જ્હોન અબ્રાહમ ના મુવી ‘પરમાણુ-ધ સ્ટોરી ઓફ પોખરણ’ નો ફર્સ્ટ લૂક થયો રિલીઝ, જુઓ ફોટો

આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ સિવાય ડાયના પેન્ટી અને બોમન ઈરાની પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે,આ ફિલ્મ ની નિર્દશન અભિષેક શર્મા એ કર્યું છે.

બહુ લાંબા સમયથી જ્હોન ની આગામી ફિલ્મ ‘પરમાણુ-ધ સ્ટોરી ઓફ પોખરણ’ સમાચારોમાં બની રહી હતી,જ્હોન અબ્રાહમ ની આ ફિલ્મ નું પહેલું પોસ્ટર સામે આવ્યું છે,આ ફિલ્મનું પોસ્ટર જ્હોન અબ્રાહમ એ Social Media પર શેર કર્યું છે.

આ પોસ્ટર દેખવાથી તમને આ ફિલ્મ ના વિષય વિષે ખબર પડી ગઈ હશે.આ ફિલ્મનું ફર્સ્ટ લૂક ખુબજ રસપ્રદ છે.

આ પોસ્ટર માં તમને જ્હોન અબ્રાહમ ના ચહેરો નો પડછાયો જોવા મળી રહ્યો છે,આ ફિલ્મ માં જોન અબ્રાહમ સાથે ડાયના પેન્ટી અને બોમન ઈરાની પણ મુખ્ય રોલ માં જોવા મળશે. આ ફિલ્મ ની સ્ટોરી સંયુક્ત ચાવલા અને Saiwyn Quadras એ લખી છે,પહેલા આ બંને લેખકો એ સોનમ કપૂર સ્ટાર્રર નીરજા ની વાર્તા લખી હતી.

જ્હોન અબ્રાહમ ની આ ફિલ્મ ‘પરમાણુ-ધ સ્ટોરી ઓફ પોખરણ’ વર્ષ 1998 માં કરવામાં આવેલા પરમાણુ પરીક્ષણ ની સ્ટોરી છે,આ એક એવું મિશન હતું જેમાં ભારતીય વિજ્ઞાનીકો,ભારતીય સેના,એન્જીનીર અને સેટેલાઇટ એક્સપર્ટ બધા ભેગા થઇ ને દેશ ને ગૌરવ મળે એવું કાર્ય કર્યું હતું.

આ ફિલ્મ ને લઈને ડાયના ઘણી ઉત્સાહિત છે,આ ફિલ્મ પહેલા ડાયના આનંદ એલ રોય ની ફિલ્મ ‘હેપ્પી ભાગ જાયેગી’ માં નજર આવી હતી.

લેખક: વિશાલ પટેલ

This Article is Protected with Copyright © 2017 with DeuceN Tech. All rights reserved.

Leave a Reply

error: Content is protected !!