ કે એ ત્રિશા ની વાત કરે છે. મમ્મી ના મોઢા ના પ્રતીભાવ થી ખબર પડી ગઈ હતી કે મમ્મી ની હા તો છે જ.

રાહુલ અને ત્રિશા બંને એકબીજાને સ્કૂલના સમય થી પસંદ કરતાં હતા. એમાં પણ થયું હતું એવું કે એક દિવસ સ્કૂલ માં વધારે તોફાન કરવાને લીધે રાહુલને છોકરીઓના સેક્શન માં બેસવાની 6 મહિનાઓ સુધી સજા આપવામાં આવી હતી. બસ, એ જ કારણે ત્રિશા અને રાહુલ ની મિત્રતા બંધાઈ. પછી, તો આગળ જતાં એ બંને ટ્યૂશન માં અને પછી કોલેજ માં સાથે જ રહ્યા. રાહુલ અને ત્રિશા ને કારણે એમના ફેમિલીનું પણ એકબીજાના ઘરે આવા જવાનું વધારે થતું ગયું. એવું કહી શકાય કે વગર કોઈ સંબંધે બે ફૅમિલી વચ્ચે કોઈ એક મોટો સંબંધ બની ગયો હતો.

બંનેનો દરરોજ નું એક કામ નક્કી જ હોય કે જોબ પત્યા પછી સાંજે એક સુંદર બગીચા માં મળવાનું અને આખા દિવસ ની સુખ દુખ ની વાત કરવાની. જેમ પક્ષીઓ આખા દિવસ પોતાનું ખાવાનું શોધીને એ જ બગીચામાં અવાજ કરતાં કરતાં આવે, બસ, એવી જ રીતે બંને મળે ને વાતો કર્યા જ કરે ને કર્યા જ કરે. આ બંને ની વાતો ક્યારેય પતે જ નહીં ને. લગ્ન કર્યા વગર પણ બંને એકબીજા ના હતા. “દો જીસ્મ એક જાન” એવું આપણે કહી શકીએ એવી રીતે રહેતા હતા. એકબીજા ની નાની નાની વાત યાદ રાખે ને ધ્યાન રાખે, એકબીજા ને હંમેશા પ્રોત્સાહિત કરે. સારો સમય હોય કે ખરાબ સમય બંને હંમેશા એકબીજા ની સાથે જ રહે. બહાર ફરતા હોય તો લોકો ને જોઈને એવું લાગે કે બંને એ જાણે એકબીજા માટે જ જન્મ લીધો છે.

પણ, આજ નો દિવસ જુદો હતો. રાહુલ એ ત્રિશા ને બગીચા માં મળવાને બદલે રાતે એક હોટેલ માં મળવાનું કીધું. રાહુલ એ બંને ફૅમિલી માટે એક ડિનર પાર્ટી નું આયોજન કર્યું હતું. એ નો વિચાર હતો કે બંને ફૅમિલી ની સામે જ ત્રિશા સામે લગ્ન નો પ્રસ્તાવ મૂકે અને બધા જ ને અચંબા મા મૂકી દે. સવારે મમ્મી જોડે વાત કરી તો એમના મોઢા ના પ્રતીભાવ થી ખબર પડી ગઈ હતી કે મમ્મી ની તો હા તો છે જ.

સાંજ પડી…… રાહુલના મગજ માં કોઈક અલગ જ પ્રોગ્રામ હતો. બંને ફૅમિલી હોટેલ પર જવા તૈયાર જ હતા, પણ રાહુલ ત્યાંથી કઈક બહાનું કાઢી ને નીકળી ગયો. ખરેખર તો એને ત્રિશા માટે અંગૂઠી(રિંગ) લેવા માટે જવલેર્સની ત્યાં જવાનું હતું. “તમે બધા પહોચો, હું તમને હોટેલ પર મળું છું” એટલું જ બોલીને રાહુલ નીકળી ગયો.

જવલેર્સના ત્યાં પહોંચીને અંગૂઠી(રિંગ) લીધી અને ખિસ્સા માં મૂકી નીકળી ગયો ત્યાથી. “બસ, હવે તો થોડાક જ સમય ની વાત છે, પછી તો ત્રિશા હંમેશા હંમેશા માટે મારી થઈ જશે. પછી તો મોત નહીં આવે ત્યાં સુધી અમને બંને ને કોઈ પણ અલગ નહીં કરી શકે. પછી તો મારો દિવસ પણ એના નામ થી ચાલુ થશે અને મારી રાત પણ એના નામથી જ પતશે. એક વાર લગ્ન માટે પ્રપોઝલ મૂકી દઉં પછી તો એને કોઈ મહારાણી હશે એની જેમ જ એને સાચવીશ.” હવા માં વાળ એના પવન ની લીધે સતત ઉડતા હતા. આવા જ વિચારો સાથે ક્યારેક લાલ સિગ્નલ ક્રોસ કરે તો ક્યારેક બાઇક ધીમે ચલાવે તો કયારેક સ્પીડ વધી જાય. સતત ત્રિશા ના વિચારો ને લીધે મગજ પર અને હાથ પર એ નો કાબૂ રહેતો જ ન હતો.

એવામાં જ એક રેડ સિગ્નલ તૂટ્યો અને સામેથી આવી માલ-સામાન ભરેલી સ્પીડ માં આવી ટ્રક. ટ્રક અને બાઇક નો એક જોરદાર એક્સિડેંટ. જાણે હાથી કોઈ નાના જાનવર ને ઊચકી ને ફેકી દે, બસ એવી જ રીતે બાઇક થી દૂર હવા માં ફેકાઈ ગયો રાહુલ. બાઇક અને રાહુલ બંને અલગ અલગ જ ફેકાયાં. સીમેંટ ના રોડ પર રાહુલ ઊંધો પછડાયો. કરોડરજ્જૂ તૂટી અને માથું પછડાયું. માથામાથી લોહી ની નદી નીકળી અને એ કઈક લોકો સામે બોલે એ પહેલા જ એ બોલતો બંધ થઈ ગયો. એક સમયે જે આંખોથી ત્રિશા ને જોયા જ કરતો એ આંખ હમેશા માટે ખુલ્લી ને ખુલ્લી જ રહી ગઈ. જે દિલ ત્રિશા માટે ધડકતું હતું એ ચાલતું જ બંધ થઈ ગયું. જે ઘૂંટણ પર બેસીને ત્રિશા ને પ્રપોઝ કરવાનો હતો એ હવે તૂટી ગયા હતા અને એ વીંટી ખિસ્સા માં ને ખિસ્સા માં જ રહી ગઈ હતી. એને લોકો ને કહેવું હતું કે મારી ત્રિશા ને કહેજો કે હું એને પ્રપોઝ કરવાનો હતો. પણ, એ અવાજ જ શાંત થઈ ગયો. આખા જીવન જેની સાથે રહેવાની ઈચ્છા હતી, એ ઈચ્છા જ અધૂરી રહી ગઈ અને એક છોકરી લગ્ન કર્યા વગર જ વિધવા બની ગઈ. રાહુલ ના જીવન ની એકમાત્ર ઈચ્છા હતી કે આખું જીવન ત્રિશા જોડે પસાર કરવાનું….. એની એ જ ઈચ્છા અધૂરી રહી ગઈ……..સદાય માટે….અને હંમેશા માટે એકબીજાથી અલગ થઈ ગયા………

લેખક: નિશાંત પંડ્યા

This Article is Protected with Copyright © 2017 with DeuceN Tech. All rights reserved.

Leave a Reply

error: Content is protected !!